=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: મે 2014

રામાયણ-રહસ્ય-04


ઘણા મહાત્માઓ કહે છે કે-પરમાત્મા અંશી છે અને જીવ ઈશ્વરનો અંશ છે.
સોનાની લગડીનો ટુકડો જેમ સોનું જ છે,તેમ પૂર્ણ આનંદ ઈશ્વર (અંશી) નો અંશ પણ આનંદ સ્વ-રૂપ જ છે.

જેમ, જળ નો સહજ ગુણ જેમ શીતળતા છે,અગ્નિ નો સહજ ગુણ જેમ ઉષ્ણતા છે,
તેમ જીવ નો સહજ ગુણ આનંદ છે.પણ અવિદ્યા (અજ્ઞાન-માયા) રૂપી પડળ ફરી વળતાં જીવ તે વાત ભૂલી ગયો છે.તેને પોતાના સ્વ-રૂપ નું વિસ્મરણ થયું છે.
જીવ ને આ ભૂલી ગયેલી વાત નું સ્મરણ થાય તેને માટે હરિકથા અને હરિનામ નો આશ્રય લેવાનો છે.

સમુદ્ર ને તરવા માટે જેવી રીતે નૌકા છે,તેમ આ સંસાર સમુદ્ર ને તરવા ની નૌકા હરિકથા-હરિનામ છે.
વાલ્મીકિજી એ આપણા પર દયા કરી આ હરિકથા-રામકથા –રૂપી નૌકા નું દાન કર્યું છે.

આનંદ એ જો પરમાત્મા નું સહજ સ્વરૂપ છે,તો આત્મા (જીવ) નું પણ એ જ સ્વરૂપ કહી શકાય.
સુખ-દુઃખ એ આત્મા ના ધર્મ નથી.આત્મા એ સુખ-દુઃખ થી લેપાતો નથી.
જે આ સાચી રીતે સમજે છે તે,સુખ-દુઃખ ને અસ્વાભાવિક સમજી તેની અસર થી દૂર રહે છે.

સુખ અને દુઃખ નિત્ય ટકતું નથી,બંને અનિત્ય અને  ક્ષણભંગુર છે.
નિત્ય એ માત્ર પરમાત્મા નો સહજ-સ્વાભાવિક આનંદ છે.માટે સુખ-દુઃખ ની આળપંપાળ કરવી જોઈએ નહિ.
જીવ પોતે પણ આનંદ-સ્વ-રૂપ હોવાં છતાં પોતાની અંદર આનંદ શોધવાને બદલે, બહાર આનંદ ખોળે છે.એ માર ખાય છે,અને આનંદ પામી શકતો નથી.

એક મૂર્ખ માણસ હતો તેની વીંટી ખોવાઈ ગઈ,અને ઘરની બહાર રસ્તામાં વીંટી શોધતો હતો.
ત્યાં કોઈકે પૂછ્યું કે-ભાઈ તું શું શોધે છે ?તો પેલો માણસ કહે છે કે-વીંટી શોધું છું.
પેલાએ પૂછ્યું કે –શું વીંટી અહીં પડી ગઈ છે?ત્યારે પેલો માણસ કહે છે કે-
વીંટી તો ઘરમાં પડી ગઈ છે પણ ઓરડામાં અંધારું છે એટલે અહીં બહાર અજવાળા માં ખોળવા આવ્યો છું.

આવી જ કંઈક વાત જીવ ની છે. પોતાની અંદર રહેલા આનંદ ને તેની જગ્યાએ ખોળવા ને બદલે તે
આનંદ ને સંસારમાં ખોળે છે.એને  કોઈ પૂછે તો કહે છે કે-
“હું સંસારમાં રહું છું એટલે આનંદ ને સંસારમાં ખોળું છું”
પરંતુ સંસારના વિષયો માણસને આનંદ આપતા નથી.સ્ત્રી,ધન,યશ,ઘર,ગાડી-એ કશામાં સાચો આનંદ નથી.
જેમ,જયારે શરીર પર ગલી-પચી કરવામાં આવે તો તે ક્ષણિક આનંદ આપે,માત્ર થોડા સમય માટે,
તેમ સંસાર નો આ આ ક્ષણિક આનંદ છે,તે સાચો નથી.

આનંદ માત્ર તેના ઉદ્ગમસ્થાન માં થી જ મળે.
જે વસ્તુ જ્યાં હોય,ત્યાં શોધો તો જ તે મળે.જ્યાં નથી ત્યાં શોધો તો માથું પછાડી મરો તો યે તે ના મળે.
સંસાર ના વિષયો આનંદ આપતા નથી,પણ સુખ-દુઃખ આપે છે.
જે સુખ આપે તે જ એક દિવસ દુઃખ પણ આપે છે.

જીવ ને આવા નાશવંત સુખ ની નહિ પણ,સદા ટકે તેવા નિત્ય સુખ ની –આનંદની ભૂખ છે.
એને એવું સુખ જોઈએ છે કે જે કદી ખૂટે નહિ કે ખોવાય નહિ.
સંસારના વિષયોમાં આનંદ છે એવું ઘડીભર માની લઈએ,પણ એમ માની લેવાથી કંઈ વળતું નથી.
પણ જીવ ને વારંવાર અનુભવ થાય છે કે-ક્ષણો માં તે સુખ જતું રહે છે.અને દુઃખ નું આગમન થાય છે.
તેમ છતાં જીવ સુધરતો નથી.
PREVIOUS PAGE       INDEX PAGE         NEXT PAGE



રામાયણ-રહસ્ય-03

આ શરીર પણ એક બ્રહ્માંડ છે,અલબત્ત,વિરાટ બ્રહ્માંડ નું એક નાનું સ્વરૂપ.
એ પ્રત્યેક બ્રહ્માંડ (પ્રત્યેક શરીર) માં શ્રીરામ નો અવતાર થાય છે.
આવું જો સમજવામાં આવે તો જીવન –ઉમદા અને આશાભર્યું બની જાય.જેવી જીવન માં ઈશ્વર દર્શન ની વ્યાકુળતા પેદા થાય કે તરત જ,  અંતઃકરણ માં રહેલા શ્રીરામ ના અવતાર ની ક્ષણ નો અનુભવ થાય.(અંતરમાં ના રામનાં દર્શન થાય)

રામકથા એ કોઈ ભૂતકાળ ની કથા જ છે એવું નથી.
રામાયણ માં વ્યક્ત થતી સમસ્યાઓ આજે પણ આપણા જીવનમાં જોવા મળે છે.
મે શ્રીરામ નિત્ય અને ચિરંતન છે.તુલસીદાસજી ના શ્રીરામ એ કંઇ સામાન્ય મનુષ્ય નથી,
કારણકે સામાન્ય મનુષ્ય તો કાળ ના પ્રવાહમાં પુરાણો બની જાય છે,ને આજના પ્રશ્નો નું સમાધાન આપી શકતો નથી. એટલે શ્રીરામ શાશ્વત છે,અને એમને આપેલાં સમસ્યાઓના સમાધાન પણ શાશ્વત છે.
માટે રામાયણ એ આચરણ નો ગ્રંથ છે.

