બીજો કાંડ-અયોધ્યા કાંડ છે.
અયોધ્યા માં રામ રહે છે-અયોધ્યા –એટલે જ્યાં- યુદ્ધ નથી કલહ નથી,ઈર્ષ્યા નથી.
કલહ નું મૂળ પૈસા અને પ્રતિષ્ઠા હોય છે.અયોધ્યાકાંડ કહે છે-કે વેર ના કરો.જીવન થોડું છે.
અયોધ્યાકાંડ પ્રેમ નું દાન કરે છે,
રામનો ભરતપ્રેમ, રામ નો સાવકી માતા પ્રત્યે નો પ્રેમ-વગેરે આ કાંડ માં જોવા મળે છે,
રામ ની નિર્વેરતા જોવા મળે છે.
આનંદ રામાયણ માં જુદા જુદા કાંડ ની ફલશ્રુતિ આપી છે.
અયોધ્ય કાંડ નો જે પાઠ કરે તેનું ઘર અયોધ્યા બને,ઝગડા વિનાનું અને નિર્વેર બને
શાસ્ત્ર તો કહે છે-કે-પહેલાં ઘરનાં એક એક મનુષ્ય માં ભગવદભાવ રાખવો.
મંદિરમાં મૂર્તિ માં રહેલા ભગવાન આપણું ભલું કરવા જલ્દી આવતા નથી,
તે મૂર્તિ માં પહેલાં ભગવદભાવ સ્થિર કરવો પડે છે,પણ બોલતા “દેવ’ માં (ઘર ના માણસમાં)
જે ભાવ સ્થિર ના કરી શકે તે મૂર્તિ માં ભાવ સ્થિર કરી શકતો નથી.
પ્રભુ એ સૃષ્ટિ ઉત્પન્ન કર્યા પછી,એક એક પદાર્થમાં પ્રવેશ કર્યો. તે પ્રવેશ ના કરે-ત્યાં સુધી સૃષ્ટિ
નકામી છે.માટે જગતના દરેકમાં ઈશ્વરભાવ રાખવાનો છે.
ભાઈના સુખ માટે રામ હસતાં હસતાં વનમાં ગયા.ભરતનો રામ માટે પણ એવો જ દિવ્ય પ્રેમ છે.
ભરતે રાજ્ય લેવાની ના પાડી છે. ભરત ને રાજ્ય જોઈતું નથી.
દ્રવ્ય-કીર્તિ ના લોભ માં યુદ્ધ થાય છે. અયોધ્યા કાંડ માં કોઈ ને લોભ નથી,
ગુહકે પોતાનું રાજ્ય રામજી ના ચરણ માં અર્પણ કર્યું પણ રામજીએ તે લીધું નથી.
આ કાંડ માં લોભ નથી એટલે યુદ્ધ નથી.બાકી ના –છ-દરેક કાંડ માં યુદ્ધ ની કથા છે.
બાલકાંડ માં રામજી નું રાક્ષસો સાથે નું યુદ્ધ,અરણ્યકાંડ માં ખર-દૂષણ સાથે યુદ્ધ,
કિષ્કિંધાકાંડ માં વળી અને સુગ્રીવ વચ્ચે યુદ્ધ,સુંદરકાંડ માં હનુમાનજી અને રાક્ષસો સાથે યુદ્ધ,
લંકા કાંડ માં રામ અને રાવણ નું યુદ્ધ, અને-
ઉત્તરકાંડ માં ભરતજી દિગ્વિજય કરવા નીકળ્યા છે ત્યારે રાજાઓ સાથે યુદ્ધ.
સમાજ ને સુધારવો કઠણ છે,મનુષ્ય પોતાના ઘરને,પોતાના મનને,પોતાના સ્વભાવને સુધારે તો પણ ઘણું.
અયોધ્યા કાંડ પછી અરણ્યકાંડ આવે છે.
અરણ્યકાંડ નિર્વાસન બનાવે છે,નિર્વેર થાય પછી પણ વાસના ત્રાસ આપે છે,
આ કાંડ ના પાઠ થી મનુષ્ય નિર્વાસન થશે.
અરણ્યમાં (વનમાં) રહી –મનુષ્ય તપ ના કરે ત્યાં સુધી જીવન માં દિવ્યતા આવતી નથી.
રામજી રાજા હોવાં છતાં-સીતાજી સાથે અરણ્યમાં રહી તપશ્ચર્યા કરી છે,પછી રાજા થયા છે.
પહેલા તપશ્ચર્યા કરી હશે તો,ભોગ ભોગવવામાં –સાવધાન રહેવાશે.
જેટલા મોટા મહાત્માઓ થયા –તે તપશ્ચર્યા વગર થયા નથી.
આચાર્ય મહાપ્રભુજીએ-ઉઘાડા પગે ભારતની પ્રદિક્ષણા કરી છે,બે વસ્ત્રથી વધારે કશું સાથે રાખતા નહોતા.