=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: રામાયણ-53

રામાયણ-53


સીતાજી દોડતાં ,કૌશલ્યા પાસે ગયાં છે.
કહ્યું-કે એમની આંખ ઉઘાડી,મોઢું ઉઘાડું,હાંફતા હોય તેવું દેખાય છે,કંઈ બોલતા નથી અને સૂતા પણ નથી.
કૌશલ્યા કહે છે-કે-કોઈ રાક્ષસ ની નજર તો લાગી નથી ને ? વશિષ્ઠ જી ને બોલાવ્યા.

વશિષ્ઠ જી સમજી ગયા છે,આજે ભગવાન ના કોઈ લાડીલા ભક્ત નો અપરાધ થયો હશે.
ભક્ત નું અપમાન થાય કે ભક્ત દુઃખી થાય તો ભગવાન ને નિંદ્રા આવતી નથી.
વશિષ્ઠ જી એ પૂછ્યું-કે આજે કંઈ ગરબડ તો નથી થઇ ને ?

સીતાજી કહે છે-કે-હનુમાનજી માટે કોઈ સેવા રાખી નહિ,તેથી આમ બન્યું હોય.હનુમાનજી ની સેવા ગઈ-
ત્યારથી તેમણે ભોજન પણ બરાબર કર્યું નથી.
અને હનુમાનજી ને ચપટી વગાડવાની સેવા આપી છે-તેનો આખો પ્રસંગ વર્ણવી બતાવ્યો.

બધા રાજમહેલ માં આવ્યા છે.હનુમાનજી રાજમહેલ ની અગાસી માં ચપટી વગાડતાં રામનામનો જપ
કરતાં નાચી રહ્યા છે.
વશિષ્ઠ જીએ કહ્યું-કે મહારાજ કિર્તન ભલે કરો પણ ચપટી વગાડશો નહિ,ચપટી વગાડશો તો –
રામજી ને બગાસું આવશે. ચપટી બંધ થઇ અને રામજી નાં બગાસાં બંધ થયાં.

આખું જગત રામજી ને આધીન છે-અને રામજી –હનુમાનજી (ભક્ત) ને આધીન છે.

હનુમાનજી કહે છે-કે-
“દેહ (શરીર) બુદ્ધિ થી હું રામજીનો દાસ છું,
જીવ (આત્મા)-બુદ્ધિ થી –હું રામજી નો અંશ છું,અને
આત્મ-દૃષ્ટિ થી વિચાર કરો-તો હું અને મારા પ્રભુ એક જ છીએ.
મારામાં અને રામ માં ભેદ (ફરક) નથી.”

ભક્ત અને ભગવાન એક જ છે. “બ્રહ્મ”ને જાણનારો –“બ્રહ્મ” થી અલગ રહી શકતો નથી.

રામાયણ નું એક એક પાત્ર અતિ દિવ્ય છે. ભરત જેવો ભાઈ થયો નથી,સીતા જેવી સ્ત્રી થઇ નથી.
સીતાજી ની સરળતા,ઉદારતા,દયાળુતા,પતિવ્રતાપણું –અદભૂત છે.

અરણ્યકાંડ માં જયંત ની કથા આવે છે.ઇન્દ્રપુત્ર –જયંત કાગડાનું રૂપ લઈને આવ્યો છે.માતાજીના પગ માં ચાંચ મારી.પગ માંથી લોહી નીકળવા લાગ્યું. રામજી જયંત ને સજા કરવા તૈયાર થયા છે,
પણ સીતાજી રામજી ને વારે છે. અપરાધી પર સીતાજી દયા બતાવે છે.

વાલ્મીકિ રામાયણ માં એક પ્રસંગ આવે છે. રાવણ સાથેનું યુદ્ધ પૂરું થયું છે,હનુમાનજી અશોકવનમાં
સીતાજી પાસે આવ્યા છે,અને કહે છે-કે-મા,તમારા આશીર્વાદ થી આપણી જીત થઇ છે,સર્વ રાક્ષસો નો વિનાશ થયો છે.રામજી નો વિજય થયો છે,તમારો દાસ હવે તમને રામ દર્શન કરાવશે.
સીતાજી ને અતિ આનંદ થયો છે.હનુમાનજી ને અનેક આશીર્વાદ આપ્યા છે.
“મોટા મોટા સાધુસંતો તને ગુરૂ માની તારી પૂજા કરશે,અષ્ટસિદ્ધિઓ હાથ જોડી તારી સેવામાં ઉભી રહેશે.
મારો આશીર્વાદ છે-કે-કાળ પણ તને મારી શકશે નહિ.”

હનુમાનજી ને આશીર્વાદ થી સંતોષ થયો નથી.કહે છે-કે-મને એક આશીર્વાદ માંગવાની ઈચ્છા છે.
સીતાજી કહે છે-કે માગ તુ જે માગે તે હું આપીશ.
હનુમાનજી કહે છે-કે-રામજી નો સંદેશો લઇ પહેલીવાર જયારે હું આવ્યો હતો,ત્યારે મેં મારી નજરે જોયું હતું કે-આ રાક્ષસીઓ તમને બહુ ત્રાસ આપતી હતી. રાક્ષસો નો તો પ્રભુ એ વિનાશ કર્યો છે,પણ તમે
આજ્ઞા આપો તો એક એક રાક્ષસીઓ નો વિનાશ કરું.એવા મને આશીર્વાદ આપો.



સૌજન્ય- www.sivohm.com
   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE