=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: Gujarati Kahevato-ગુજરાતી કહેવતો
લેબલ Gujarati Kahevato-ગુજરાતી કહેવતો સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ Gujarati Kahevato-ગુજરાતી કહેવતો સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

Gujarati Kahevato-ગુજરાતી કહેવતો Page-29


ગુજરાતી કહેવતો-રુઢિપ્રયોગો -તળપદા શબ્દો
  1. ઓકી દાતણ જે કરે, નરણે હરડે ખાય
  2. દૂધે વાળુ જે કરે, તે ઘર વૈદ ન જાય
  3. ઓછું પાત્ર ને અદકું ભણ્યો
  4. ઓડનું ચોડ કરવું
  5. ઓળખીતો સિપાઈ બે દંડા વધુ મારે


ગુજરાતીઓ માં વપરાતી થોડી હિન્દી કહેવતો
  1. અપના હાથ જગન્નાથ
  2. અબી બોલા અબી ફોક
  3. એક પંથ દો કાજ
  4. કાજી દૂબલે ક્યું તો બોલે સારે ગાંવકી ફીકર
  5. ખેંચ-પકડ મુઝે જોર આતા હૈ
  6. ખુદા મહેરબાન તો ગદ્ધા પહેલવાન
  7. ઘાયલકી ગત ઘાયલ જાને
  8. જાન બચી લાખો પાયે
  9. તેરી બી ચૂપ ઓર મેરી બી ચૂપ
  10. તેરે માંગન બહોત તો મેરે ભૂપ અનેક
  11. પંચકી લકડી એક કા બોજ
  12. ભૂખે ભજન ન હોઈ ગોપાલા
  13. મન ચંગા તો કથરોટમેં ગંગા
  14. મફતકા ચંદન ઘસબે લાલિયા
  15. માન ન માન મૈં તેરા મહેમાન
  16. મિયાં-બીબી રાજી તો ક્યા કરેગા કાજી
  17. મુખમેં રામ, બગલમેં છૂરી
  18. રામનામ જપના પરાયા માલ અપના
  19. લાતોંકે ભૂત બાતોંસે નહીં માનતે
  20. લેને ગઈ પૂત ઔર ખો આઈ ખસમ
  21. વો દિન કહાં કિ મિયાં કે પાઉં મેં જૂતિયા
  22. સર સલામત તો પઘડિયાં બહોત
  23. સૌચૂહે મારકે બિલ્લી ચલી હજકો


        INDEX PAGE
      સમાપ્ત

Gujarati Kahevato-ગુજરાતી કહેવતો Page-28


ગુજરાતી કહેવતો-રુઢિપ્રયોગો -તળપદા શબ્દો


  1. ઊંટના અઢારે અંગ વાંકા જ હોય
  2. ઊંટના ઊંટ ચાલ્યા જાય
  3. ઊંટની પીઠે તણખલું
  4. ઊંટે કર્યા ઢેકા તો માણસે કર્યા કાંઠા
  5. ઊંડા પાણીમાં ઊતરવું
  6. ઊંદર બિલાડીની રમત
  7. ઊંદરની જેમ ફૂંકી ફંકીને કરડવું
  8. ઊંધા રવાડે ચડાવી દેવું
  9. ઊંધી ખોપરીનો માણસ
  10. ઊંબાડિયું કરવાની ટેવ


  1. એક કરતાં બે ભલા
  2. એક કાનેથી સાંભળી બીજા કાનેથી કાઢી નાખવું
  3. એક કાંકરે બે પક્ષી મારવા
  4. એક ઘા ને બે કટકા
  5. એક ઘાએ કૂવો ન ખોદાય
  6. એક દી મહેમાન, બીજે દી મહી, ત્રીજે દી રહે તેની અક્કલ ગઈ
  7. એક નકટો સૌને નકટાં કરે
  8. એક નન્નો સો દુ:ખ હણે
  9. એક નૂર આદમી હજાર નૂર કપડાં
  10. એક પગ દૂધમાં ને એક પગ દહીંમાં
  11. એક બાજુ કૂવો અને બીજી બાજુ હવાડો
  12. એક ભવમાં બે ભવ કરવા
  13. એક મરણિયો સોને ભારી પડે
  14. એક મ્યાનમાં બે તલવાર ન રહે
  15. એક સાંધે ત્યાં તેર તૂટે
  16. એક હાથે તાળી ન પડે
  17. એકનો બે ન થાય
  18. એના પેટમાં પાપ છે
  19. એનો કોઈ વાળ વાંકો ન કરી શકે
  20. એરણની ચોરી ને સોયનું દાન
  21. એલ-ફેલ બોલવું




