=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: રામાયણ
લેબલ રામાયણ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ રામાયણ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

રામાયણ-61


ભાગવત માં જેમ દશમ સ્કંધ છે-તેમ રામાયણ માં સુંદરકાંડ છે.
સુંદરકાંડ માં હનુમાનજી ને સીતાજી નાં દર્શન થાય છે. સીતાજી –એ પરાભક્તિ છે.
જેમનું જીવન સુંદર થાય એને પરાભક્તિ નાં દર્શન થાય છે.
સમુદ્રને (સંસાર સમુદ્ર ને) ઓળંગી ને જે જાય, ત્યારે તેને પરાભક્તિ નાં દર્શન થાય.

તે ઓળંગે છે-માત્ર હનુમાનજી.બ્રહ્મચર્ય અને રામનામ ના પ્રતાપે હનુમાનજી માં દિવ્ય શક્તિ છે.
સમુદ્ર ઓળંગે એટલે પહેલાં રસ્તામાં “સુરસા” (સારા રસો) મળે છે.સુરસા ત્રાસ આપે છે.
નવીન રસ લેવાવાળી વાસનામય જીભ (ઇન્દ્રિયો) એટલે જ સુરસા.
જેને  સંસ્રાર-સમુદ્ર ઓળંગવો હશે –તેણે- જીભને (ઇન્દ્રિયો ને) મારવી પડશે-વશ કરવી પડશે.
હનુમાનજી એ સુરસા નો પરાભવ કર્યો છે.

મનુષ્ય ને સુખ આપનાર ,જીવન ને સુંદર બનાવનાર સંપત્તિ નથી-પણ સંયમ છે.
સંયમ રાખી જેનું જીવન ભક્તિમય થાય તેનું જ જીવન સુંદર બને છે.

સીતાજી એ પરાભક્તિ છે,અને પરાભક્તિ છે ત્યાં શોક રહી શકે નહિ,તેથી તે “અશોક”વન માં રહે છે.
જીવ ને એકવાર પરમાત્મા એ અપનાવ્યો પછી ત્યાં શોક કે મોહ રહી શકે નહિ.
સીતાજી એ હનુમાનજી ને અપનાવ્યા છે.

સુંદરકાંડ પછી આવે છે-લંકાકાંડ
જીવન સુંદર અને ભક્તિમય થયું –ત્યાર પછી રાક્ષસો મરે છે.
કામ,ક્રોધ,લોભ,મોહ મત્સર-આ બધા વિકારો તે રાક્ષસો છે. ઘણા લોકો કહે છે-કે આ વિકારો જશે પછી ભક્તિ કરીશું,પણ એ વાત સાચી નથી.ભક્તિ વગર આ વિકારો જતા નથી.
ભક્તિ થી જ ધીરે ધીરે વિકારો ઓછા થાય છે.

કામ ને જે મારે તે કાળ ને મારી શકે છે,લંકા શબ્દ ને ઉલટાવો –તો થશે-કાલ (કાળ).
કાળ સર્વને મારે છે-પણ હનુમાનજી કાળ ને મારે છે.લંકા ને બાળે છે..

લંકા કાંડ પછી આવે છે-ઉત્તરકાંડ
તુલસીદાસજીએ સર્વસ્વ ઉત્તરકાંડ માં ભર્યું છે.ઉત્તરકાંડ માં મુક્તિ મળશે.
કાકભુશુંન્ડી એ ગરુડજી ને જ્ઞાન અને ભક્તિ સમજાવ્યા અને અંતમાં ભક્તિ ની મહત્તા બતાવી છે.
વશિષ્ઠ જી એ પણ રામજી ને કહેલું કે-
ભક્તિ ના જળ વગર અંતઃકરણ ના મળનો કદી નાશ થતો નથી.
ઉત્તરકાંડ  માં ભક્તિ નો મહિમા છે.ભગવાન થી એક ક્ષણ પણ વિભક્ત ના થાય તે ભક્ત.

પૂર્વાર્ધ માં રાવણ ને (કામને) મારે –તેનો ઉતરાર્ધ-ઉત્તરકાંડ-સુંદર બને છે.
જીવન ના યૌવન કાળ માં જે કામ ને મારે તેની વૃદ્ધાવસ્થા સુંદર બને છે.જ્ઞાન-ભક્તિ મળે છે.તે રાજ કરે છે.
શરીર દુર્બળ થાય પછી-સંયમ રાખે તેમાં શું આશ્ચર્ય ?

રામાયણ ના -આ સાત કાંડો નું નામ આપ્યું છે-સોપાન.
માનવજીવન ની ઉન્નતિ ના આ સાત પગથિયાં છે. મુક્તિ નાં સાત પગથિયાં છે.
રામકથા સાગર જેવી છે. રામજી ના ચરિત્ર નું કોણ વર્ણન કરી શકે ?તેનો પાર નથી.
કંઈ નહિ-તો-છેવટે-શિવજી ના જેમ હૃદય માં –રામનું નામ રાખવામાં આવે તો પણ ઘણું છે.

હનુમાનજી કહે છે-કે-સંસારમાં વિપત્તિ તે જ છે-કે-જયારે રામના નામનું સ્મરણ ના થાય.
રાજ્યાભિષેક પછી-અયોધ્યાવાસીઓ ને રામજી –બોધ આપે છે.
આ બોધ માત્ર અયોધ્યાવાસીઓ માટે જ નહિ પણ આપણા સર્વને માટે છે.
“આ માનવશરીર મળ્યું છે-તે વિષય-ભોગ ભોગવવા માટે નથી. વિષય નું સુખ એક ઘડી પૂરતું સ્વર્ગ જેવું છે,અને અંતે તે દુઃખમય છે. માનવશરીર પામ્યા છતાં-જે મનુષ્ય –વિષયો પાછળ જ લાગી રહે છે-
તે મનુષ્ય તો અમૃત –આપી અને તેના બદલામાં વિષ-લઇ રહ્યો છે.”