રાવણ વધ પછી શ્રીશંકર,રામજી ને મળવા આવે છે,ત્યારે કહે છે કે-“મામ અભિરક્ષય”(મારું રક્ષણ કરો)
આ નવાઈ ની વાત છે,શ્રીશંકર વળી શી બાબતે રક્ષા માગે છે? તો કહે છે કે-
“પ્રભુ તમે રાવણ ને માર્યો,પણ કામ,ક્રોધ,લોભ,મોહ-આ બધા હૃદયમાં વસેલા રાવણો મર્યા નથી ત્યાં સુધી સંસાર માં શાંતિ નથી.”

રામ ની લીલા પતી ગઈ નથી,હજુ ચાલુ જ છે.....એ રામાયણ નું રહસ્ય છે.
હજી કુમતિ (દુર્બુદ્ધિ) રૂપી અહલ્યા ને સુમતિ (સદબુદ્ધિ) માં ફેરવવાની છે.
હજુ વિભીષણ ને અસત્ય (રાવણ) નો આશ્રય છોડવાનો છે.
જો આમ રામાયણ ના પાત્રો ને લઇ ને જીવન ને જોતાં થવાય તો,પ્રભુ ની સાથે નો સંબંધ પાકો થાય.
પછી રામાયણ નાં તે પાત્રો આપના જીવન ની સાથે ચાલનાર પાત્રો થશે,ભાઈ,પિતા,પુત્ર કે મિત્ર થશે.

લોકો મંદિર માં રામજી ના દર્શન કરવા જાય છે ત્યારે રામજી ની મૂર્તિ જોઈ ને વિચારે છે કે-
આ રામજી તો મારા જેવા હાથ-પગ વાળા જ છે.ભગવાન નું મનુષ્ય સ્વરૂપ જોઈ ને ઘણા ને ભગવાન
વિષે જાતજાતની કુશંકાઓ થાય છે.
પણ મૂર્તિ જોઈને રામજી ના આનંદ-સ્વ-રૂપ નો વિચાર કરવાનો છે.
પરમાત્મા ના સર્વ-વ્યાપી સ્વ-રૂપ ની ઝાંખી કરવાની છે.
રામજી નું મૂર્તિ નું સ્વ-રૂપ (સાકાર સ્વ-રૂપ) તો
“કેવળ નિરાકાર ની કલ્પના કરવામાં મદદરૂપ થાય” એટલા માટે જ છે.

વેદાંત કહે છે કે-ઈશ્વર અરૂપ છે,નિરંજન અને નિરાકાર છે.
ભક્તો (વૈષ્ણવો) કહે છે કે-ઈશ્વર “અનંત-રૂપ” છે.(અનંત આકાર વાળો છે) ઈશ્વર ને કોઈ એક આકાર નથી.
સર્વ-વ્યાપી,શક્તિમાન ઈશ્વર “પ્રેમ ને કારણે”  આકાર ધારણ કરે છે.
સૂક્ષ્મ માંથી સ્થૂળ (શરીર) રૂપે પ્રગટ થાય છે.
સોનાનો દાગીનો જેમ સુવર્ણ છે,અને ખાંડ નું રમકડું જેમ ખાંડ છે,તેમ પરમાત્મા નું આખું સ્વરૂપ
આનંદમય છે.એ નિર્લેપ,પરિપૂર્ણ,સચ્ચિદાનંદ સ્વરૂપ છે.
પણ દુઃખની અને આશ્ચર્યની વાત છે કે માનવી આ વાત જાણે પણ છે અને ભૂલી પણ ગયો છે.

PREVIOUS PAGE     INDEX PAGE            NEXT PAGE



રામાયણ-રહસ્ય-02

આ જગત પ્રભુ નો આવિર્ભાવ છે,જગતમાં સર્વ જગ્યાએ પ્રભુ સિવાય બીજું કશું નથી.પ્રભુ નું સ્વ-રૂપ એ આનંદ-સ્વ-રૂપ છે.
રામજી ના ચરણમાં આનંદ,રામજી ના મુખમાં આનંદ,રામજી ના હાથમાં આનંદ.....રામજી નું આખું શ્રી-અંગ આનંદ-આનંદ છે.આનંદ સિવાય બીજું કશું નથી.

કેટલાક કહે છે કે “ઈશ્વરમાં આનંદ” છે,પરંતુ તેમ નથી, “ઈશ્વર જ આનંદ છે."
ઈશ્વર અને આનંદ એ બે અલગ તત્વો નથી. ઈશ્વર થી અલગ-ઈશ્વર થી સ્વતંત્ર કોઈ તત્વ છે જ નહિ.વ્યાસજી કહે છે કે-પરમાત્મા આનંદ-મય છે,આનંદ અને ઈશ્વર ભિન્ન નથી.
આ જ અદ્વૈત સિદ્ધાંત છે.


આનંદ,ઈશ્વર,રામ,કૃષ્ણ-એ બધાં એક ઈશ્વરનાં જ નામ છે.
સોનાની લગડીમાંથી એક મૂર્તિ બનાવી,તો મૂર્તિ ના હાથ,પગ,આંખ,મુખ,-બધે સોનું જ છે,
જેમ,સોનું એક જ છે,અલગ નથી,તેવી રીતે ઈશ્વરનું સ્વ-રૂપ આનંદ-મય છે.

તુલસીદાસજી ને કોઈએ પૂછ્યું કે-ઈશ્વર સગુણ છે કે નિર્ગુણ?
ત્યારે તુલસીદાસે જવાબ દીધો કે-“હિય નિર્ગુણ-નયનનિ સગુણ”
(ઈશ્વર મારા હૈયામાં નિર્ગુણ-નિરાકાર છે,પણ મારી આંખોમાં સગુણ-સાકાર છે.)
અંતર્યામી-રૂપે પ્રભુ હૃદયમાં તો બેઠો છે,પણ તેનાથી આંખને સંતોષ થતો  નથી,
આંખ ને તો પ્રભુ ની રૂપ-માધુરી જુએ તો જ સંતોષ થાય,તૃપ્ત થાય.

અને જીભ ની વાત તો વળી અનોખી જ છે.
તુલસીદાસ કહે છે –“રસના સુનામ” (જીભે રામ-નામ છે.)
સગુણ અને નિર્ગુણ એ દાબડી ના બે ભાગ છે,અને એ દાબડી માં સંતાડેલું રત્ન તે રામ-નામ છે.
ઈશ્વર ને નામ દઈ ને પોકારો તો તે-જેવો હશે તેવો આવી ને પ્રગટ થશે.
હું તો સગુણ-નિર્ગુણ બેય નું સ્વાગત કરું છું,બેય મારા આદરણીય અતિથી છે.

જે જ્ઞાની છે તે સમુદ્રમાં મોતી  લેવા ડૂબકી મારતા મરજીવા જેવો છે,તે રામ-ચરિત્ર ના ઊંડા જળમાં
ડૂબકી મારે છે,ને પોતાને ભગવાન માં ડૂબાડી દે છે,ત્યારે,
જે ભક્ત છે તે સ્વયં ભગવાન ને પોતાની અંદર ખેંચી લાવે છે,તે રામ-ચરિત્રની મધુરતાનો આનંદ માણે છે.
ભક્ત ધારે તે રૂપ ભગવાન પાસે લેવડાવે છે.

કાકભુશુંડિ શ્રીરામ ના ઉદરમાં અનંત બ્રહ્માંડો નું દર્શન કરે છે,સો કલ્પ સુધી તે બ્રહ્માંડો માં વિહરે છે,
ને તે પછી જયારે બહાર આવે છે ત્યારે માત્ર બે ઘડી જ વીતી હોય છે!!
આનો અર્થ એ કે-દેશ અને કાળ જેની આપણે ખૂબ માથાફોડી કરીએ છીએ-તે તત્વતઃ કશું નથી.
ગમે તે દેશમાં કે ગમે તે કાળ માં રામજી નાં દર્શન થઇ શકે છે.શ્રીરામ શાશ્વત છે.

PREVIOUS PAGE            INDEX PAGE                NEXT PAGE

રામાયણ-રહસ્ય-01 (રામાયણ માહાત્મ્ય)

રામાયણ માહાત્મ્ય
રામાયણ એ મર્યાદા-સંહિતા છે.
રામજી ની કથા નો,રામજી ના દર્શન નો મહિમા છે,
અને તેના કરતાં પણ વધારે રામજી ના “નામનો (રામ-નામ નો) મહિમા છે.

જેટલા અયોધ્યાવાસીઓ એ રામજી નાં દર્શન કર્યા તેમને રામે તાર્યા છે,રામ-ચરિત્ર ના અંતે રામજી તે સર્વે ને સદેહે વૈકુંઠ માં લઇ ગયા છે,
તે અયોધ્યા-વાસીઓથી પણ લાખો ઘણા વધારે ને “રામ-નામેતાર્યા છે.એટલે સ્વયં રામજી ના કરતાં પણ રામ-નામ નો મહિમા વધારે છે.

રામાયણ પણ ભાગવત ની જેમ સમાધિ-ભાષા નો ગ્રંથ છે.
રામાયણ માં શ્રી રામ હંમેશા ધનુષ્ય-બાણ સજ્જ રાખે છે.ધનુષ્ય-બાણ વગરના રામ નાં દર્શન
ક્યાંય થતા નથી,ભલે તે વન માં હોય કે રાજ્યાસન પર બિરાજેલા હોય.

ઉપનિષદ માં ધનુષ્ય ને પ્રણવ ની-એટલે કે-કાર ની ઉપમા આપેલી છે.
પ્રણવ ને ધનુષ્ય અને આત્મા ને શર (એટલે કે બાણ) કહ્યું છે.
પ્રણવ-રૂપી (કાર-રૂપી) ધનુષ્ય પર આત્મા-રૂપી બાણ ચડાવી,પરમાત્મા-રૂપી (બ્રહ્મ-રૂપી )
લક્ષ્ય ને વીંધવાનું છે.(એટલે કે કાર ની મદદ થી આત્મા-પરમાત્મા નું ઐક્ય કરવાનું છે)

બીજી રીતે કહીએ તો-કાર (રામજી નું ધનુષ્ય) એ જ્ઞાન છે,અને બાણ વિવેક નું સ્વરૂપ છે.
જ્ઞાન-રૂપી ધનુષ્ય ઉપર મનુષ્ય જો વિવેક-રૂપી બાણ ચડાવે તો ધાર્યું લક્ષ્ય સિદ્ધ કરી શકે.
એટલે શ્રીરામ ની પેઠે આપણે પણ ધનુષ્ય-બાણ સજ્જ રાખવાનાં છે.

ભક્તો ના રક્ષણ માટે,ઋષિ-મુનિઓ ના યજ્ઞ ના રક્ષણ માટે,રાજ-ધર્મ ની મર્યાદા માટે,
રાક્ષસો સામે લડી ને તેમનો સંહાર કરવા માટે જેમ રામજી એ ધનુષ્ય-બાણ સજ્જ રાખ્યા હતાં,
તેમ આપણે પણ કામ,ક્રોધ,મોહ,મદ,મત્સર-વગેરે રાક્ષસો સામે લડવાનું છે.
વાસના-રૂપી તાડકા,મારીચ અને શૂર્પણખા સામે લડવાનું છે.

કઈ ઘડીએ અને કઈ બાજુથી આ રાક્ષસ -રાક્ષસીઓ આપના પર હુમલો કરશે એની ખબર નથી,
એટલે જ રામજી ની પેઠે,ચોવીસ કલાક-બારે મહિના -આપણા ધનુષ્ય બાણ સજ્જ રાખવાનાં છે.
જે ક્ષણે-ક્ષણે સાવધાન રહે છે,તેમની આગળ રાક્ષસોનું  કંઇ ચાલતું નથી,
આવો મર્યાદા-પુરુષોત્તમ રામજી નો તેમની પોતાની જીવન-લીલા માંથી બોધ છે.

