=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: નવેમ્બર 2013

Gujarati Kahevato-ગુજરાતી કહેવતો-Page-14

ગુજરાતી કહેવતો-રુઢિપ્રયોગો -તળપદા શબ્દો


  1. પહેલો ઘા પરમેશ્વરનો
  2. પહેલો સગો પાડોશી
  3. પહોંચેલ માયા/બુટ્ટી
  4. પ્રસાદી ચખાડવી
  5. પંચ કહે તે પરમેશ્વર
  6. પાકા ઘડે કાંઠા ન ચડે
  7. પાઘડી ફેરવી નાખવી
  8. પાઘડીનો વળ છેડે આવે
  9. પાટિયાં બેસી જવાં
  10. પાટો બાઝવો
  11. પાઠ ભણાવવો
  12. પાણી ઉતારવું
  13. પાણી ચડાવવું
  14. પાણી દેખાડવું
  15. પાણી પહેલા પાળ બાંધી લેવી સારી
  16. પાણી પાણી કરી નાખવું
  17. પાણી પીને ઘર પૂછવું
  18. પાણી ફેરવવું
  19. પાણીચું આપવું
  20. પાણીમાં બેસી જવું
  21. પાણીમાં રહીને મગર સાથે વેર ન બંધાય
  22. પાણીમાંથી પોરા કાઢવા
  23. પાનો ચડાવવો
  24. પાપ છાપરે ચડીને પોકારે
  25. પાપડતોડ પહેલવાન
  26. પાપડી ભેગી ઈયળ બફાય
  27. પાપનો ઘડો ભરાઈ જવો
  28. પાપી પેટનો સવાલ છે
  29. પારકા કજિયા ઉછીના ન લેવાય
  30. પારકા છોકરાને જતિ કરવા સૌ તૈયાર હોય
  31. પારકી આશ સદા નિરાશ
  32. પારકી છઠ્ઠીનો જાગતલ
  33. પારકી મા જ કાન વિંધે
  34. પારકી લેખણ, પારકી શાહી, મત્તું મારે માવજીભાઈ
  35. પારકે પાદર પહોળા થવું........................................(આગળ ના પાન પર ચાલુ)

         INDEX PAGE

Gujarati Kahevato-ગુજરાતી કહેવતો Page-13

ગુજરાતી કહેવતો-રુઢિપ્રયોગો -તળપદા શબ્દો

  1. નવે નાકે દિવાળી
  2. નવો મુલ્લો બાંગ વધુ જોરથી પોકારે
  3. નવો મુસલમાન નવ વાર નમાજ પઢે
  4. નસીબ અવળા હોય તો ભોંયમાંથી ભાલા વાગે
  5. નસીબ બેઠેલાનું બેઠું રહે, દોડતાનું દોડતું રહે
  6. નસીબનો બળિયો
  7. નાક કપાઈ જવું
  8. નાક કપાવી અપશુકન ન કરાવાય
  9. નાકે છી ગંધાતી નથી
  10. નાગાની પાનશેરી ભારે હોય
  11. નાગાને નાવું શું અને નીચોવવું શું ?
  12. નાચવું ન હોય તો આંગણું વાંકુ
  13. નાણા વગરનો નાથીયો, નાણે નાથાલાલ
  14. નાતનો માલ નાત જમે, મુસાભાઈના વા ને પાણી
  15. નાના મોઢે મોટી વાત
  16. નાનો પણ રાઈનો દાણો
  17. નીર-ક્ષીર વિવેક
  18. નેવાના પાણી મોભે ના ચડે
  19. નોકર ખાય તો નફો જાય, શેઠ ખાય તો મૂડી જાય


  1. પઈની પેદાશ નહિ ને ઘડીની ફુરસદ નહિ
  2. પગ કુંડાળામાં પડી જવો
  3. પગ ન ઊપડવો
  4. પડતો બોલ ઝીલવો
  5. પડી પટોડે ભાત, ફાટે પણ ફીટે નહિ
  6. પડ્યા પર પાટું
  7. પડ્યો પોદળો ધૂળ ઉપાડે
  8. પઢાવેલો પોપટ
  9. પત્તર ખાંડવી
  10. પથ્થર ઉપર પાણી
  11. પરચો આપવો/દેખાડવો
  12. પરણ્યા નથી પણ પાટલે તો બેઠા છો ને?
  13. પલાળ્યું છે એટલે મૂંડાવવું તો પડશે જ ને
  14. પવન પ્રમાણે સઢ ફેરવવો
  15. પહેલું સુખ તે જાતે નર્યા..........................(આગળ ના પાન પર ચાલુ)


        INDEX PAGE
       NEXT PAGE

Gujarati Kahevato-ગુજરાતી કહેવતો Page-12

ગુજરાતી કહેવતો-રુઢિપ્રયોગો -તળપદા શબ્દો

  1. ધીરજના ફળ મીઠા હોય
  2. ધુમાડાને બાચકા ભર્યે દહાડો ન વળે
  3. ધૂળ ઉપર લીંપણ ન કરાય
  4. ધોકે નાર પાંસરી
  5. ધોબીનો કૂતરો, નહિ ઘરનો નહિ ઘાટનો
  6. ધોયેલ મૂળા જેવો
  7. ધોળા દિવસે તારા દેખાવા
  8. ધોળામાં ધૂળ પડી
  9. ધોળિયા સાથે કાળિયો રહે, વાન ન આવે, સાન તો આવે


  1. ન આવડે ભીખ તો વૈદું શીખ
  2. ન ત્રણમાં, ન તેરમાં, ન છપ્પનના મેળમાં
  3. ન બોલ્યામાં નવ ગુણ
  4. ન મળી નારી એટલે સહેજે બાવા બ્રહ્મચારી
  5. ન મામા કરતા કહેણો મામો સારો
  6. નકલમાં અક્કલ ન હોય
  7. નગારખાનામાં પીપૂડીનો અવાજ ક્યાંથી સંભળાય?
  8. નજર ઉતારવી
  9. નજર બગાડવી
  10. નજર લાગવી
  11. નજરે ચડી જવું
  12. નજરે જોયાનું ઝેર છે
  13. નથ ઘાલવી
  14. નદીના મૂળ અને ઋષિના કુળ ન શોધાય
  15. નબળો ધણી બૈરી પર શૂરો
  16. નમાજ પડતા મસીદ કોટે વળગી
  17. નરમ ઘેંશ જેવો
  18. નવ ગજના નમસ્કાર
  19. નવરો ધૂપ
  20. નવરો બેઠો નખ્ખોદ કાઢે
  21. નવાણિયો કૂટાઈ ગયો
  22. નવાણુંનો ધક્કો લાગવો
  23. નવી ગિલ્લી નવો દાવ
  24. નવી વહુ નવ દહાડા.......................(આગળ ના પાન પર ચાલુ).
..


         INDEX PAGE
       NEXT PAGE

Gujarati Kahevato-ગુજરાતી કહેવતો Page-11

ગુજરાતી કહેવતો-રુઢિપ્રયોગો -તળપદા શબ્દો


  1. દાંત કાઢવા
  2. દાંત ખાટા કરી નાખવા
  3. દાંતે તરણું પકડવું
  4. દી ભરાઈ ગયા છે
  5. દીકરી એટલે સાપનો ભારો
  6. દીકરી ને ગાય, દોરે ત્યાં જાય
  7. દીવા તળે અંધારું
  8. દીવાલને પણ કાન હોય
  9. દુકાળમાં અધિક માસ
  10. દુ:ખતી રગ દબાવવી
  11. દુ:ખનું ઓસડ દહાડા
  12. દુ:ખે છે પેટ અને કૂટે છે માથું
  13. દૂઝણી ગાયની લાત ભલી
  14. દૂધ પાઈને સાપ ઉછેરવો
  15. દૂધ, સાકર, એલચી, વરીઆળી ને દ્રાક્ષ
  16. જો કંઠનો ખપ હોય તો પાંચેય વસ્તુ રાખ
  17. દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાખવું
  18. દૂધનો દાઝેલો છાશ પણ ફૂંકી ફૂંકીને પીએ
  19. દે દામોદર દાળમાં પાણી
  20. દેખવું નહિ અને દાઝવું નહિ
  21. દેવ દેવલા સમાતા ન હોય ત્યાં પૂજારાને ક્યાં બેસાડવા
  22. દોડવું હતું ને ઢાળ મળ્યો
  23. દોરડી બળે પણ વળ ન છૂટે
  24. દ્રાક્ષ ખાટી છે


  1. ધકેલ પંચા દોઢસો
  2. ધણીની નજર એક, ચોરની નજર ચાર
  3. ધનોત-પનોત કાઢી નાખવું
  4. ધરતીનો છેડો ઘર
  5. ધરમ કરતાં ધાડ પડી
  6. ધરમ ધક્કો
  7. ધરમના કામમાં ઢીલ ન હોય
  8. ધરમની ગાયના દાંત ન જોવાય
  9. ધાર્યું ધણીનું થાય...................................(આગળ ના પાન પર ચાલુ)


         INDEX PAGE
       NEXT PAGE