         INDEX PAGE
       NEXT PAGE

Gujarati Kahevato-ગુજરાતી કહેવતો Page-27



ગુજરાતી કહેવતો-રુઢિપ્રયોગો -તળપદા શબ્દો
 










આ-ઈ
  1. આલિયાની ટોપી માલિયાને માથે
  2. આવ પાણા પગ ઉપર પડ
  3. આવ બલા પકડ ગલા
  4. આવડે નહિ ઘેંસ ને રાંધવા બેસ
  5. આવ્યા'તા મળવા ને બેસાડ્યા દળવા
  6. આવી ભરાણાં
  7. આળસુનો પીર
  8. આંકડે મધ ભાળી જવું
  9. આંખ આડા કાન કરવા
  10. આંગળા ચાટ્યે પેટ ન ભરાય
  11. આંગળી ચિંધવાનું પુણ્ય
  12. આંગળી દેતાં પહોંચો પકડે
  13. આંગળીથી નખ વેગળા જ રહે
  14. આંગળીના વેઢે ગણાય એટલાં
  15. આંતરડી કકળાવવી/દૂભવવી
  16. આંતરડી ઠારવી
  17. આંધળામાં કાણો રાજા
  18. આંધળી ઘોડી ને પોચા ચણા મીઠા લાગ્યા ને ખાધા ઘણા
  19. આંધળી દળે ને કૂતરા ખાય
  20. આંધળે બહેરું કૂટાય
  21. આંધળો ઓકે સોને રોકે
  22. ઈંટનો જવાબ પથ્થર
  1. ઉકલ્યો કોયડો કોડીનો
  2. ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન
  3. ઉતાવળે આંબા ન પાકે
  1. ઊગતા સૂરજને સૌ નમે
  2. ઊજળું એટલું દૂધ નહિ, પીળું એટલું સોનુ નહિ
  3. ઊઠાં ભણાવવા
  4. ઊડતા પંખીને પાડે તેવો હોંશિયાર
  5. ઊલમાંથી ચૂલમાં પડવા જેવો ઘાટ
  6. ઊતર્યો અમલદાર કોડીનો
  7. ઊંઘ અને આહાર વધાર્યાં વધે ને ઘટાડ્યાં ઘટે
  8. ઊંચે આભ ને નીચે ધરતી
  9. ઊંટ મૂકે આંકડો અને બકરી મૂકે કાંકરો............(આગળ ના પાન પર ચાલુ)


         INDEX PAGE
       NEXT PAGE

Gujarati Kahevato-ગુજરાતી કહેવતો Page-26

ગુજરાતી કહેવતો-રુઢિપ્રયોગો -તળપદા શબ્દો

  1. અતિ ચીકણો બહુ ખરડાય
  2. અતિ લોભ તે પાપનું મૂળ
  3. અણીનો ચૂક્યો સો વરસ જીવે
  4. અધૂરો ઘડો છલકાય ઘણો
  5. અન્ન અને દાંતને વેર
  6. અન્ન તેવો ઓડકાર
  7. અનાજ પારકું છે પણ પેટ થોડું પારકું છે ?
  8. અવસરચૂક્યો મેહુલો શું કામનો ?
  9. અવળે અસ્ત્રે મૂંડી નાખવો
  10. અંગૂઠો બતાવવો
  11. અંજળ પાણી ખૂટવા
  12. અંધારામાં તીર ચલાવવું
  13. અંબાડીએ બેસીને છાણાં ન વિણાય