ભાગવતમાં -સંક્ષિપ્ત માં આવતી આ રામાયણકથા ની અહીં સમાપ્તિ થાય છે.



સૌજન્ય- www.sivohm.com
   PREVIOUS PAGE           END                INDEX PAGE                           

રામાયણ-60


યૌવન માં જ વનવાસની જરૂર છે.વનવાસ વગર જીવન માં સુવાસ આવશે નહિ.સાત્વિકતા આવશે નહિ.
વનવાસ વગર –વાસનાનો વિનાશ થતો નથી.

વનમાં રહેવાનું એટલે વિલાસી ના સંગ માં નહિ રહેવાનું.
વિલાસી લોકો થી દૂર જવાનું છે-દૂર રહેવાનું છે. ગૃહસ્થ ના ઘરમાં ભોગ ના પરમાણુઓ ફરે છે.
ભોગ ભૂમિ માં ભક્તિ બરોબર થતી નથી.
વધારે નહી તો મહિનો-કે-થોડા દિવસો –કોઈ પવિત્ર નદીના કિનારે કે પવિત્ર જગાએ રહેવું જોઈએ.
કે જ્યાં હું ને મારા ભગવાન-ત્રીજું કોઈ નહિ. ત્રીજો આવે તો તોફાન થાય છે.

વનવાસ મનુષ્ય ના હૃદય ને કોમળ બનાવે છે,વનવાસ માં ખાતરી થઇ જાય છે-કે-ઈશ્વર સિવાય મારું
બીજું કોઈ નથી.
અરણ્યકાંડ આપણ ને બોધ આપે છે-કે-ધીરે ધીરે સંયમ ને વધારી વાસનાનો વિનાશ કરો.

ઉત્તમ સંયમ-- એ તપ છે. પહેલો સંયમ જીભ પર રાખવાનો હોય છે.
વનવાસ દરમિયાન રામજી એ અનાજ –લીધું નથી.ફળાહારી રહ્યા છે. કંદમૂળ નું સેવન કર્યું છે.
અન્ન માં રજોગુણ છે.રજોગુણમાંથી કામ ની ઉત્પત્તિ થાય છે.
સીતાજી સાથે રહેવા છતાં-રામજી-પૂર્ણ નિર્વિકાર છે.
ધીરે ધીરે વાસના નો વિનાશ કેવી રીતે કરવો તે બતાવ્યું છે અરણ્યકાંડ માં.

દાન થી વાસના નો નાશ થતો નથી,પ્રભુ માં પ્રેમ થતો નથી. વાસનાનો વિનાશ પ્રભુ ના નામ થી થાય છે.
વાસના પર વિજય મેળવવો હોય –તો- જીવન ને ખૂબ સાત્વિક બનાવવું પડે.
જીવન માં તપશ્ચર્યા કરવામાં આવે તો જ રાવણ એટલે કે કામ મરે છે.

અરણ્યકાંડ માં શૂર્પણખા=મોહ , અને શબરી=શુદ્ધ ભક્તિ-મળે છે.
શૂર્પણખા-એટલે કે મોહ ની સામે ભગવાન જોતા નથી,પણ શુદ્ધ ભક્તિ એટલેકે શબરી ની સામું જુએ છે.
મોહ ને કાપી નાંખી શુદ્ધ ભક્તિ અપનાવવાની છે.
મનુષ્ય નિર્વેર,નિર્વાસન –બને તો જીવ ની ઈશ્વર સાથે મૈત્રી થાય.
એટલે અરણ્ય કાંડ પછી આવે છે-કિષ્કિંધાકાંડ.
આ કાંડ માં જીવ (સુગ્રીવ) અને ઈશ્વર (રામજી) ની મૈત્રી બતાવી છે.
અરણ્યકાંડ માં કામનો ત્યાગ કર્યો એટલે જીવ અને ઈશ્વરનું મિલન થયું.
પણ બંને ની મૈત્રી- ત્યારે થાય કે જયારે વચ્ચે હનુમાનજી (બ્રહ્મચર્ય) વકીલાત કરે.

સુગ્રીવ નો અર્થ થાય છે-જેનો સારો કંઠ છે-તે. કંઠ ની શોભા આભુષણ થી નથી પણ-
ભગવાન ના નામજપ થી છે.રામનામ થી છે.
હનુમાનજી બ્રહ્મચર્ય નું પ્રતિક છે, ભક્તિ અને બ્રહ્મચર્ય વગર ઈશ્વરની મૈત્રી થતી નથી.
લખ્યું છે-કે-બ્રહ્મચર્ય ના બળ વગર ભજન માં આનંદ આવતો નથી.

જીવ અને ઈશ્વર ની મૈત્રી થઇ –એટલે જીવન સુંદર થયું,એટલે આવ્યો-સુંદર કાંડ.
જ્યાં સુધી જીવ ઈશ્વરની મૈત્રી કરતો નથી ત્યાં સુધી જીવન સુધરતું નથી.
મૈત્રી કરવા લાયક એક પરમાત્મા છે.જે પરમાત્મા માટે જીવે છે,પરોપકાર માટે જીવે છે,તેનું જીવન સુંદર છે.
જે ઈન્દ્રિયસુખ ભોગવવા માટે જીવે છે-તેનું જીવન –એ જીવન નથી,મરણ છે.

કિષ્કિંધાકાંડ પછી આવે છે-સુંદરકાંડ.
સુંદરકાંડ નામ પ્રમાણે અતિ સુંદર છે.તેમાં રામભક્ત હનુમાન ની કથા આવે છે.
રામસેવા એ જ હનુમાનજી નું જીવન છે.રામનું નામ એ જ હનુમાનજી નું ભોજન છે.
સેવા ને સ્મરણ માટે જીવે એ જ સાચો વૈષ્ણવ.



સૌજન્ય- www.sivohm.com
   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE                           

રામાયણ-59



બીજો કાંડ-અયોધ્યા કાંડ છે.
અયોધ્યા માં રામ રહે છે-અયોધ્યા –એટલે જ્યાં- યુદ્ધ નથી કલહ નથી,ઈર્ષ્યા નથી.

કલહ નું મૂળ પૈસા અને પ્રતિષ્ઠા હોય છે.અયોધ્યાકાંડ કહે છે-કે વેર ના કરો.જીવન થોડું છે.
અયોધ્યાકાંડ પ્રેમ નું દાન કરે છે,
રામનો ભરતપ્રેમ, રામ નો સાવકી માતા પ્રત્યે નો પ્રેમ-વગેરે આ કાંડ માં જોવા મળે છે,
રામ ની નિર્વેરતા જોવા મળે છે.

આનંદ રામાયણ માં જુદા જુદા કાંડ ની ફલશ્રુતિ આપી છે.
અયોધ્ય કાંડ નો જે પાઠ કરે તેનું ઘર અયોધ્યા બને,ઝગડા વિનાનું  અને નિર્વેર બને  
શાસ્ત્ર તો કહે છે-કે-પહેલાં ઘરનાં એક એક મનુષ્ય માં ભગવદભાવ રાખવો.

મંદિરમાં મૂર્તિ માં રહેલા ભગવાન આપણું ભલું કરવા જલ્દી આવતા નથી,
તે મૂર્તિ માં પહેલાં ભગવદભાવ સ્થિર કરવો પડે છે,પણ બોલતા “દેવ’ માં (ઘર ના માણસમાં)
જે ભાવ સ્થિર ના કરી શકે તે મૂર્તિ માં ભાવ સ્થિર કરી શકતો નથી.

પ્રભુ એ સૃષ્ટિ ઉત્પન્ન કર્યા પછી,એક એક પદાર્થમાં પ્રવેશ કર્યો. તે પ્રવેશ ના કરે-ત્યાં સુધી સૃષ્ટિ
નકામી છે.માટે જગતના દરેકમાં ઈશ્વરભાવ રાખવાનો છે.

ભાઈના સુખ માટે રામ હસતાં હસતાં વનમાં ગયા.ભરતનો રામ માટે પણ એવો જ દિવ્ય પ્રેમ છે.
ભરતે રાજ્ય લેવાની ના પાડી છે. ભરત ને રાજ્ય જોઈતું નથી.
દ્રવ્ય-કીર્તિ ના લોભ માં યુદ્ધ થાય છે. અયોધ્યા કાંડ માં કોઈ ને લોભ નથી,
ગુહકે પોતાનું રાજ્ય રામજી ના ચરણ માં અર્પણ કર્યું પણ રામજીએ તે લીધું નથી.
આ કાંડ માં લોભ નથી એટલે યુદ્ધ નથી.બાકી ના –છ-દરેક કાંડ માં યુદ્ધ ની કથા છે.

બાલકાંડ માં રામજી નું રાક્ષસો સાથે નું યુદ્ધ,અરણ્યકાંડ માં ખર-દૂષણ સાથે યુદ્ધ,
કિષ્કિંધાકાંડ માં વળી અને સુગ્રીવ વચ્ચે યુદ્ધ,સુંદરકાંડ માં હનુમાનજી અને રાક્ષસો સાથે યુદ્ધ,
લંકા કાંડ માં રામ અને રાવણ નું યુદ્ધ, અને-
ઉત્તરકાંડ માં ભરતજી દિગ્વિજય કરવા નીકળ્યા છે ત્યારે રાજાઓ સાથે યુદ્ધ.

સમાજ ને સુધારવો કઠણ છે,મનુષ્ય પોતાના ઘરને,પોતાના મનને,પોતાના સ્વભાવને સુધારે તો પણ ઘણું.

અયોધ્યા કાંડ પછી અરણ્યકાંડ આવે છે.
અરણ્યકાંડ નિર્વાસન બનાવે છે,નિર્વેર થાય પછી પણ વાસના ત્રાસ આપે છે,
આ કાંડ ના પાઠ થી મનુષ્ય નિર્વાસન થશે.
અરણ્યમાં (વનમાં) રહી –મનુષ્ય તપ ના કરે ત્યાં સુધી જીવન માં દિવ્યતા આવતી નથી.
રામજી રાજા હોવાં છતાં-સીતાજી સાથે અરણ્યમાં રહી તપશ્ચર્યા કરી છે,પછી રાજા થયા છે.

પહેલા તપશ્ચર્યા કરી હશે તો,ભોગ ભોગવવામાં –સાવધાન રહેવાશે.
જેટલા મોટા મહાત્માઓ થયા –તે તપશ્ચર્યા વગર થયા નથી.
આચાર્ય મહાપ્રભુજીએ-ઉઘાડા પગે ભારતની પ્રદિક્ષણા કરી છે,બે વસ્ત્રથી વધારે કશું સાથે રાખતા નહોતા.
જીવન માં તપશ્ચર્યા ની બહુ જરૂર છે.



સૌજન્ય- www.sivohm.com
   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE                           

રામાયણ-58


રામાયણ નું એક એક પાત્ર –આદર્શ છે.
રામ-જેવો પુત્ર થયો નથી, દશરથ જેવો પિતા થયો નથી,કૌશલ્યા જેવી માતા થઇ નથી.
રામ જેવા પતિ નથી,સીતા જેવી પતિવ્રતા સ્ત્રી થઇ નથી,કે-ભરત જેવો ભાઈ થયો નથી.
વશિષ્ઠ જેવો ગુરૂ થયો નથી,અને રાવણ જેવો શત્રુ થયો નથી.