જેમ ભાગવતમાં શ્રીકૃષ્ણ એ પરમાત્મા નું નામ-સ્વ-રૂપ છે,અને ભાગવતમાં પોતાનું તેજ મુક્યું છે,
તેમ રામાયણ માં શ્રીરામ એ પરમાત્મા નું નામ-સ્વ-રૂપ છે.અને રામાયણ માં પોતાનું તેજ મુક્યું છે.
પરમાત્મા ના નામ માં અપાર શક્તિ છે.પરમાત્મા માં જે શક્તિ છે તે પરમાત્મા ના નામમાં છે.
પરમાત્મા દુર્લભ છે,પણ પરમાત્મા નું નામ અતિ સુલભ છે.

શ્રીરામ સાક્ષાત પરમાત્મા છે,એ સગુણ છે અને નિર્ગુણ પણ છે.સાકાર છે અને નિરાકાર પણ છે.
કેટલાક કહે છે કે-પરમાત્મા તો નિર્ગુણ-નિરાકાર છે.
પરંતુ,પરમાત્મા સર્વજ્ઞ,સર્વત્ર,અને સર્વશક્તિમાન છે.
પરમાત્મા સગુણ-સાકાર ના થઇ શકે એવો પરમાત્મા ની શક્તિ પર અંકુશ મૂકનાર,મનુષ્ય,
ખરેખર,પરમાત્મા ને (સત્ય રીતે) સમજ્યો જ નથી.

લોકો પરમાત્મા સાથે પ્રેમ કરે એટલા માટે પ્રભુએ સાકાર સ્વ-રૂપ (દેવ-અવતાર-રૂપ) ધારણ કર્યું છે.
યોગીઓ સમાધિ માં જે આનંદ નો અનુભવ કરે છે,તેવો જ આનંદ ભક્તો પ્રભુ ના ધ્યાન-દર્શન માં કરે છે.
ભક્તો માટે જ આનંદ-સ્વ-રૂપ પરમાત્મા આકાર ધારણ કરે છે.આનંદ જ શ્રીરામ રૂપે પ્રગટ થાય છે.

પૃથ્વી પર નો કોઈ એક મામૂલી રાજા ખુશ થઇ જાય તો,રાજ-મહેલમાંથી બહાર દોડી આવી દર્શન આપે છે,તો પ્રભુ તો સર્વ શક્તિમાન છે.તે કેમ સાકાર બની દર્શન આપી ના શકે?
નિરાકાર (બ્રહ્મ) આકાર ધારણ કરે છે,પણ તેનું સ્વ-રૂપ તો તેનું તે જ રહે છે.


START-RAMAYAN-            INDEX PAGE            NEXT PAGE



રામાયણ-61


ભાગવત માં જેમ દશમ સ્કંધ છે-તેમ રામાયણ માં સુંદરકાંડ છે.
સુંદરકાંડ માં હનુમાનજી ને સીતાજી નાં દર્શન થાય છે. સીતાજી –એ પરાભક્તિ છે.
જેમનું જીવન સુંદર થાય એને પરાભક્તિ નાં દર્શન થાય છે.
સમુદ્રને (સંસાર સમુદ્ર ને) ઓળંગી ને જે જાય, ત્યારે તેને પરાભક્તિ નાં દર્શન થાય.

તે ઓળંગે છે-માત્ર હનુમાનજી.બ્રહ્મચર્ય અને રામનામ ના પ્રતાપે હનુમાનજી માં દિવ્ય શક્તિ છે.
સમુદ્ર ઓળંગે એટલે પહેલાં રસ્તામાં “સુરસા” (સારા રસો) મળે છે.સુરસા ત્રાસ આપે છે.
નવીન રસ લેવાવાળી વાસનામય જીભ (ઇન્દ્રિયો) એટલે જ સુરસા.
જેને  સંસ્રાર-સમુદ્ર ઓળંગવો હશે –તેણે- જીભને (ઇન્દ્રિયો ને) મારવી પડશે-વશ કરવી પડશે.
હનુમાનજી એ સુરસા નો પરાભવ કર્યો છે.

મનુષ્ય ને સુખ આપનાર ,જીવન ને સુંદર બનાવનાર સંપત્તિ નથી-પણ સંયમ છે.
સંયમ રાખી જેનું જીવન ભક્તિમય થાય તેનું જ જીવન સુંદર બને છે.

સીતાજી એ પરાભક્તિ છે,અને પરાભક્તિ છે ત્યાં શોક રહી શકે નહિ,તેથી તે “અશોક”વન માં રહે છે.
જીવ ને એકવાર પરમાત્મા એ અપનાવ્યો પછી ત્યાં શોક કે મોહ રહી શકે નહિ.
સીતાજી એ હનુમાનજી ને અપનાવ્યા છે.

સુંદરકાંડ પછી આવે છે-લંકાકાંડ
જીવન સુંદર અને ભક્તિમય થયું –ત્યાર પછી રાક્ષસો મરે છે.
કામ,ક્રોધ,લોભ,મોહ મત્સર-આ બધા વિકારો તે રાક્ષસો છે. ઘણા લોકો કહે છે-કે આ વિકારો જશે પછી ભક્તિ કરીશું,પણ એ વાત સાચી નથી.ભક્તિ વગર આ વિકારો જતા નથી.
ભક્તિ થી જ ધીરે ધીરે વિકારો ઓછા થાય છે.

કામ ને જે મારે તે કાળ ને મારી શકે છે,લંકા શબ્દ ને ઉલટાવો –તો થશે-કાલ (કાળ).
કાળ સર્વને મારે છે-પણ હનુમાનજી કાળ ને મારે છે.લંકા ને બાળે છે..

લંકા કાંડ પછી આવે છે-ઉત્તરકાંડ
તુલસીદાસજીએ સર્વસ્વ ઉત્તરકાંડ માં ભર્યું છે.ઉત્તરકાંડ માં મુક્તિ મળશે.
કાકભુશુંન્ડી એ ગરુડજી ને જ્ઞાન અને ભક્તિ સમજાવ્યા અને અંતમાં ભક્તિ ની મહત્તા બતાવી છે.
વશિષ્ઠ જી એ પણ રામજી ને કહેલું કે-
ભક્તિ ના જળ વગર અંતઃકરણ ના મળનો કદી નાશ થતો નથી.
ઉત્તરકાંડ  માં ભક્તિ નો મહિમા છે.ભગવાન થી એક ક્ષણ પણ વિભક્ત ના થાય તે ભક્ત.

પૂર્વાર્ધ માં રાવણ ને (કામને) મારે –તેનો ઉતરાર્ધ-ઉત્તરકાંડ-સુંદર બને છે.
જીવન ના યૌવન કાળ માં જે કામ ને મારે તેની વૃદ્ધાવસ્થા સુંદર બને છે.જ્ઞાન-ભક્તિ મળે છે.તે રાજ કરે છે.
શરીર દુર્બળ થાય પછી-સંયમ રાખે તેમાં શું આશ્ચર્ય ?

રામાયણ ના -આ સાત કાંડો નું નામ આપ્યું છે-સોપાન.
માનવજીવન ની ઉન્નતિ ના આ સાત પગથિયાં છે. મુક્તિ નાં સાત પગથિયાં છે.
રામકથા સાગર જેવી છે. રામજી ના ચરિત્ર નું કોણ વર્ણન કરી શકે ?તેનો પાર નથી.
કંઈ નહિ-તો-છેવટે-શિવજી ના જેમ હૃદય માં –રામનું નામ રાખવામાં આવે તો પણ ઘણું છે.

હનુમાનજી કહે છે-કે-સંસારમાં વિપત્તિ તે જ છે-કે-જયારે રામના નામનું સ્મરણ ના થાય.
રાજ્યાભિષેક પછી-અયોધ્યાવાસીઓ ને રામજી –બોધ આપે છે.
આ બોધ માત્ર અયોધ્યાવાસીઓ માટે જ નહિ પણ આપણા સર્વને માટે છે.
“આ માનવશરીર મળ્યું છે-તે વિષય-ભોગ ભોગવવા માટે નથી. વિષય નું સુખ એક ઘડી પૂરતું સ્વર્ગ જેવું છે,અને અંતે તે દુઃખમય છે. માનવશરીર પામ્યા છતાં-જે મનુષ્ય –વિષયો પાછળ જ લાગી રહે છે-
તે મનુષ્ય તો અમૃત –આપી અને તેના બદલામાં વિષ-લઇ રહ્યો છે.”

ભાગવતમાં -સંક્ષિપ્ત માં આવતી આ રામાયણકથા ની અહીં સમાપ્તિ થાય છે.



સૌજન્ય- www.sivohm.com
   PREVIOUS PAGE           END                INDEX PAGE                           

રામાયણ-60


યૌવન માં જ વનવાસની જરૂર છે.વનવાસ વગર જીવન માં સુવાસ આવશે નહિ.સાત્વિકતા આવશે નહિ.
વનવાસ વગર –વાસનાનો વિનાશ થતો નથી.

વનમાં રહેવાનું એટલે વિલાસી ના સંગ માં નહિ રહેવાનું.
વિલાસી લોકો થી દૂર જવાનું છે-દૂર રહેવાનું છે. ગૃહસ્થ ના ઘરમાં ભોગ ના પરમાણુઓ ફરે છે.
ભોગ ભૂમિ માં ભક્તિ બરોબર થતી નથી.
વધારે નહી તો મહિનો-કે-થોડા દિવસો –કોઈ પવિત્ર નદીના કિનારે કે પવિત્ર જગાએ રહેવું જોઈએ.
કે જ્યાં હું ને મારા ભગવાન-ત્રીજું કોઈ નહિ. ત્રીજો આવે તો તોફાન થાય છે.

વનવાસ મનુષ્ય ના હૃદય ને કોમળ બનાવે છે,વનવાસ માં ખાતરી થઇ જાય છે-કે-ઈશ્વર સિવાય મારું
બીજું કોઈ નથી.
અરણ્યકાંડ આપણ ને બોધ આપે છે-કે-ધીરે ધીરે સંયમ ને વધારી વાસનાનો વિનાશ કરો.

ઉત્તમ સંયમ-- એ તપ છે. પહેલો સંયમ જીભ પર રાખવાનો હોય છે.
વનવાસ દરમિયાન રામજી એ અનાજ –લીધું નથી.ફળાહારી રહ્યા છે. કંદમૂળ નું સેવન કર્યું છે.
અન્ન માં રજોગુણ છે.રજોગુણમાંથી કામ ની ઉત્પત્તિ થાય છે.
સીતાજી સાથે રહેવા છતાં-રામજી-પૂર્ણ નિર્વિકાર છે.
ધીરે ધીરે વાસના નો વિનાશ કેવી રીતે કરવો તે બતાવ્યું છે અરણ્યકાંડ માં.

દાન થી વાસના નો નાશ થતો નથી,પ્રભુ માં પ્રેમ થતો નથી. વાસનાનો વિનાશ પ્રભુ ના નામ થી થાય છે.
વાસના પર વિજય મેળવવો હોય –તો- જીવન ને ખૂબ સાત્વિક બનાવવું પડે.
જીવન માં તપશ્ચર્યા કરવામાં આવે તો જ રાવણ એટલે કે કામ મરે છે.

અરણ્યકાંડ માં શૂર્પણખા=મોહ , અને શબરી=શુદ્ધ ભક્તિ-મળે છે.
શૂર્પણખા-એટલે કે મોહ ની સામે ભગવાન જોતા નથી,પણ શુદ્ધ ભક્તિ એટલેકે શબરી ની સામું જુએ છે.
મોહ ને કાપી નાંખી શુદ્ધ ભક્તિ અપનાવવાની છે.
મનુષ્ય નિર્વેર,નિર્વાસન –બને તો જીવ ની ઈશ્વર સાથે મૈત્રી થાય.
એટલે અરણ્ય કાંડ પછી આવે છે-કિષ્કિંધાકાંડ.
આ કાંડ માં જીવ (સુગ્રીવ) અને ઈશ્વર (રામજી) ની મૈત્રી બતાવી છે.
અરણ્યકાંડ માં કામનો ત્યાગ કર્યો એટલે જીવ અને ઈશ્વરનું મિલન થયું.
પણ બંને ની મૈત્રી- ત્યારે થાય કે જયારે વચ્ચે હનુમાનજી (બ્રહ્મચર્ય) વકીલાત કરે.

સુગ્રીવ નો અર્થ થાય છે-જેનો સારો કંઠ છે-તે. કંઠ ની શોભા આભુષણ થી નથી પણ-
ભગવાન ના નામજપ થી છે.રામનામ થી છે.
હનુમાનજી બ્રહ્મચર્ય નું પ્રતિક છે, ભક્તિ અને બ્રહ્મચર્ય વગર ઈશ્વરની મૈત્રી થતી નથી.
લખ્યું છે-કે-બ્રહ્મચર્ય ના બળ વગર ભજન માં આનંદ આવતો નથી.

જીવ અને ઈશ્વર ની મૈત્રી થઇ –એટલે જીવન સુંદર થયું,એટલે આવ્યો-સુંદર કાંડ.
જ્યાં સુધી જીવ ઈશ્વરની મૈત્રી કરતો નથી ત્યાં સુધી જીવન સુધરતું નથી.
મૈત્રી કરવા લાયક એક પરમાત્મા છે.જે પરમાત્મા માટે જીવે છે,પરોપકાર માટે જીવે છે,તેનું જીવન સુંદર છે.
જે ઈન્દ્રિયસુખ ભોગવવા માટે જીવે છે-તેનું જીવન –એ જીવન નથી,મરણ છે.

કિષ્કિંધાકાંડ પછી આવે છે-સુંદરકાંડ.
સુંદરકાંડ નામ પ્રમાણે અતિ સુંદર છે.તેમાં રામભક્ત હનુમાન ની કથા આવે છે.
રામસેવા એ જ હનુમાનજી નું જીવન છે.રામનું નામ એ જ હનુમાનજી નું ભોજન છે.
સેવા ને સ્મરણ માટે જીવે એ જ સાચો વૈષ્ણવ.



સૌજન્ય- www.sivohm.com
   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE                           

રામાયણ-59



બીજો કાંડ-અયોધ્યા કાંડ છે.
અયોધ્યા માં રામ રહે છે-અયોધ્યા –એટલે જ્યાં- યુદ્ધ નથી કલહ નથી,ઈર્ષ્યા નથી.

કલહ નું મૂળ પૈસા અને પ્રતિષ્ઠા હોય છે.અયોધ્યાકાંડ કહે છે-કે વેર ના કરો.જીવન થોડું છે.
અયોધ્યાકાંડ પ્રેમ નું દાન કરે છે,
રામનો ભરતપ્રેમ, રામ નો સાવકી માતા પ્રત્યે નો પ્રેમ-વગેરે આ કાંડ માં જોવા મળે છે,
રામ ની નિર્વેરતા જોવા મળે છે.

આનંદ રામાયણ માં જુદા જુદા કાંડ ની ફલશ્રુતિ આપી છે.
અયોધ્ય કાંડ નો જે પાઠ કરે તેનું ઘર અયોધ્યા બને,ઝગડા વિનાનું  અને નિર્વેર બને  
શાસ્ત્ર તો કહે છે-કે-પહેલાં ઘરનાં એક એક મનુષ્ય માં ભગવદભાવ રાખવો.

મંદિરમાં મૂર્તિ માં રહેલા ભગવાન આપણું ભલું કરવા જલ્દી આવતા નથી,
તે મૂર્તિ માં પહેલાં ભગવદભાવ સ્થિર કરવો પડે છે,પણ બોલતા “દેવ’ માં (ઘર ના માણસમાં)
જે ભાવ સ્થિર ના કરી શકે તે મૂર્તિ માં ભાવ સ્થિર કરી શકતો નથી.

પ્રભુ એ સૃષ્ટિ ઉત્પન્ન કર્યા પછી,એક એક પદાર્થમાં પ્રવેશ કર્યો. તે પ્રવેશ ના કરે-ત્યાં સુધી સૃષ્ટિ
નકામી છે.માટે જગતના દરેકમાં ઈશ્વરભાવ રાખવાનો છે.

ભાઈના સુખ માટે રામ હસતાં હસતાં વનમાં ગયા.ભરતનો રામ માટે પણ એવો જ દિવ્ય પ્રેમ છે.
ભરતે રાજ્ય લેવાની ના પાડી છે. ભરત ને રાજ્ય જોઈતું નથી.
દ્રવ્ય-કીર્તિ ના લોભ માં યુદ્ધ થાય છે. અયોધ્યા કાંડ માં કોઈ ને લોભ નથી,
ગુહકે પોતાનું રાજ્ય રામજી ના ચરણ માં અર્પણ કર્યું પણ રામજીએ તે લીધું નથી.
આ કાંડ માં લોભ નથી એટલે યુદ્ધ નથી.બાકી ના –છ-દરેક કાંડ માં યુદ્ધ ની કથા છે.

બાલકાંડ માં રામજી નું રાક્ષસો સાથે નું યુદ્ધ,અરણ્યકાંડ માં ખર-દૂષણ સાથે યુદ્ધ,
કિષ્કિંધાકાંડ માં વળી અને સુગ્રીવ વચ્ચે યુદ્ધ,સુંદરકાંડ માં હનુમાનજી અને રાક્ષસો સાથે યુદ્ધ,
લંકા કાંડ માં રામ અને રાવણ નું યુદ્ધ, અને-
ઉત્તરકાંડ માં ભરતજી દિગ્વિજય કરવા નીકળ્યા છે ત્યારે રાજાઓ સાથે યુદ્ધ.

સમાજ ને સુધારવો કઠણ છે,મનુષ્ય પોતાના ઘરને,પોતાના મનને,પોતાના સ્વભાવને સુધારે તો પણ ઘણું.

અયોધ્યા કાંડ પછી અરણ્યકાંડ આવે છે.
અરણ્યકાંડ નિર્વાસન બનાવે છે,નિર્વેર થાય પછી પણ વાસના ત્રાસ આપે છે,
આ કાંડ ના પાઠ થી મનુષ્ય નિર્વાસન થશે.
અરણ્યમાં (વનમાં) રહી –મનુષ્ય તપ ના કરે ત્યાં સુધી જીવન માં દિવ્યતા આવતી નથી.
રામજી રાજા હોવાં છતાં-સીતાજી સાથે અરણ્યમાં રહી તપશ્ચર્યા કરી છે,પછી રાજા થયા છે.

પહેલા તપશ્ચર્યા કરી હશે તો,ભોગ ભોગવવામાં –સાવધાન રહેવાશે.
જેટલા મોટા મહાત્માઓ થયા –તે તપશ્ચર્યા વગર થયા નથી.
આચાર્ય મહાપ્રભુજીએ-ઉઘાડા પગે ભારતની પ્રદિક્ષણા કરી છે,બે વસ્ત્રથી વધારે કશું સાથે રાખતા નહોતા.
જીવન માં તપશ્ચર્યા ની બહુ જરૂર છે.



સૌજન્ય- www.sivohm.com
   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE                           

રામાયણ-58


રામાયણ નું એક એક પાત્ર –આદર્શ છે.
રામ-જેવો પુત્ર થયો નથી, દશરથ જેવો પિતા થયો નથી,કૌશલ્યા જેવી માતા થઇ નથી.
રામ જેવા પતિ નથી,સીતા જેવી પતિવ્રતા સ્ત્રી થઇ નથી,કે-ભરત જેવો ભાઈ થયો નથી.
વશિષ્ઠ જેવો ગુરૂ થયો નથી,અને રાવણ જેવો શત્રુ થયો નથી.

ઉચ્ચ પ્રકારનો માતૃપ્રેમ,પિતૃપ્રેમ,પુત્રપ્રેમ,ભ્રાતૃપ્રેમ ,પતિપ્રેમ,પત્નીપ્રેમ,વગેરે કેવો હોય છે?-
તે રામાયણ માં બતાવ્યું છે.

રામાયણ એ શ્રીરામજી નું નામસ્વરૂપ છે.રામાયણ નો એક એક કાંડ-એ એક એક રામજી નું અંગ છે.

બાલકાંડ એ ચરણ છે,અયોધ્યાકાંડ એ ઉદર (પેટ) છે, અરણ્યકાંડ એ સાથળ છે,
કિષ્કિંધાકાંડ એ હૃદય છે,સુંદરકાંડ એ કંઠ છે.લંકાકાંડ એ મુખ છે,ઉત્તરકાંડ એ રામજી નું મસ્તક છે.

રામાયણ –કે જે-રામજી નું નામ સ્વરૂપ છે,તે જીવમાત્ર નો ઉદ્ધાર કરે છે.
રામજી જયારે પ્રત્યક્ષ પૃથ્વી પર વિરાજતા હોય –ત્યારે અમુક જીવો નો ઉદ્ધાર કરે છે,
પણ જયારે તેઓ પ્રત્યક્ષ વિરાજતા ના હોય ત્યારે,રામાયણ (નામ સ્વરૂપ) અનેક જીવો નો ઉદ્ધાર કરે છે.
તેથી રામ કરતાં પણ રામાયણ શ્રેષ્ઠ છે –એમ મહાત્માઓ કહે છે.

રામચરિત્ર માર્ગદર્શક છે. રામાયણ માંથી પ્રત્યેક મનુષ્ય ને બોધ મળે છે.
પોતાનું મન કેવું છે? તે જાણવું હોય તો રામાયણ વાંચવું જોઈએ.

જેનો ઘણો સમય નિંદ્રા ને આળસ માં જાય તો-તે કુંભકર્ણ છે,
પરસ્ત્રી નું કામ-ભાવ થી ચિંતન કરે તે-રાવણ છે,
રાવણ કામ છે,કામ રડાવે છે,દુઃખ આપનાર છે,
રડાવે તે રાવણ અને પરમાનંદ માં રમાડે તે રામ.

રામાયણ ની સાત કાંડ ની કથા –આમ સંક્ષેપ માં કહી.

હવે તેનું આધ્યાત્મિક રહસ્ય જોઈએ.  

રામાયણ ના સાત કાંડ એ મનુષ્ય ની ઉન્નતિ નાં સાત પગથિયા છે.

એકનાથ મહારાજ કહે છે-કે-એક પછી એક કાંડ નાં નામ મુકવામાં રહસ્ય છે.
પહેલો કાંડ-બાલ કાંડ છે.
બાળક જેવા નિર્દોષ થાઓ તો રામ ને ગમો.બાળક પ્રભુ ને પ્રિય લાગે છે-કારણ કે બાળક નિરાભિમાન હોય છે. બાળક ની-મન ,વાણી અને ક્રિયા –એક હોય છે. બાળક માં છળકપટ હોતું નથી.
વિદ્યા વધે,પૈસો વધે,પ્રતિષ્ઠા વધે-તો પણ બાળક જેવું હૃદય રાખવાનું.

બાલકાંડ એ નિર્દોષ કાંડ છે. બાલકાંડ આપણ ને નિર્દોષ થવાનો બોધ આપે છે.
બાળક જેવા નિર્દોષ અને નિર્વિકાર –જે થાય તેને રામ મળે.

દોષ મનુષ્ય ની આંખ માંથી આવે છે. તેથી દૃષ્ટિ પર અંકુશ રાખવાથી જીવન નિર્દોષ બને છે.
દૃષ્ટિ પ્રમાણે સૃષ્ટિ બને છે. સૃષ્ટિ માં સુખ-દુઃખ નથી, સુખ દુઃખ દૃષ્ટિ માં છે.
તેથી જ શંકરાચાર્ય-સંસાર ને અનિર્વચનીય (જેનું વર્ણન ના થઇ શકે તેવો) માને છે.

જીવન માં બાળક જેવી સરળતા આવે છે,સંયમથી.
જીવ માન-અપમાન ભૂલી જાય તો સરળતા આવે છે.
જેનું મન બાળક જેવું થાય તો તન અયોધ્યા જેવું થાય છે. કે જ્યાં-યુદ્ધ નથી,કલહ નથી,વેર નથી.
તેવી કલહ વગર કાયા (તન) તે અયોધ્યા છે-એટલે બાલકાંડ –પછી આવે છે અયોધ્યા કાંડ.



સૌજન્ય- www.sivohm.com
   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE                           

રામાયણ-57


લવ-કુશ ,અયોધ્યા માં કથા કરી અને પાછા આશ્રમમાં આવ્યા છે. અને મા સીતાજીને બધી વાત કરે છે.
અને પૂછે –છે-કે- મા,યજ્ઞમાં -રાજા રામ ની પાસે તારા જેવી જ સોના ની મૂર્તિ હતી.
મા, રાજા રામ તારી મૂર્તિ પાસે કેમ રાખે છે ?