આ-ઈ
  1. આકાશ પાતાળ એક કરવા
  2. આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય
  3. આગળ ઉલાળ નહિ ને પાછળ ધરાળ નહિ
  4. આગળ બુદ્ધિ વાણિયા, પાછળ બુદ્ધિ બ્રહ્મ
  5. આજ રોકડા, કાલ ઉધાર
  6. આજની ઘડી અને કાલનો દી
  7. આદર્યા અધૂરા રહે, હરિ કરે સો હોઈ
  8. આદુ ખાઈને પાછળ પડી જવું
  9. આપ ભલા તો જગ ભલા
  10. આપ મુવા પીછે ડૂબ ગઈ દૂનિયા
  11. આપ મુવા વિના સ્વર્ગે ન જવાય
  12. આપ સમાન બળ નહિ
  13. આપણી તે લાપસી અને બીજાની તે કુસકી
  14. આપવાના કાટલાં જુદા ને લેવાના કાટલાં જુદા
  15. આફતનું પડીકું
  16. આબરૂના કાંકરા કરવા / ધજાગરો કરવો
  17. આભ ફાટ્યું હોય ત્યાં થીગડું ન દેવાય
  18. આમલી પીપળી બતાવવી
  19. આરંભે શૂરા
  20. આલાનો ભાઈ માલો.................(આગળ ના પાન પર ચાલુ)


        INDEX PAGE
       NEXT PAGE

Gujarati Kahevato-ગુજરાતી કહેવતો Page-25

ગુજરાતી કહેવતો-રુઢિપ્રયોગો -તળપદા શબ્દો

હ-ક્ષ
  1. હલકું લોહી હવાલદારનું
  2. હવનમાં હાડકાં હોમવા
  3. હવેલી લેતા ગુજરાત ખોઈ
  4. હસવામાંથી ખસવું થવું
  5. હસવું અને લોટ ફાકવો બન્ને સાથે ન થાય
  6. હસે તેનું ઘર વસે
  7. હળદરના ગાંઠીયે ગાંધી ન થવાય
  8. હળાહળ કળજુગ
  9. હાથ ઊંચા કરી દેવા
  10. હાથના કર્યા હૈયે વાગ્યા
  11. હાથમાં આવ્યું તે હથિયાર
  12. હાથી જીવે તો લાખનો, મરે તો સવા લાખનો
  13. હાથીના દાંત દેખાડવાના જુદા અને ચાવવાના જુદા
  14. હાથીની પાછળ કૂતરા ભસે
  15. હાર્યો જુગારી બમણું રમે
  16. હિંમતે મર્દા તો મદદે ખુદા
  17. હીરો ઘોઘે જઈ આવ્યો અને ડેલે હાથ દઈ આવ્યો
  18. હું પહોળી ને શેરી સાંકડી
  19. હું મરું પણ તને રાંડ કરું
  20. હું રાણી, તું રાણી તો કોણ ભરે પાણી ?
  21. હુતો ને હુતી બે જણ
  22. હૈયા ઉકલત
  23. હૈયું બાળવું તેના કરતા હાથ બાળવા સારા
  24. હૈયે છે પણ હોઠે નથી
  25. હૈયે રામ વસવા
  26. હોઠ સાજા તો ઉત્તર ઝાઝા
  27. હોળીનું નાળિયેર
  28. ક્ષમા વીરનું ભૂષણ છે
  1. અક્કરમીનો પડીઓ કાંણો
  2. અક્કલ ઉધાર ન મળે
  3. અક્કલનો ઓથમીર મંગાવી ભાજી તો લાવ્યો કોથમીર
  4. અચ્છોવાના કરવાં
  5. અજાણ્યા પાણીમાં ઉતરવું નહિ
  6. અજાણ્યો અને આંધળો બેઉ સરખા
  7. અત્તરનાં છાંટણા જ હોય, અત્તરના કુંડા ન ભરાય......(આગળ ના પાન પર ચાલુ)


         INDEX PAGE
       NEXT PAGE