ઉચ્ચ પ્રકારનો માતૃપ્રેમ,પિતૃપ્રેમ,પુત્રપ્રેમ,ભ્રાતૃપ્રેમ ,પતિપ્રેમ,પત્નીપ્રેમ,વગેરે કેવો હોય છે?-
તે રામાયણ માં બતાવ્યું છે.

રામાયણ એ શ્રીરામજી નું નામસ્વરૂપ છે.રામાયણ નો એક એક કાંડ-એ એક એક રામજી નું અંગ છે.

બાલકાંડ એ ચરણ છે,અયોધ્યાકાંડ એ ઉદર (પેટ) છે, અરણ્યકાંડ એ સાથળ છે,
કિષ્કિંધાકાંડ એ હૃદય છે,સુંદરકાંડ એ કંઠ છે.લંકાકાંડ એ મુખ છે,ઉત્તરકાંડ એ રામજી નું મસ્તક છે.

રામાયણ –કે જે-રામજી નું નામ સ્વરૂપ છે,તે જીવમાત્ર નો ઉદ્ધાર કરે છે.
રામજી જયારે પ્રત્યક્ષ પૃથ્વી પર વિરાજતા હોય –ત્યારે અમુક જીવો નો ઉદ્ધાર કરે છે,
પણ જયારે તેઓ પ્રત્યક્ષ વિરાજતા ના હોય ત્યારે,રામાયણ (નામ સ્વરૂપ) અનેક જીવો નો ઉદ્ધાર કરે છે.
તેથી રામ કરતાં પણ રામાયણ શ્રેષ્ઠ છે –એમ મહાત્માઓ કહે છે.

રામચરિત્ર માર્ગદર્શક છે. રામાયણ માંથી પ્રત્યેક મનુષ્ય ને બોધ મળે છે.
પોતાનું મન કેવું છે? તે જાણવું હોય તો રામાયણ વાંચવું જોઈએ.

જેનો ઘણો સમય નિંદ્રા ને આળસ માં જાય તો-તે કુંભકર્ણ છે,
પરસ્ત્રી નું કામ-ભાવ થી ચિંતન કરે તે-રાવણ છે,
રાવણ કામ છે,કામ રડાવે છે,દુઃખ આપનાર છે,
રડાવે તે રાવણ અને પરમાનંદ માં રમાડે તે રામ.

રામાયણ ની સાત કાંડ ની કથા –આમ સંક્ષેપ માં કહી.

હવે તેનું આધ્યાત્મિક રહસ્ય જોઈએ.  

રામાયણ ના સાત કાંડ એ મનુષ્ય ની ઉન્નતિ નાં સાત પગથિયા છે.

એકનાથ મહારાજ કહે છે-કે-એક પછી એક કાંડ નાં નામ મુકવામાં રહસ્ય છે.
પહેલો કાંડ-બાલ કાંડ છે.
બાળક જેવા નિર્દોષ થાઓ તો રામ ને ગમો.બાળક પ્રભુ ને પ્રિય લાગે છે-કારણ કે બાળક નિરાભિમાન હોય છે. બાળક ની-મન ,વાણી અને ક્રિયા –એક હોય છે. બાળક માં છળકપટ હોતું નથી.
વિદ્યા વધે,પૈસો વધે,પ્રતિષ્ઠા વધે-તો પણ બાળક જેવું હૃદય રાખવાનું.

બાલકાંડ એ નિર્દોષ કાંડ છે. બાલકાંડ આપણ ને નિર્દોષ થવાનો બોધ આપે છે.
બાળક જેવા નિર્દોષ અને નિર્વિકાર –જે થાય તેને રામ મળે.

દોષ મનુષ્ય ની આંખ માંથી આવે છે. તેથી દૃષ્ટિ પર અંકુશ રાખવાથી જીવન નિર્દોષ બને છે.
દૃષ્ટિ પ્રમાણે સૃષ્ટિ બને છે. સૃષ્ટિ માં સુખ-દુઃખ નથી, સુખ દુઃખ દૃષ્ટિ માં છે.
તેથી જ શંકરાચાર્ય-સંસાર ને અનિર્વચનીય (જેનું વર્ણન ના થઇ શકે તેવો) માને છે.

જીવન માં બાળક જેવી સરળતા આવે છે,સંયમથી.
જીવ માન-અપમાન ભૂલી જાય તો સરળતા આવે છે.
જેનું મન બાળક જેવું થાય તો તન અયોધ્યા જેવું થાય છે. કે જ્યાં-યુદ્ધ નથી,કલહ નથી,વેર નથી.
તેવી કલહ વગર કાયા (તન) તે અયોધ્યા છે-એટલે બાલકાંડ –પછી આવે છે અયોધ્યા કાંડ.



સૌજન્ય- www.sivohm.com
   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE                           

રામાયણ-57


લવ-કુશ ,અયોધ્યા માં કથા કરી અને પાછા આશ્રમમાં આવ્યા છે. અને મા સીતાજીને બધી વાત કરે છે.
અને પૂછે –છે-કે- મા,યજ્ઞમાં -રાજા રામ ની પાસે તારા જેવી જ સોના ની મૂર્તિ હતી.
મા, રાજા રામ તારી મૂર્તિ પાસે કેમ રાખે છે ?

માતાજી એ આ સાંભળ્યું, અને તેમને ખાતરી થઇ કે-“મારા રામજી એ મારો ત્યાગ કર્યો નથી,મારો ત્યાગ કર્યો હોય તો મારી મૂર્તિ શા માટે પાસે રાખે ? કલંક દૂર કરવા માટે –તેમણે મારો ત્યાગ કર્યો છે,મન થી નહિ.”

