=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: રામાયણ-55

રામાયણ-55


રામજી બહુ ઓછું બોલે છે,રામજીએ જગતને બોધ વ્યાખ્યાન થી આપ્યો નથી,વર્તનથી આપ્યો છે.

રામજી એ લક્ષ્મણ ને આજ્ઞા કરી છે-સીતાજી ને કોઈ ઘોર જંગલ માં મૂકી આવ.
લક્ષ્મણજી એ ના પાડી છે.તેમનો સીતાજી માં માતૃ ભાવ છે.
રામજીએ કહ્યું-કે લક્ષ્મણ તારે આ કામ કરવું જ પડશે.

સેવા ધર્મ અતિ કઠણ છે.સેવા કરી માલિક ને સદા પ્રસન્ન રાખવા અઘરા છે.યોગી થવું કે જ્ઞાની થવું સહેલું છે.પણ સેવક બનવું અતિ કઠિન છે. સેવક ને નિરપેક્ષ (અપેક્ષા વિનાના) બનવું પડે છે.પોતાન સુખ ને મારવું પડે છે.સેવક ને હંમેશાં સેવ્ય (જેનીસેવા કરવાની છે તે) ના સુખ નો જ વિચાર કરવો પડે છે.
માલિક ની ઈચ્છા તે મારી ઈચ્છા.

મોટાભાઈ એ આજ્ઞા કરી છે.ઋષિમુનિઓના ના દર્શન કરાવવાના બહાને –લક્ષ્મણ જી સીતાજી ને ઘોર જંગલ માં લાવ્યા. લક્ષ્મણ જી થી આ સહન થતું નથી.   લક્ષ્મણ જી વીર છે-પણ બાળક ની જેમ રડે છે.
વિચારે છે-કે માતાજી ને કેમ કરી કહું કે –રામજી એ તમારો ત્યાગ કર્યો છે.

સીતાજી પૂછે છે-કે-લક્ષ્મણ તુ કેમ રડે છે ? ઘોર જંગલ માં લક્ષ્મણજી સાષ્ટાંગ પ્રણામ કરી કહે છે-કે-
માતાજી મને કહેતાં દુઃખ થાય છે-પણ લોકોપવાદ ના કારણે- રામજી એ તમારો ત્યાગ કર્યો છે.
અને મને કહ્યું છે-કે-સીતાજી ને જંગલ માં છોડી આવ. મારે આ કામ કરવું નહતું,આ કામ કરવાની મારી
ઈચ્છા પણ નહોતી,પણ હું શું કરું માલિક ની આજ્ઞા છે.

સીતાજી ધીરજ રાખી બોલ્યાં છે-મારા પતિદેવે જે કર્યું તે યોગ્ય છે,પતિની આજ્ઞા નું પાલન કરવું તે મારો ધર્મ છે. તેમનો મારા પર કેવો પ્રેમ છે તે હું જાણું છું,આ તો તેમણે લીલા કરી છે. લક્ષ્મણ તુ ચિંતા કર નહિ.
મારો ત્યાગ કર્યો તેનુ મને દુઃખ નથી, પણ તેઓ મારા સિવાય કોઈ સ્ત્રી સામું જોતાં નથી કે અડકતા પણ નથી, તો એમની સેવા કોણ કરશે તેનું મને દુઃખ થાય છે.

મને ચિંતા એ જ છે કે-ઋષિમુનિઓ મને પૂછશે કે પતિએ તારો ત્યાગ કેમ કર્યો? ત્યારે તેઓને હું શું જવાબ આપીશ ? પતિના ત્યાગ કર્યા પછી મારે જીવી ને શું કરવું છે ?પણ મારે આત્મહત્યા કરવી નથી,
મારા પેટમાં મારા પતિદેવ નું ચૈતન્ય છે, લક્ષ્મણ, મારું જીવન દુઃખ સહન કરવા માટે છે,રામ વિયોગ જેવું કોઈ દુઃખ નથી,પણ તે દુઃખ હું સહન કરીશ.
રામજી ભલે મારો ત્યાગ કરે પણ સીતાજી ને રામ માટે એટલો જ પ્રેમ છે.

લક્ષ્મણજી એ કહ્યું કે –તમારાં પિતા જનકરાજા ના મિત્ર વાલ્મીકિ નો આશ્રમ બાજુમાં જ છે,ત્યાં તમે જાવ.
લક્ષ્મણજી ત્યાં થી ગયા છે.
રામ વિયોગ માં સીતાજી વ્યાકુળ થઇ રડે છે.વાલ્મીકિ ના શિષ્યોએ તે રુદન સાંભળ્યું અને વાલ્મીકિ ને જઈ વાત કરી.વાલ્મીકિ ત્યાં આવ્યા છે,સીતાજી ને ઓળખી લીધાં,અને સીતાજી ને સમજાવી આશ્રમ માં લાવ્યા.

ચક્રવર્તી રાજા રામ ના પુત્રો નો જન્મ વાલ્મીકિ ના આશ્રમ માં થયો છે.
પુત્રોનાં નામ રાખ્યાં છે –લવ અને કુશ.

ભાગવતની રચના ગંગા કિનારે અને રામાયણ ની રચના વાલ્મીકિ નો આશ્રમ કે જે તમસા નદીને કિનારે છે ત્યાં થઇ છે.



સૌજન્ય- www.sivohm.com
   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE