=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: નવેમ્બર 2011

વિરલા જ મળે.દીવાનગી ની દશા નો ડર શાનો?
ભલે કહ્યાકરે દુનિયા દીવાના.

ખબર જો હોય દીવાનગી માં ,
આનંદ અનરાધાર પડવાની.

તો બધા બને દીવાના આ,
આનંદ માં ભીંજાઈ જવા.

જીરવવા ની આદત પડે કોઈ વીરલાને,
ભાગી શું કામ જાય દરિયાથી મરજીવા ?

દુઃખ ને વહેચવા કોઈ જ દીવાના જડે,
સુખ ને વહેંચવા પણ કોઈ વિરલા જ મળે.                  "    સોમ."


             નવેમ્બર -૨૦૧૧ 

કોરા કાગળ જેવાવરસતા વરસાદ માં તમે કોરા છો.

પડેછે ધોધમાર ફોરાં તોયે કોરા છો.

તમે છો કોરા કાગળ જેવા હદય ના.

ક્યાંક તો ભીંજવતા હશો કોઈ થી.

કોરા ન રહી શકો અમ વરસાદ થી.

                         સોમ.
                નવેમ્બર-૨૦૧૧ 

મંઝીલ થી ઉંધા.
સૌને ખબર છે કે ક્યાં જવુંછે.
છતાં દોડે છે બધા મંઝીલ થી ઉંધા.

ચાલવા માટે ચાલેછે બધા.
ક્યાં થી પહુશે મંઝીલે બધા.

કોઈ નો મળે સાથ ને પકડી લે વાટ,
વાટ તો અવળી છે ક્યાં થી મળે મુકામ.

ભલે હોય માર્ગ જુદા,ને ધામ જુદા.
અંતે તો છે  રસ્તો નિજધામ નો.

આગળ રહેવાની હોડ વાળા,
ડૂબી ગયા સદા.

કોઈ વિરલા વગર હોડે ,
પહુંચી ગયા નિજધામ માં.

                 સોમ 
        ૧૬,નવેમ્બર,૨૦૧૧   

જીદ છોડી દઉં કેમમીરાં થવાની જીદ છોડી દઉં કેમ હું?

મનના ઓરતા મારા પુરા થયા છે.


લોકો માં રહું છું,ને માધવ ને મળું છું.

મોરપીંછ ને મોરલી હરદમ જોઉં છું.

આવું તો રોજ રોજ થાય...........


લોકો ને માયાની વચ્ચે રહીને હું
,
ગોવિંદ ને રોજ રોજ જોઉં.


ગીતો ના સૂર હું મોરલી થી સાંભળું,

હું હવે શા માટે રોઉં.....................


ઓરતા મારા પુરા થયા. 


સોમ
નવેમ્બર,૨૦૧૧ 

સોમ સંગ્રહ-35

મીરાં થવાની જીદ છોડો 
                 કે મન મારાં
             આવાં તે ઓરતા રખાય નહીં.

  લોકોમાં રહેવાનું:માધવને મળવાનું
 મોરપીંછને મોરલીની રટનામાં રમવાનું :
આવું તે કેમ કરી થાય
  અરે ,મન્ન મારાં
માધવ આમ ઝાલ્યો ઝલાય નહીં .--આવાં તે ઓરતા રખાય નહીં.

                         
                      મેવાડી મહેલમાં -લોખંડી ઈટ છે :
                      મારી તો મોહનની મુરલી પર મીટ છે,
              સોનાંનાં સ્તંભો અને વૃક્ષો કદમ્બના
              બંનેની વચ્ચે રહેવાય નહીં
           કે મંન મારાં
             ગોકુળના ગીતો ગવાય નહીં
આવાં તે ઓરતા રખાય નહીં.


                                             શ્રી વિપિન પરીખ

મસ્તી સે જિંદગી
જિંદગી યુ હી નહિ ગુજર જાયેગી .

જિંદગી જી રહે હૈ જી ભર કે હમ.


યાદો કો મન મૈ ભર કે પ્રભુજી કી.

દિન રાત ગુજાર રહે હૈ હમ .


હર દિન નયા હર રાત નયી 

સિર્ફ આપ કી યાદ પુરાની 


પુરાની યાદો કો મન મૈ ભર કે.

મસ્તી સે જિંદગી ગુજાર રહે હૈ હમ.


સોમ
૧૫,નવેમ્બર,૨૦૧૧ 

સોમ સંગ્રહ.-34


હું અને તું નામના કાંઠા ને તોડી જળ માં વહ્યાં સંગાથ માં તે આપણે.
જિંદગીના સર્વ રંગોને ઉમંગો ને સહ્યા સંગાથ માં તે આપણે.
શ્વાસ સાથે એક બીજા માં રહી સૌરભ થયા તે આપણે.
સાથે મળી સાથે ભળી ખડખડાટ વહ્યા જીવતર માં તે આપણે.
એક આશા લઇ ઈશ્વર તણી સાથે ઉડી જશું અનંત માં તે આપણે.

“ ગીત એ કવિ એ આત્મકથા ની અવેજી માં લખેલી કથા છે.
ગીત તમે કેવું જીવ્યા તેનો હિસાબ છે.”

આપણી વચ્ચે કદી કેવો સરસ નાતો હતો.
કમસે કમ યાદ આવી મુજને હરખાવે  તો છે.
તું ન આવે તો ન આવે તારી યાદ તો આવે છે.
બીજું સોમ શું કરે તારા ઉપર ઓળ ઘોળ .
દેહ માં છે પ્રાણ બાકી,પ્રાણ લઇ આવે તો છે.
ને તું અચાનક આવી મારું દ્વાર તો ખખડાવે છે.
                           સોમ સંગ્રહ.
                                     

સોમ સંગ્રહ -33


ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે,
બુકાની છોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.
કહો તો આ બધાં પ્રતિબિંબ હું હમણાં જ ભૂંસી દઉં,
અરીસો ફોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.
કમળ-તંતુ સમા આ મૌનનેતું તોડ મા નાહક
ફરીથી જોડવા બેસું તો વરસોનાં વરસ લાગે
આ સપનું તો બરફનો સ્તંભ છે,હમણાં જ ઓગળશે
હું એને ખોડવા બેસું તો વરસોનાં વરસ લાગે
મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા,
ચરણ લઈ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.
- મનોજ ખંડેરિયા
---------------------------------
કલમને બોળવા બેસું તો વરસોના વરસ લાગે.,
ને ખડિયા ખોળવા બેસું તો વરસોનાં વરસ લાગે.
અરે આ શબ્દની ખાણોના પથ્થરો તો ઉલેચ્યા પણ,
બધા જો તોળવા બેસું તો વરસોનાં વરસ લાગે
હતા આરંભથી સાથે, અને અંતે મળ્યા પાછા
સ્મરણ વાગોળવા બેસું તો વરસોનાં વરસ લાગે
આ લખ ચોરાશી ફેરાઓથી મુક્તિ ક્યારે મળવાની
બધું ફંગોળવા બેસું તો વરસોનાં વરસ લાગે
હવે પૂરી થશે ક્યારે આ પરકમ્મા કહો સાંઇ,
ભભૂતિ ચોળવા બેસું તો વરસોના વરસ લાગે.
કોઇ સૂતું છે કેવું સોડ તાણી મૌનના ઘરમાં,
એને ઢંઢોળવા બેસું તો વરસોના વરસ લાગે.
બધે ચારેતરફ હસ્તાક્ષર અંકિત છે કોઇના
દિવાલો ધોળવા બેસું વરસોનાં વરસ લાગે.
કોઇ સપનું બની આવે અને પળમાં સરી જાતું,
હું આંખો ચોળવા બેસું તો વરસોનાં વરસ લાગે.
હું જાણું છું કે તળિયે જઇ લપાયા છે બધા મોતી
ગઝલના જુનાગઢના ખડિયરોમાં જે ખોવાયા
જઇને ખોળવા બેસું તો વરસોનાં વરસ લાગે.
બધી ગલીઓ હવે તારી ગલી જેવી જ લાગે છે
નગર ભગોળવા બેસું તો વરસોનાં વરસ લાગે.
આ ધીમું ઝેર થઇ ચડતી બધી અંતિમ ક્ષણો ‘આદિલ’
આ વખને ઘોળવા બેસું વરસોનાં વરસ લાગે.
- આદિલ મન્સૂરી

પ્રકાશી ગયા.