જાનકી જી (સીતાજી)એ જીવન માં ઓછાં દુઃખો સહન નથી કર્યા.
આવાં સીતાજી ની માતા કોણ થઇ શકે ?
રામજી જેવા પુરુષ ને જન્મ આપનાર કૌશલ્ય જેવાં માતા હતા,કે-જેમની કુખે થી રામજી નો જન્મ થયો.
ત્યારે જાનકીજી ને જન્મ આપી શકે તેવી કોઈ સ્ત્રી મળી નહિ.એટલે સ્વયં પૃથ્વી જ તેમનાં માતા થયાં.
અને અંતે પૃથ્વીએ જ સીતાજી ને પોતાના માં સમાવી લીધાં.

નૈમિષારણ્ય માં જાનકી કુંડ છે-સીતાજી એ ધરતી માં ત્યાં પ્રવેશ કર્યો છે.
રામજી નો છેલ્લો યજ્ઞ પણ ત્યાં જ થયો છે.
દરબારમાં વાલ્મીકિ નું ભાષણ થયું છે.
“આ અયોધ્યા ના તમે લોકો કેવા છો ? રામરાજ્ય માં પ્રજા સુખી થઈ છે,રામજીના રાજ્ય માં તમને જે સુખ મળ્યું છે-તેવું સુખ સ્વર્ગના દેવો ને પણ મળતું નથી.
રામજી તરફથી તમને આટલું સુખ મળે છે-પણ તમે કોઈએ રામજી ના સુખ નો કોઈ દિવસ વિચાર કર્યો છે?
એકલા રામ સિંહાસન પર વિરાજે છે-તે તમને કેમ ગમે છે? સીતાજી વનવાસ ભોગવે –એ સારું છે ?
હું કહું છું-કે સીતાજી મહાન પતિવ્રતા છે-સીતાજી જો મહાન પતિવ્રતા ના હોય-તો હું નર્ક માં પડીશ.”

વાલ્મીકિ એ રામજી ને પણ ઠપકો આપ્યો છે.
”તમારું બધું સારું છે-પણ તમે સીતાજી નો ત્યાગ કર્યો તે યોગ્ય નથી”
રામજીએ કહ્યું-કે હું જાણું છું કે સીતાજી નિર્દોષ છે,તેમણે અગ્નિ પરીક્ષા આપી હતી તે વાત ની અયોધ્યા ના લોકો ને ખબર નથી,હું ઈચ્છું છું કે તે દરબારમાં આવી ને તેમનો પ્રભાવ બતાવે”

વાલ્મીકિ આશ્રમ માં આવ્યા ને સીતાજી ને પૂછ્યું-કે-બેટા,તુ દરબારમાં આવીશ ?
સીતાજી એ કહ્યું-કે-પતિદેવ ની આજ્ઞાનું પાલન કરવું એ મારો ધર્મ છે,તેમની ઈચ્છા તે મારી ઈચ્છા.
વાલ્મીકિ એ કહ્યું-બેટા તુ ચિંતા ના કર,હું તારી સાથે રહેવાનો છું.

દિવસ નક્કી થયો,સીતાજી દરબારમાં પધારવાનાં છે,તેથી મોટો દરબાર ભરાયો છે.સર્વ લોકો ત્યાં હાજર થયા છે.લવ-કુશ આગિયાર વર્ષના થયા છે,તે સીતાજી ની પાછળ પાછળ ચાલે છે.

માતાજી એ જગત ને બે હાથ જોડી વંદન કર્યા છે,કોઈ ને નજર આપી નથી,નજર ધરતી પર છે.
રામવિરહ માં અનાજ લીધું નથી,શરીર દુર્બળ થયું છે.સીતાજી ની દશા જોઈ બધાં રડવા લાગ્યાં છે.

રામજી ને વંદન કરી,સીતાજી એ કહ્યું-કે-
“મેં મન,વચન. કર્મ થી,પતિવ્રતા ધર્મ નું પાલન કર્યું હોય,રામજી એ મારો ત્યાગ કર્યો,તેમ છતાં –પણ મારા મનમાં તેમના પ્રત્યે જો મને જરાય કુભાવ –ના-આવ્યો હોય તો-
હે ધરતી માતા મને તમારામાં સમાવી લો.”

તે જ સમયે ધરતી ફાટી છે,સુવર્ણ નું સિંહાસન તેમાંથી બહાર આવ્યું છે,સાક્ષાત ભુ-દેવીએ સીતાજી ને ઉઠાવી
સિંહાસન ઉપર પધરાવ્યાં છે. લવ-કુશ દોડતા આવ્યા છે-તેમને આશીર્વાદ આપ્યા છે,અને કહે છે-કે-
શ્રી રામ તમારા પિતા છે-તમારા પિતાની તમે સેવા કરજો.

સુવર્ણ સિંહાસન પર વિરાજેલાં સીતાજી અદૃશ્ય થયાં છે. રામજી ને અતિશય દુઃખ થયું છે.

મહાપુરુષો એ તેથી ત્યાં સુધી કહ્યું છે-કે-હે,સીતે,હે દેવી,મા,તુ જગતમાં આવી શા માટે ?
આ જગત તારે માટે-લાયક નહોતું.

રામાયણ ની કથા કરુણ રસ પ્રધાન છે.બાલકાંડ વગર બીજા બધા કાંડો માં રુદન છે.
રામાયણ બનાવી વાલ્મીકિ વિચારવા લાગ્યા કે-આમાં સઘળે કરુણ રસ છે.
તેથી પાછળ થી તેઓએ “આનંદ રામાયણ” ની રચના કરી, અને તેમાં શોકપૂર્ણ પ્રસંગો નું વર્ણન ન કર્યું.



સૌજન્ય- www.sivohm.com
   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE                           

રામાયણ-56


ખરેખર જોઈએ તો-રામજી એ સીતાજી નો ત્યાગ કર્યો નથી,રામજી સીતાજી નો ત્યાગ કરી શકે જ નહિ.
પણ રાજાએ ,પ્રજા ને રાજી રાખવા પોતાની રાણી નો ત્યાગ કર્યો છે,એનો તે પુરાવો છે.

