=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ

 મનુષ્ય ની એક મુઠ્ઠી માં સ્વર્ગ અને બીજી મુઠ્ઠી માં નરક છે. તે બંને માંથી પોતાના માટે ગમે તેને ખોલી શકવા સંપૂર્ણ પણે સ્વતંત્ર છે. તમારા દરેક પગલા  પર ધ્યાન રાખનાર બે જ વ્યક્તિ હોય છે. એક જેને તમે ખૂબ ગમો છો.  અને બીજો જે તમારો  વિરોધી છે. 

આંખો તળાવ નથી છતાં ભરાઈ જાય છે.

દિલ કાચ નથી છતાં તૂટી જાય છે.

માણસ વાતાવરણ નથી છતાં બદલાઇ જાય છે.

જય શ્રી કૃષ્ણ.


 

 મિત્રો 

વર્ગખંડોમાં તમે વહેંચી હતી, એ સલાહો ઉમ્રભર પીધી હતી.

હું પણ થોડો આકરા મિજાજનો, ને સમયની માંગ પણ જીદ્દી હતી.

સાવ ખોટી આપણે આળસ કરી, થોડું ચાલ્યા હોત તો સીડી હતી.

મિત્ર સાથે થાય જો મતભેદ તો, એમ લાગે શર્ટ માં કીડી હતી.

જીંદગી ને એટલે બક્ષી નહિ, આંખ મારી કાયમી ભીની હતી.

કોઈ કરે ફરિયાદ, કોઈ પ્રાર્થના , કોઈએ બસ આંગળી ચીંધી હતી.

                                                               દિવ્ય ભાસ્કર માંથી.