સ્વયં પ્રકાશે પ્રકાશી ગયા.
તમે જીવન એવું જીવતા રહ્યા,
 તમે તરણું લઇ ને તરતા રહ્યા
.તમે વગર પાંખે ઉડતા રહ્યા,
 તમે ઉડીને ખુબ ઉંચે ચડ્યા.
સંસાર રૂપી આ દરિયાને,
તમે વિના તરંગે તરી ગયા.
 
પરદેશ રહી,પરદેશી બની,
 ગીતા સાર માં ગૂઢ બન્યા.
તમે અનંત માં ઉંચે ચઢી,
વીજળી ના ચમકારા કરતા રહ્યા.
આ ચમકારે થી જ્યોત જલી
તમે જ્યોત થી પ્રકાશમય બન્યા.
 તમે સુગંધ બની સંસાર માં, 
કાયમ  ફોરતા  રહ્યા.
ઓ અવિનાશી અખંડ ઉપાસી,
તમે ઓહમ સોહમ બની ગયા.
તમે સંસાર સાગર તારી ગયા,
 તમે “સોમ” ને તારી ગયા.  

તમે સ્વયં પ્રકાશે પ્રકાશી ગયા.

સોમ
નવેમ્બર,૧૧,૨૦૧૧ 

શૂન્ય માં સર્જનખબર છે તને લખાવેછે કોણ,છતાં પૂછવાનું?
જેણે વિચાર પણ આપ્યો,ને આવડત પણ આપી.
તને આપ્યું કોમ્પુટર મગજ કેરું જેણે.
પછી ક્યાં જરૂર છે પેન કે કાગળ ની?
જેણે આપ્યું તેજ મારે છે ધક્કા,છતાં પૂછવાનું?
ખોળી લીધું છે “કોણ” નું ઠેકાણું.
હવે ક્યાં પૂછવાનું છે તારે ઠેકાણું?
મળી ગુયુ  ઠેકાણું,પલીતા ની ક્યાં જરૂરછે?
મૌન માં મજા છે,બોલવાની ક્યાં જરૂરછે.
ન બોલાવશો હવે પલીતા ચાંપી.
આગ ભભૂકી ઉઠશે અંતર ની.
વિચારોની માળાને શૂન્ય માં રહેવાદો.
શૂન્ય માં સર્જન હવે થશે “સોમ” નું.
                    સોમ
            ૧૫-૧૧-૧૧.સવારેશબ્દ છોડી ગયા
આપ મેળે આવીને મળી ગયાછે.
વિચાર એના હવે છોડી દીધા છે.
સુખ ની ચાવી નથી શોધવાની બાકી.
છેડ છાડ કરતો નથી, તાર છોડતો નથી.
પ્રગટી ગયા છે પ્રાણ હવે મૌન માં.
સુર છેડવા ની જરૂર ક્યાં છે?
શબ્દ છોડી ગયા છે હવે “સોમ”ને.
                 સોમ
             ૧૫-૧૧-૧૧.સવારે.

આયખું


આયખું ચાંદની ની રાહ માં ગયું.

આંગણા માં એકાંત કદી ના મળ્યું.


રાત ના આગિયા ને જોઈને.

અંધારે અજવાળું થઇ ગયું. દર્દ ને શા માટે ગાવું?


 ગાવું તો પછી શા માટે રોવું?


જિંદગી માણ્યા કરો ખોયા વિના.

ફૂલ ને જોયા કરો ચૂંથ્યા વિના. 


સોમ 


નવેમ્બર,૨૦૧૧ 

ઘંટનાદ


આછા ટકોરા નથી?  ઘંટનાદ વાગ્યા છે.

ડરી ગયો હું આથમતી જીવન સંધ્યાએ.


તું અહર્નિશ છે હૃદય માં,પણ છુપાવું છું.

કોઈ ના જોઈ જવાની બીકે છુપો રોઈ પડું છું.


અમારી અશ્રુ ધાર જોઈ પાછા વળ્યા તમે સાંઈ.

આપને જોઈ પરમાનંદ થયો મને સાંઈ 
.

તમારી હઠ ને જોઈ ડરી ગયો સાંઈ.

અંગારો બુઝાઈ ગયો,ઠરી ગયો છું સાંઈ.


સદાય હૃદય માં કંડારી ગયો સાંઈ ને.

ભૂલ્યો નથી કદી સરનામું "સોમ"સાંઈ નું.


                               સોમ 
                      ૧૫-૧૧-૧૧.સવારે ૮-૪૫.મીનીટે.

સંસ્મરણો
યાદો તો ખુબ છોડી ગયો છે તું.

હૃદય માં ખીલા ઠોકી ગયો છે તું.


છુટા પાડ્યા ની વાત કેવી રીતે ભુલાય?

મહેક મીઠી મૂકી ગયો છે તું.


વાયરા ની જેમ લઇ ને નથી ગયો.

લહેરાતી ફોરમ મૂકી ગયો છે તું.


વિસરાય તેમ નથી આ બધી વાતો.

સ્વપ્ન માં વાગોળી જવાય છે વાતો.


                             સોમ 
                     ૧૫-૧૧-૧૧.

પરિક્રમાપરિક્રમા પૂરી થઇ ગઈ છે.

હવે ક્યાં વાર છે સાંઈ.

દિવસો ગણાતા જાયછે,

પ્રભુ નામ માં સાંઈ.


 .
જીવન જીવી ગયા સાંઈ.

મહેક મૂકી ગયા સાંઈ
.
મહેકતા રહીશું કાયમ.

આનંદ માં મસ્ત છીએ સાંઈમસ્તી ની મોજ માં કાયમ,

અનંત માં સાથે છીએ સાંઈ."સોમ"

તા.૫-૧૧-૧૧.સવારે ૯.૪૫ મીનીટે.

સોમ સંગ્રહ -૩૨


ચાહત ના રંગ માં મેં અનેક રંગ જોયા,
તમારો ઉમંગ જોયો,તમારા તરંગ જોયા.

સમય છે કેવો કાતિલ, પૂછો ન મુજ ને યારો.
બંદાઓ રડતા જોયા,ખુદા ને દંગ જોયા.

આંખો ની વચ્ચે દ્રષ્ટી ખુંપી ગઈ હવે તો.
ચૂપચાપ ઉભા રહી ને સૌ મનપસંદ ખોયા
.
રોજનું થયુંછે, જવા દો મારી વાતો .
આ સાજ છે કવન નાં, કે કાયમ અનંત રોયાં.

આજે અહી ને હમણાં થઇ જાય બસ ખુલાસો.
કોણે અલોપ થઇ ને અમને જીવંત જોયા?

હરીન્દ્ર દવે.

સોમ સંગ્રહ-૩૧


હું અને તું નામના કાંઠા ને તોડી જળ માં વહ્યાં સંગાથ માં તે આપણે.

જિંદગીના સર્વ રંગોને ઉમંગો ને સહ્યા સંગાથ માં તે આપણે.

શ્વાસ સાથે એક બીજા માં રહી સૌરભ થયા તે આપણે.

સાથે મળી સાથે ભળી ખડખડાટ વહ્યા જીવતર માં તે આપણે.

એક આશા લઇ ઈશ્વર તણી સાથે ઉડી જશું અનંત માં તે આપણે.


આપણી વચ્ચે કદી કેવો સરસ નાતો હતો.
કમસે કમ યાદ આવી મુજને હરખાવે તો છે.

તું ન આવે તો ન આવે તારી યાદ તો આવે છે.

બીજું સોમ શું કરે તારા ઉપર ઓળ ઘોળ .
દેહ માં છે પ્રાણ બાકી,પ્રાણ લઇ આવે તો છે.

ને તું અચાનક આવી મારું દ્વાર તો ખખડાવે છે.

સોમ સંગ્રહ.


“ ગીત એ કવિ એ આત્મકથા ની અવેજી માં લખેલી કથા છે.
ગીત તમે કેવું જીવ્યા તેનો હિસાબ છે.”

મસ્તી સે જિંદગી
જિંદગી યુ હી નહિ ગુજર જાયેગી .

જિંદગી જી રહે હૈ જી ભર કે હમ.

યાદો કો મન મૈ ભર કે પ્રભુજી કી.

દિન રાત ગુજાર રહે હૈ હમ .

હર દિન નયા હર રાત નયી 

સિર્ફ આપ કી યાદ પુરાની 

પુરાની યાદો કો મન મૈ ભર કે.

મસ્તી સે જિંદગી ગુજાર રહે હૈ હમ.

"સોમ "
-2 ND  NOVEMBER  ૨૦૧૧