સીતાજી નો ત્યાગ કર્યો તે ઘણા લોકો ને ગમ્યું નહિ,પણ સીતારામજી ના દુઃખ નો કોઈએ વિચાર કર્યો નથી.
રામજી સિંહાસન પર એકલા વિરાજે છે.સીતાજી આશ્રમ માં એકલાં વિરાજે છે.
કોઈએ એમ કહ્યું નથી કે સીતાજી ને પધરાવો નહિ તો હું પ્રાણ ત્યાગ કરીશ.
ફક્ત એક વશિષ્ઠજીએ વિરોધ કર્યો છે. પણ રામજી એ કહ્યું-કે મને આ બાબતે માં કંઈ કહેશો નહિ.

યજ્ઞ કરવાનો વિચાર આવ્યો,ત્યારે વશિષ્ઠે કહ્યું કે –એકલો પુરુષ યજ્ઞ કરી શકે નહિ,પતિ પત્નીને સાથે બેસવું પડે છે.તમે સીતાજી ને બોલાવો.
રામજી કહે છે-કે-મેં જે કર્યું છે તે યોગ્ય કર્યું છે,સીતાજી ને હું નહિ બોલાવું.
ત્યારે વસિષ્ઠે કહ્યું કે-પત્ની વગર યજ્ઞ થાય નહિ,તમે બીજું લગ્ન કરો.
ત્યારે રામજી એ ના પાડી છે-કહ્યું,-ગુરુજી,સીતા સિવાય ની બધી સ્ત્રીઓ મારે માટે મા છે.
રામજીએ યુક્તિ કરી છે,સીતાની સુવર્ણ ની મૂર્તિ બનાવી છે,અને જયારે યજ્ઞ કરવા બેસે છે-
ત્યારે આ મૂર્તિ ને સાથે રાખે છે.

યજ્ઞ ની વાલ્મીકિ ને ખબર પડી.લવ-કુશ ને લઇ ત્યાં આવ્યા છે. યજ્ઞ માં વિશ્રાંતિ ને સમયે-
લવ-કુશ રામાયણ ની કથા કરે છે. રામજી ને ખબર પડી છે,લવ-કુશ ને દરબારમાં બોલાવ્યા.
રામાયણ  ના પ્રધાન વક્તા લવ-કુશ છે,રામાયણ ની પહેલી કથા ત્યાં થઇ છે.

લવ-કુશ રામાયણ ની કથા કરે છે અને રામજી સાંભળે છે.રોજ વીસ સર્ગ ની કથા કરે છે.
ચોવીસ દિવસની કથા ચાલી છે.મહાન પતિવ્રતા સ્ત્રી ની કથા છે. લવ-કુશ કથા કરે છે અને રામજી નીચે બેસીને કથા સાંભળે છે. શ્રોતાએ વક્તા થી ઉંચે બેસાય નહિ,તેથી રામજી નીચે બેસે છે.
આવું છે રામજી નું મર્યાદા પાલન.

રામજી કહે છે-કે-આ બાળકો ને જોતાં મને આનંદ થાય છે,મારે તેમનું સન્માન કરવું છે.
વસ્ત્રો અને આભૂષણો મંગાવ્યા છે. રામજી એ બાળકો ને કહ્યું-કે આ ભેટ નો સ્વીકાર કરો.
લવ-કુશે ના પાડી છે,કહે છે-અમારા ગુરુજી ની આજ્ઞા છે કે-અમે વનવાસી,અમે કંદમૂળ ખાનારા,અને
તપસ્વી જીવન ગાળનારા છીએ,કથા કરવાની પણ કશું લેવાનું નહિ.

લક્ષ્મણજી એ કહ્યું-કે તમારી કથામાં રામજી ને આનંદ થાય છે-તમારો પરિચય આપો.
લવ-કુશે કહ્યું-કે-અમે વાલ્મીકિ મુનિ ના શિષ્યો છીએ.
લક્ષ્મણજી કહે છે-કે-તે તો રામજી જાણે જ છે,તમારા માત-પિતા કોણ છે?તે તો કહો.
લવ-કુશે કહ્યું-આ પ્રશ્ન તો  ધર્મ ની -મર્યાદાની વિરુદ્ધ નો છે.
જે બ્રહ્મચારી છે-ઘર છોડી ને ગુરુકુળ માં રહ્યો છે,તેના ઘરનો પરિચય પરિચય પુછાય નહિ.
જેણે ઘરનો ત્યાગ કર્યો છે,તેને ઘરનું કોઈ સ્મરણ કરાવે તો તેને પાપ લાગે છે.
બ્રહ્મચારી ને તેનાં માતપિતા કોણ છે ? તે પુછાય નહિ.અમે વાલ્મીકિ ના શિષ્યો છીએ.

લવ-કુશે રાજ્યાભિષેક સુધી ની વાત કહી. રામજી એ કહ્યું કે મને આગળ ની કથા સાંભળવાની ઈચ્છા છે.
લવ-કુશે કહ્યું કે –અમારા ગુરુજી ની આજ્ઞા છે-કે રામ કથા રાજ્યાભિષેક સુધી ની જ કરવી,.
આગળ ની કથા કરવી નહિ.

રામ કથા રાજ્યાભિષેક સુધી ની જ થાય છે, તે પછી ની કથા કરવા જેવી નથી.



સૌજન્ય- www.sivohm.com
   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE                           

રામાયણ-55


રામજી બહુ ઓછું બોલે છે,રામજીએ જગતને બોધ વ્યાખ્યાન થી આપ્યો નથી,વર્તનથી આપ્યો છે.

રામજી એ લક્ષ્મણ ને આજ્ઞા કરી છે-સીતાજી ને કોઈ ઘોર જંગલ માં મૂકી આવ.
લક્ષ્મણજી એ ના પાડી છે.તેમનો સીતાજી માં માતૃ ભાવ છે.
રામજીએ કહ્યું-કે લક્ષ્મણ તારે આ કામ કરવું જ પડશે.

