મિત્રો
વર્ગખંડોમાં તમે વહેંચી હતી, એ સલાહો ઉમ્રભર પીધી હતી.
હું પણ થોડો આકરા મિજાજનો, ને સમયની માંગ પણ જીદ્દી હતી.
સાવ ખોટી આપણે આળસ કરી, થોડું ચાલ્યા હોત તો સીડી હતી.
મિત્ર સાથે થાય જો મતભેદ તો, એમ લાગે શર્ટ માં કીડી હતી.
જીંદગી ને એટલે બક્ષી નહિ, આંખ મારી કાયમી ભીની હતી.
કોઈ કરે ફરિયાદ, કોઈ પ્રાર્થના , કોઈએ બસ આંગળી ચીંધી હતી.
દિવ્ય ભાસ્કર માંથી.