=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: એપ્રિલ 2016

સુરાવલી

બાદબાકી જ બાદબાકી છે,અહી,સરવાળો કરવાનો બાકી છે,
સર્જાઈ સુરાવલી -તો મારો સૂર પૂરાવવાનો કેમ હજુ બાકી છે?


તુટ્યો હતો જે તાર સિતારનો કાલે,સાંધવાનો તે હજુ બાકી છે,
બારણે આવી ઉભો પવન,રાહ કોની જોવાની હજુ બાકી છે?


સાથ જો પવનનો હશે,તો શું નિશાન નહિ છેદાઈ જાય,આપોઆપ?
સરવાળો કરી જ નાખ આજે તો,બાદબાકી કોના માટે હજુ બાકી છે?

સોમ ૧-૪-૧૬



તાર સિતારના કર્યા તૈયાર જ્યાં આજે,
મથીને ધણધણાવ્યા તે તાર ને આજે,

હજુ રાહ કોની જોઈ રહ્યું છે, આ મન?
સુરાવલી હજુ કેમ ના છેડાય છે આજે?

સોમ ૧-૪-૧૬