સેવા ધર્મ અતિ કઠણ છે.સેવા કરી માલિક ને સદા પ્રસન્ન રાખવા અઘરા છે.યોગી થવું કે જ્ઞાની થવું સહેલું છે.પણ સેવક બનવું અતિ કઠિન છે. સેવક ને નિરપેક્ષ (અપેક્ષા વિનાના) બનવું પડે છે.પોતાન સુખ ને મારવું પડે છે.સેવક ને હંમેશાં સેવ્ય (જેનીસેવા કરવાની છે તે) ના સુખ નો જ વિચાર કરવો પડે છે.
માલિક ની ઈચ્છા તે મારી ઈચ્છા.

મોટાભાઈ એ આજ્ઞા કરી છે.ઋષિમુનિઓના ના દર્શન કરાવવાના બહાને –લક્ષ્મણ જી સીતાજી ને ઘોર જંગલ માં લાવ્યા. લક્ષ્મણ જી થી આ સહન થતું નથી.   લક્ષ્મણ જી વીર છે-પણ બાળક ની જેમ રડે છે.
વિચારે છે-કે માતાજી ને કેમ કરી કહું કે –રામજી એ તમારો ત્યાગ કર્યો છે.

સીતાજી પૂછે છે-કે-લક્ષ્મણ તુ કેમ રડે છે ? ઘોર જંગલ માં લક્ષ્મણજી સાષ્ટાંગ પ્રણામ કરી કહે છે-કે-
માતાજી મને કહેતાં દુઃખ થાય છે-પણ લોકોપવાદ ના કારણે- રામજી એ તમારો ત્યાગ કર્યો છે.
અને મને કહ્યું છે-કે-સીતાજી ને જંગલ માં છોડી આવ. મારે આ કામ કરવું નહતું,આ કામ કરવાની મારી
ઈચ્છા પણ નહોતી,પણ હું શું કરું માલિક ની આજ્ઞા છે.

સીતાજી ધીરજ રાખી બોલ્યાં છે-મારા પતિદેવે જે કર્યું તે યોગ્ય છે,પતિની આજ્ઞા નું પાલન કરવું તે મારો ધર્મ છે. તેમનો મારા પર કેવો પ્રેમ છે તે હું જાણું છું,આ તો તેમણે લીલા કરી છે. લક્ષ્મણ તુ ચિંતા કર નહિ.
મારો ત્યાગ કર્યો તેનુ મને દુઃખ નથી, પણ તેઓ મારા સિવાય કોઈ સ્ત્રી સામું જોતાં નથી કે અડકતા પણ નથી, તો એમની સેવા કોણ કરશે તેનું મને દુઃખ થાય છે.

મને ચિંતા એ જ છે કે-ઋષિમુનિઓ મને પૂછશે કે પતિએ તારો ત્યાગ કેમ કર્યો? ત્યારે તેઓને હું શું જવાબ આપીશ ? પતિના ત્યાગ કર્યા પછી મારે જીવી ને શું કરવું છે ?પણ મારે આત્મહત્યા કરવી નથી,
મારા પેટમાં મારા પતિદેવ નું ચૈતન્ય છે, લક્ષ્મણ, મારું જીવન દુઃખ સહન કરવા માટે છે,રામ વિયોગ જેવું કોઈ દુઃખ નથી,પણ તે દુઃખ હું સહન કરીશ.
રામજી ભલે મારો ત્યાગ કરે પણ સીતાજી ને રામ માટે એટલો જ પ્રેમ છે.

લક્ષ્મણજી એ કહ્યું કે –તમારાં પિતા જનકરાજા ના મિત્ર વાલ્મીકિ નો આશ્રમ બાજુમાં જ છે,ત્યાં તમે જાવ.
લક્ષ્મણજી ત્યાં થી ગયા છે.
રામ વિયોગ માં સીતાજી વ્યાકુળ થઇ રડે છે.વાલ્મીકિ ના શિષ્યોએ તે રુદન સાંભળ્યું અને વાલ્મીકિ ને જઈ વાત કરી.વાલ્મીકિ ત્યાં આવ્યા છે,સીતાજી ને ઓળખી લીધાં,અને સીતાજી ને સમજાવી આશ્રમ માં લાવ્યા.

ચક્રવર્તી રાજા રામ ના પુત્રો નો જન્મ વાલ્મીકિ ના આશ્રમ માં થયો છે.
પુત્રોનાં નામ રાખ્યાં છે –લવ અને કુશ.

ભાગવતની રચના ગંગા કિનારે અને રામાયણ ની રચના વાલ્મીકિ નો આશ્રમ કે જે તમસા નદીને કિનારે છે ત્યાં થઇ છે.



સૌજન્ય- www.sivohm.com
   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE                           

રામાયણ-54


સીતાજી તે વખતે બોલ્યા છે-તુ આ શું માગે છે ? તુ આવું વરદાન માગે તે યોગ્ય નથી,
વેરનો બદલો તુ વેરથી આપવા માગે છે ? વેરનો બદલો તો પ્રેમથી આપવાનો હોય.
અપકાર નો બદલો ઉપકારથી આપે તે સંત. અપમાન નો બદલો માનથી આપે તે સંત.
ચારિત્ર્ય એ જ સંતો નું ભૂષણ છે. શ્રેષ્ઠ પુરુષો નો ધર્મ છે-કે- કોઈ પાપી હોય કે પુણ્યાત્મા હોય-
અથવા તો તે વધને યોગ્ય અપરાધવાળો કેમ ના હોય-પણ તે સર્વ ઉપર દયા કરે.
કારણકે-એવું કોઈ પણ પ્રાણી નથી,કે જેનાથી કોઈ અપરાધ થતો જ ના હોય.

એક પારધી જંગલ માં ગયો.ત્યાં પારધી પાછળ એક વાઘ પડ્યો,જીવ બચાવવા પારધી ઝાડ પર ચડી ગયો.
પારધી એ ઉપર જોયું તો ઉપરની ડાળ પર એક રીંછ બેઠું હતું.
નીચેથી વાઘ,રીંછ સાથે પશુ ની ભાષામાં વાત કરે છે,માનવ તારો શત્રુ છે,તને એ કોઈ દિવસ મારી નાખશે,
તેને ધક્કો મારી નીચે પાડ.
રીંછ કહે છે-કે આ માનવ મારા નિવાસસ્થાન પર આવ્યો છે,તેથી એક પ્રકારે મારી શરણ માં આવ્યો છે,તેને નીચે પાડું તો –ધર્મ નો ભંગ થાય.હું તેને ધક્કો નહિ મારું.
મોડી રાત્રે રીંછ ને નિંદ્રા આવી છે. હવે વાઘે માનવ ને કહ્યું-કે-આ રીંછ ભયંકર છે તે-તને ખાઈ જશે.
તુ રીંછ ને ધક્કો માર તો હું તેને ખાઈ જઈશ અને તુ નિર્ભય બનીશ.
માનવ કૃતઘ્ની હતો,,તેને ઊંઘતા રીંછ ને ધક્કો માર્યો, પરંતુ પરમાત્મા જેનું રક્ષણ કરે તેને કોણ મારી શકે છે? રીંછ નિંદ્રા માંથી પડ્યો પણ પ્રભુનું કરવું એવું કે એક ડાળી તેના હાથ માં આવી ગઈ અને રીંછ નીચે
પડ્યું નહિ. વાઘ હવે રીંછ ને કહે છે-કે-તેં જેનું રક્ષણ કર્યું-તેને તારી સાથે કપટ કર્યું,તુ હજુ સમજતો નથી?
તુ હજુ તેં પર વિશ્વાસ કરે છે?તુ એને ધક્કો માર.
રીંછે તે વખતે પણ ના પાડી છે.”એ ભલે તેનો ધર્મ છોડે પણ મારે મારો ધર્મ છોડવો નથી”

એક સાધારણ પશુ પણ ધર્મ નું પાલન કરે છે.
મનુષ્ય જો સ્વ-ધર્મ નું પાલન ના કરે તો તે પશુ થી પણ અધમ છે.

સીતાજી કહે છે-કે-તુ તારો ધર્મ છોડવા કેમ તૈયાર થાય છે ? વળી રાક્ષસીઓ નો કોઈ દોષ નથી,તેઓ રાવણના કહેવાથી મને ત્રાસ આપતી હતી. તેઓ રાવણ ની આજ્ઞા માં હતી.
આ દુઃખ મારા કર્મ નું ફળ છે.મેં લક્ષ્મણજી નું વિના કારણ અપમાન કર્યું હતું,તેનું આ ફળ છે.  
ઘણા દિવસ હું રાક્ષસીઓ સાથે રહી.અયોધ્યા જતાં પહેલાં રાક્ષસીઓ જે વરદાન માગશે તે હું આપીશ.
બેટા,તુ માગે છે-તેવો આશીર્વાદ હું તને નહિ આપું.

હનુમાનજી કહે છે-મા,હું સાચું કહું છું,આવી દયા તો મેં રામજી માં પણ જોઈ નથી. જયારે રામજી –રાક્ષસો ને
મારે છે-ત્યારે તે દયા ને દૂર બેસવા કહે છે.મા.તમારાં સિવાય આવી દયા કોઈ બતાવી શકે નહિ.

જે રાક્ષસીઓ સીતાજી ને ત્રાસ આપ્યો છે,તે રાક્ષસીઓ માટે પણ સીતાજી ના હૃદય માં દયા છે.તેમને વરદાન આપ્યું છે. સીતાજી પ્રેમ ની –દયાની-મૂર્તિ છે.

રામાયણ માં લખ્યું છે,કે-રામજી ને કોઈ વાર ક્રોધ આવ્યો છે,રાક્ષસો સાથે યુદ્ધ કરતાં કોઈ વખત તેમની આંખ લાલ થઇ છે.પણ જીવન માં સીતાજી ને કોઈ વખત ક્રોધ આવ્યો નથી. તેમને દુનિયા માં સર્વ જીવો ની દયા આવે છે. માતાજી ના ગુણો જો યાદ કરીએ તો ઘણી વખત રામ કરતાં પણ સીતાજી શ્રેષ્ઠ જણાય છે.

સીતાજી ના સ્મરણ માત્ર થી હૃદય પવિત્ર થાય છે,તેમણે અગ્નિપરીક્ષા આપેલી,દેવોએ પણ કહ્યું કે-
સીતાજી મહાન પતિવ્રતા છે.છતાં એક અધમ ધોબીએ સીતાજી ની નિંદા કરી.
પ્રભુ એ લક્ષ્મણ ને કહ્યું કે-અયોધ્યા ના લોકો મારા માટે-સીતાજી ને માટે ગમે તે કહે છે,મારા પર કલંક આવ્યું છે.મારી પ્રજા ને મારા વર્તન માં શંકા હોય તો મારે સીતાજી નો ત્યાગ કરવો છે.
રાજાની ગાદી રાણી ને રાજી કરવા માટે નહિ પણ પ્રજાને રાજી કરવા માટે છે.
હું સીતાજી નો ત્યાગ કરું તો આ પ્રજા સુખી થશે, ભલે અમે બંને દુઃખી થઈશું પણ પ્રજા સુખી થશે.
મારે જગત ને બોધ આપવો છે,કે રાજાનું વર્તન કેવું હોવું જોઈએ.



સૌજન્ય- www.sivohm.com
   PREVIOUS PAGE            NEXT PAGE        INDEX PAGE