“રમતાં રમતાં લડી પડે ભઈ માણસ છે!
હસતાં હસતાં રડી પડે ભઈ માણસ છે!
પહાડ થી એ કઠણ મક્કમ માણસ છે!
દ્ડ દ્ડ દ્ડ દ્ડ દડી પડેભઈ માણસ છે!
સૂર્યવંશી પ્રતાપ એનો ,માણસ છે!
ભર બપોરે ઢળી પડે ભઈ માણસ છે!
પૂજાવા ઝટ થયા પાળિયા,માણસ છે!
ટાણે ખોટ્યું પડી ,પડે ભઈ માણસ છે.
એક જ બારી ના સળિયા આરપાર બે માણસ નજર કરે છે, એક ને કાદવ દેખાય છે.
એકને તારા? તમે અન્ય ને કઈ નજરે જુવો છો,તેના પરજ તમારા સુખ નો કે દુખ નો
આધાર છે. સ્વભાવ ગત મનુષ્ય જાત ભોળી છે,એને અસ્તિત્વ નો આનંદ લુંટવો છે,
પણ એ આનંદ ક્યોં અને કેવી રીતે મળે તે જાણતી નથી.એ ધર્મો પાસે કૈક શીખવા
જાય છે ,પરંતુ કહેવાતા ધર્માચાર્યો એ ધર્મ માં એટલી બધી વિતંડા ઓ અને ગુંચવણો
સર્જી દીધી છેકે માણસ આનંદ નું મૂળ શોધવા ને બદલે ધર્મ ની ધમાલમાં પડી અવળે
રસ્તે ચડી જાય છે.તેનું અસ્તિત્વ પાપ ને પુણ્ય ની ખેચાખેચી વચ્ચે ચૂંથાઈ ને ચીંથરું બની
જાય છે.સીધું સાદું સત્ય તો એ છે કે બીજા કોઈ ને ખોટા પુરવાર કરવા ની જરૂર અનુભવ્યા
વિના આપણે આપણી સચ્ચાઈ વિષે સંતોષ લઇ શકીએ ત્યારે આપણા પીઢ પણા નો
આરંભ થયો ગણાય.
માણસે આનંદ ની શોધ કરતાં કરતાં જરૂરિયાતો ના વિનિમય
માટે નાણું શોધી કાઢ્યું?આ નાણા એ એક મેક ને નજીક લાવવા ના બદલે વર્ગો,ભેદો અને
વિગ્રહો સર્જ્યા ,પાપ પુણ્ય ની દ્રષ્ટી એ જોઈએ તો બીજા ની મહેનતના ફળ ઉપર જીવવા ની
માણસ ની ઈચ્છા એ જગતભર ના પાપનું મૂળ છે.કોઈ એ કહ્યું છે કે તુજ તારો દીવો થા ,
જગત ને દોષ દેવા કરતાં પોતાની ક્ષતિઓ જોવી અને નિવારવી એ સૌથી વધુ કષ્ટદાયી
પણ સાચી પ્રક્રિયા છે.
“ફરતો લીલો સુકો માણસ ,
સપનાં નો લઇ ભૂકો માણસ,
ભવ્ય ઇમારત નો જાણે આ,
જુનો-પાનો હુક્કો માણસ,
નવરા બેઠેલા ઈશ્વરનો ,
એક રૂપાળો તુક્કો માણસ,
મત્ત ગડાકું જેવાં સંસ્મરણો,
પીધા કરતો હુક્કો માણસ,
રોજ અરીસા સામે ઉભો,
રોજ ઉગામે મુક્કો માણસ.”
એપિકટેટસ નામ ના ચિંતકે આપણ ને એક સોનેરી સલાહ આપી છે.
“તમે શું એ નથી જાણતા કે,આપણે ચાહે તે કામ કરતા હોઈએ છતાં
અંતે તો રોગ અને મૃત્યુ આપણ ને આંબી જવાનાં છે! તો જે ઘડી એ
એ તમને આંબી જાય ત્યારે તમે શું કરતા હો એવું ઈચ્છો છો? એ
ઘડી આવી પહુંચે ત્યારે કશુક વધારે સારું કરવાનું તમારી પાસે હોય
તો અત્યાર થી જ કરવા મંડી જજો.
“સોમ સંગ્રહ”
તા.૩૧-૧૨-૨૦૦૧.