માતાજી એ આ સાંભળ્યું, અને તેમને ખાતરી થઇ કે-“મારા રામજી એ મારો ત્યાગ કર્યો નથી,મારો ત્યાગ કર્યો હોય તો મારી મૂર્તિ શા માટે પાસે રાખે ? કલંક દૂર કરવા માટે –તેમણે મારો ત્યાગ કર્યો છે,મન થી નહિ.”

જાનકી જી (સીતાજી)એ જીવન માં ઓછાં દુઃખો સહન નથી કર્યા.
આવાં સીતાજી ની માતા કોણ થઇ શકે ?
રામજી જેવા પુરુષ ને જન્મ આપનાર કૌશલ્ય જેવાં માતા હતા,કે-જેમની કુખે થી રામજી નો જન્મ થયો.
ત્યારે જાનકીજી ને જન્મ આપી શકે તેવી કોઈ સ્ત્રી મળી નહિ.એટલે સ્વયં પૃથ્વી જ તેમનાં માતા થયાં.
અને અંતે પૃથ્વીએ જ સીતાજી ને પોતાના માં સમાવી લીધાં.

નૈમિષારણ્ય માં જાનકી કુંડ છે-સીતાજી એ ધરતી માં ત્યાં પ્રવેશ કર્યો છે.
રામજી નો છેલ્લો યજ્ઞ પણ ત્યાં જ થયો છે.
દરબારમાં વાલ્મીકિ નું ભાષણ થયું છે.
“આ અયોધ્યા ના તમે લોકો કેવા છો ? રામરાજ્ય માં પ્રજા સુખી થઈ છે,રામજીના રાજ્ય માં તમને જે સુખ મળ્યું છે-તેવું સુખ સ્વર્ગના દેવો ને પણ મળતું નથી.
રામજી તરફથી તમને આટલું સુખ મળે છે-પણ તમે કોઈએ રામજી ના સુખ નો કોઈ દિવસ વિચાર કર્યો છે?
એકલા રામ સિંહાસન પર વિરાજે છે-તે તમને કેમ ગમે છે? સીતાજી વનવાસ ભોગવે –એ સારું છે ?
હું કહું છું-કે સીતાજી મહાન પતિવ્રતા છે-સીતાજી જો મહાન પતિવ્રતા ના હોય-તો હું નર્ક માં પડીશ.”

વાલ્મીકિ એ રામજી ને પણ ઠપકો આપ્યો છે.
”તમારું બધું સારું છે-પણ તમે સીતાજી નો ત્યાગ કર્યો તે યોગ્ય નથી”
રામજીએ કહ્યું-કે હું જાણું છું કે સીતાજી નિર્દોષ છે,તેમણે અગ્નિ પરીક્ષા આપી હતી તે વાત ની અયોધ્યા ના લોકો ને ખબર નથી,હું ઈચ્છું છું કે તે દરબારમાં આવી ને તેમનો પ્રભાવ બતાવે”

વાલ્મીકિ આશ્રમ માં આવ્યા ને સીતાજી ને પૂછ્યું-કે-બેટા,તુ દરબારમાં આવીશ ?
સીતાજી એ કહ્યું-કે-પતિદેવ ની આજ્ઞાનું પાલન કરવું એ મારો ધર્મ છે,તેમની ઈચ્છા તે મારી ઈચ્છા.
વાલ્મીકિ એ કહ્યું-બેટા તુ ચિંતા ના કર,હું તારી સાથે રહેવાનો છું.

દિવસ નક્કી થયો,સીતાજી દરબારમાં પધારવાનાં છે,તેથી મોટો દરબાર ભરાયો છે.સર્વ લોકો ત્યાં હાજર થયા છે.લવ-કુશ આગિયાર વર્ષના થયા છે,તે સીતાજી ની પાછળ પાછળ ચાલે છે.

માતાજી એ જગત ને બે હાથ જોડી વંદન કર્યા છે,કોઈ ને નજર આપી નથી,નજર ધરતી પર છે.
રામવિરહ માં અનાજ લીધું નથી,શરીર દુર્બળ થયું છે.સીતાજી ની દશા જોઈ બધાં રડવા લાગ્યાં છે.

રામજી ને વંદન કરી,સીતાજી એ કહ્યું-કે-
“મેં મન,વચન. કર્મ થી,પતિવ્રતા ધર્મ નું પાલન કર્યું હોય,રામજી એ મારો ત્યાગ કર્યો,તેમ છતાં –પણ મારા મનમાં તેમના પ્રત્યે જો મને જરાય કુભાવ –ના-આવ્યો હોય તો-
હે ધરતી માતા મને તમારામાં સમાવી લો.”

તે જ સમયે ધરતી ફાટી છે,સુવર્ણ નું સિંહાસન તેમાંથી બહાર આવ્યું છે,સાક્ષાત ભુ-દેવીએ સીતાજી ને ઉઠાવી
સિંહાસન ઉપર પધરાવ્યાં છે. લવ-કુશ દોડતા આવ્યા છે-તેમને આશીર્વાદ આપ્યા છે,અને કહે છે-કે-
શ્રી રામ તમારા પિતા છે-તમારા પિતાની તમે સેવા કરજો.

સુવર્ણ સિંહાસન પર વિરાજેલાં સીતાજી અદૃશ્ય થયાં છે. રામજી ને અતિશય દુઃખ થયું છે.

મહાપુરુષો એ તેથી ત્યાં સુધી કહ્યું છે-કે-હે,સીતે,હે દેવી,મા,તુ જગતમાં આવી શા માટે ?
આ જગત તારે માટે-લાયક નહોતું.

રામાયણ ની કથા કરુણ રસ પ્રધાન છે.બાલકાંડ વગર બીજા બધા કાંડો માં રુદન છે.
રામાયણ બનાવી વાલ્મીકિ વિચારવા લાગ્યા કે-આમાં સઘળે કરુણ રસ છે.
તેથી પાછળ થી તેઓએ “આનંદ રામાયણ” ની રચના કરી, અને તેમાં શોકપૂર્ણ પ્રસંગો નું વર્ણન ન કર્યું.



સૌજન્ય- www.sivohm.com
   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE