=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: અખા ભગત ની જીવન ઝલક
લેબલ અખા ભગત ની જીવન ઝલક સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ અખા ભગત ની જીવન ઝલક સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

અખા ભગત ની જીવન ઝલક-૫

ઝગમગ જ્યોત અપાર છેશૂન્યમાં ધૂન લાગી,
અખો આનંદ શુ ત્યાં મળ્યોભવભ્રમણા ભાગી.


મરીને માણસ ભૂત થાય છેઅને જીવતાથી નહિ બીનારો મરેલાથી બીએ છે
એ કેવી વિચિત્ર વાત છે! 

અખો કહે છે`કોઈ જાનવર મરીને ભૂત નથી થતુંને માણસ કેમ થાય છે?

પશુ મૂઓ કો ભૂત ન થાયઅખા માણસ કેમ અવગત થાય?

પછી કહે છેતારે ભૂત ન થવું હોય ને બ્રહ્મ થવું હોય તો મરતાં પહેલાં જ્ઞાન સરોવરમાં ડૂબીને મરતા પહેલાં જ મરી જા પછી તું હરિરૂપ થઈ જશે`

મરતા પહેલાં જાને મરીપછી જે રહેશે તે હરિ

મારા ગ્રહો નબળા છે કહી માથે હાથ દઈ બેઠેલાને અખો કહે છે 

હરિની ભક્તિ કર, હરિનું શરણ લેપછી ગ્રહો તને શું કરવાના છે
ગ્રહો જ બાપડા કોઈ લૂલા છેતો કોઈ કાણા છે,

હરિજનને ગ્રહ શું કરેજે ગ્રહ બાપડા પરવશ ફરે
કાણો શૂક્ર ને લૂલો શનિબ્રહસ્પતિએ સ્ત્રી ખોઈ બાપડી   

(શુક્રાચાર્ય ગુરૂ આંખે કાણો હતો,શનિ લંગડો હતો,બ્રહ્સ્પતિ-ગુરૂ ની સ્ત્રી ને ચંદ્ર -સોમ ઉઠાવી ગયો હતો)

અખો કહે છે ભક્તિ જ માણસને તારશે. ભક્તિ પંખી છેને જ્ઞાન વૈરાગ્ય એની બે પાંખો છે. 

ભક્તિ ગાય છેને જ્ઞાન વૈરાગ્ય એના પુત્રો છે. ગાય ઘરમાં આવી એટલે વત્સ પાછળ આવ્યા જ જાણો

ભાઈભક્તિ જેવી પંખિણીજેને જ્ઞાનવૈરાગ્ય બે પાંખ છે,

ચિદાકાશ માંહે તે જ ઊડે જેને સદ્ગુરુ રૂપી આંખ છે!

એ ભક્તિના બે પુત્ર છેજ્ઞાન વૈરાગ્ય કહાવે,

જ્યાં ગાય ઘરમાં આવીસહેજે વત્સ ચાલ્યાં આવે

આમ અખાએ સમાજના સૂતેલા આત્માને જગાડયો છે અને એને જ્ઞાનનો રાહ ચીંધ્યો છે.

સૂતર આવે તેમ તું રહેજેમ તેમ કરીને હરિને લહે.


ઊનું ટાઢું નહિ આકાશપાણીમાં નહિં માખણ છાશ,


બ્રહ્મજ્ઞાન એવું છે અખાજ્યાં નહિ સ્વામી સેવક સખા.


ઈશ્વર જાણે તે આચારએ તો છે ઉપલો ઉપચાર.


મીઠાં મહુડાં માન્યાં દ્રાક્ષ, અન્ન નોય અન્ન માંની રાખ.


સોનામુખી સોનું નવ થાયઅખા આંધળીને પાથરતાં વાણું વાય.


પાને પોથે લખિયા હરિજેમ વેળુમાં ખાંડ વિખરી


માયાના મર્કટ સૌ લોક પલકે સુખ ને પલકે શોક.


અખા માયા કરે ફજેતખાતાં ખાંડ ને ચાવતાં રેત.


જ્ઞાની વિહારી ગોપી જશાતે જ જ્ઞાની જેને ગોપીની દશા.

અખાએ ઘણા ગ્રંથો લખ્યા છે.

એના છપ્પા, `અનુભવબિંદુઅને `અખેગીતાજોતાં એ કેવળાદ્વૈત તરફ ઢળતો વેદાન્તી જણાય છે. 

એની `બ્રહ્મકુમારીઅજબ છે.

આમ અખો જ્ઞાનવૈરાગ્યનું ગૌરવ કરે છેઅને જ્ઞાનવૈરાગ્ય વગરની ભક્તિને અપંગ કહેછે. 

એ જ જ્ઞાન-વૈરાગ્યને એ ભક્તિરૂપે ગાયનાં વત્સ કહે છે. 
આમ જ્ઞાન ભક્તિને વૈરાગ્ય ત્રણેના અલગ વાડા નથી
પણ એક જ વાત ના  ત્રણ પાસાં છે એવું એ સ્પષ્ટ કરે છે.

અખો વિદ્વાન છેબહુશ્રુત છેમહા અનુભવી છે. 

એ પ્રચલિત કહેવતો તથા અવનવી ઉપમાઓનો પૂરા બળથી ઉપયોગ કરે છે 
એટલે એની વાણી ચોટદાર બને છે. 

કશામાં દોષો જોવાનો એનો હેતુ નથીપણ આત્માના વિકાસમાં ક્યાં નડતર છે એ તો દેખાડવું જ પડે ને

એ વિના રોગનો ઉપાય થાય કેવી રીતેઅખાની વાણી લક્ષ્યવેધી છે. 

ગુજરાતી ભાષાના એ એક ઉત્તમોત્તમ કવિ છેઉત્તમોત્તમ ભક્ત છેઉત્તમોત્તમ જ્ઞાની છે.

`અખેગીતાખરેખર `ગીતાનામને યોગ્ય છે. 
ગુજરાતી ઉપરાંત વ્રજભાષા અને હિંદમાં પણ અખાએ કવિતા કરી છે.
અખાના આત્મદર્શનનું એક ગીત અહી  નીચે આપ્યું છે.

શાં શાં રૂપ વખાણું રે સંતોશાં શાં રૂપ વખાણું?

ચંદા ને સૂરજ વિના મારે વાયું છે વાણું સંતો..

નેજા રોપ્યા નિજધામમાંવાજાં અનહદ વાગે,

ત્યાં હરિજન બેઠા અમૃત પીએમાથે છત્ર બિરાજે સંતો.

વિના રે વાદળવિના વીજળીજળ સાગર ભરિયું,

ત્યાં હંસરાજા ક્રીડા કરેચાંચે મોતિડું ધરિયું,

ઝગમગ જ્યોત અપાર છેશૂન્યમાં ધૂન લાગી,

અખો આનંદ શુ ત્યાં મળ્યોભવભ્રમણા ભાગી.

જય શ્રી કૃષ્ણ.

સોમ સંગ્રહ તા.૬-૧૦-૧૩.



અખા ભગત ની જીવન ઝલક-૪

પોતે હરિને જાણે ન લેશ અને કાઢી બેઠો ગુરુનો વેશ

હરિ-ગુરુ-સંત મળવા મુશ્કેલ છે. અખાને ઢોંગી ગુરુઓનો કડવો અનુભવ થયો હશે એટલે એણે ગુરુના નામ  પર કેટલાક ચોબખા માર્યા છે

અખા એ ગુરુ શું મૂકે પારજેના શિષ્ય ગર્દભ ને ગુરુ કુંભાર
પોતે હરિને જાણે ન લેશ અને કાઢી બેઠો ગુરુનો વેશ


 જેમ સાપને ઘેર પરોણો સાપમુખ ચાટી વળ્યો ઘર આપ


દેહાભિમાન હતું પાશેરવિદ્યા વધતાં વધ્યું શેર,

ચરચા વધતાં તોલું થયોગુરુ થયો ત્યાં મણમાં ગયો

ઊઘ્યો કહેઊંધ્યો સાંભળેતેણે જડપણું બેનું નવ ટળે,
 જેમ ચિત્રામણના દીવા વડેકેમ રાત અંધારી દૃષ્ટે પડે?


પ્રાપ્ત રામ કરે તે ગુરુબીજા ગુરુ તે જાણો વરૂ
 ધન હરેધોખો  કરેએ ગુરુ કલ્યાણ શું કરે?

શાસ્ત્રનો મર્મ નહિ સમજનારા અને વ્યર્થ વાદવિવાદ કરનારા પંડિતો પ્રત્યે અખાને  ભારે નફરત છે. 

એ કહે છે

અંધે અંધ અંધારા મળ્યાજેમ તલમાં કોદરા ભળ્યા,
 ઘેંસ ન થાયન થાય ઘાણીકહે અખો એ વાતો જાણી


પંડિતને પંડિતાઈનું જોરપણ અતઃકરણમાં અંધારું ધોર
સંસ્કૃત બોલે તે શું થયુંશું પ્રાકૃતથી નાસી ગયું?


 ભાષાને શું વળગે ભૂરજે રણમાં જીતે તે શૂર
જોજો રે મોટાના બોલઉજ્જળ ખેડે વાગ્યો ઢોલ


શબરી સંસ્કૃત શું ભણી હતીભાઈક્યા વેદ વાંચ્યા કરમાબાઈ?
 વ્યાધ તો શું ભણ્યોતો વેદગણકા શું સમજતી હતી ભેદ?


ઓછું પાત્ર ને અદકું ભણ્યોવઢકણી વહુએ દીકરો જણ્યો
જો તુંબડું માંહેથી મરેતો તારે ને પોતે તરે

અખાની જ્ઞાનદૃષ્ટિ સમાજમાં પ્રવર્તતાં દંભઅજ્ઞાન અને વહેમોની આરપાર જોઈ શકે છે. 

ઊંચનીચના ભેદની વ્યર્થતા અને રામ રહીમના ભેદની પોકળતા પણ એ સમજે છે. 

તેથી કહે છે

ઊંચમાં રામ બમણો નથી ભર્યો અને નીચ પિંડ ઠાલો નથી કર્યો
આભડછેટ અંત્યજની જણીબામણ વાણિયા કીધા ધણી


શ્વાન શ્વપચ ગૌબ્રાહ્મણ જોયરામ થકી અળગો નહિ કોય
આપોઆપમાં ઊઠી બલાએક કહે રામ ને એક કહે અલ્લા 


જ્યાં જોઈએ ત્યાં કૂડેકૂડસામાસામી બેઠાં ધૂડ,


 કોઈ આવી વાત સૂરજની કરેતો આગળ જઈ ચાંચ જ ધરે.
 અમારે હજાર વર્ષ અંધારે ગયાંતમે આવાં ડાહ્યાં ક્યાંથી થયાં




અખા ભગત ની જીવન ઝલક-૩

કથા સુણી સુણી ફૂટ્યા કાનઅખાતોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.


અખા ના છપ્પા.


  તિલક  કરતાં  ત્રેપન વહ્યાં,  ને  જપમાળાનાં  નાકાં  ગયાં;

  તીરથ ફરી ફરી થાકયાં ચરણ , તોય ન પહોંચ્યો હરિને શરણ;

  કથા સુણી સુણી ફૂટ્યા કાનઅખાતોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.

  એક મૂરખને એવી ટેવ , પથ્થર એટલા પૂજે દેવ;
  પાણી દેખી કરે સ્નાન , તુલસી દેખી તોડે પાન;
  તે તો અખા બહુ ઉત્પાત , ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત?

  જો જો રે મોટાના બોલ , ઊજડ ખેડે બાજ્યું ઢોલ.
  અંધ અંધ અંધારે મળ્યા , જ્યમ તલમાં કોદરા ભળ્યા;
  ન થાયે ઘેંસ કે ન થાય ઘાણી , કહે અખો એ વાતો અમે જાણી.

 (ખેડે=ગામમાંન થાયે ઘેંસ કે ન થાય ઘાણી= ઘાણી એટલે તેલી       બી   પીલી તેલ કાઢવાનું સાધનકોદરા જુદા હોય તો એની ઘેંશ થાય અને તલ જુદા હોય તો પીલીને તેલ કાઢી શકાય. પણ જો બંને ભેગા થયા હોય તો ન ઘેંશ બની શકેન તેલ કાઢી શકાય. અર્થાત્ કશા કામના નહીં )


દેહાભિમાન હૂતો પાશેર , તે વિદ્યા ભણતાં વધ્યો શેર;

ચર્ચાવાદમાં તોલે થયો , ગુરુ થયો ત્યાં મણમાં ગયો.
અખા એમ હલકાથી ભારે હોય , આત્મજ્ઞાન મૂળગું ખોય.

પાશેર=સવાસો ગ્રામશેર=પાંચસો ગ્રામતોલો=પાંચ ગ્રામ,મણ=વીસ કિલોગ્રામ )


સસાશિંગનું વહાણ જ કર્યું , મૃગતૃષ્ણામાં જઈને તર્યું;

વંધ્યાસુત બે વા ’ણે ચઢ્યાખપુષ્પ વસાણાં ભર્યાં.
જેવી શેખસલીની ચાલી કથા , અખા હમણાં ને આગળ એવા હતા.

સસલાના શિંગડાનું વહાણમૃગજળમાં તરવુંવાંઝણીના પુત્રો અને આકાશનાં ફૂલો- અશક્ય અને તરંગી વાતોના દૃષ્ટાંત વડે અગાઉ અને આજે કેવા જૂઠાણાં ચાલ્યા કર્યાં છે એ વાત અખાએ અવળવાણી વડે વેધકતાથી સમજાવી છે.)


આંધળો સસરો ને સરંગટ વહુ , એમ કથા સાંભળવા ચાલ્યું સહુ.
કહ્યું કાંઈ ને સમજ્યું કશું , આંખનું કાજળ ગાલે ઘસ્યું.
ઊંડો કૂવો ને ફાટી બોક , શીખ્યું-સાંભળ્યું સર્વે ફોક.

સરંગટ=ઘૂમટો તાણેલીબોક= ડોલ )

અખામાં   અચાનક હરિ પરગટ થયો!પછી બ્રહ્માજી ની પેઠે એની વાણી ઊઘડી. 
એ કહે છે`ત્યાર પછી ઊધડી મુજ વાણ! અચ્યૂત આવ્યાનું એ એંધાણ

હું તો જેમ દારની પૂતળીતે ચાળા કરે અપાર,

પણ કાષ્ઠમાં કાંઈયે નથીએ તો કળ ચાંપે સૂત્રધાર

અખો તો માત્ર કઠપૂતળી છેસૂત્રધાર નચાવે તેમ નાચે છે. કવિતા કરનારગ્રંથ લખનાર આ અખો નથીઅખો તો માત્ર પ્રભુના હાથનું વાજિંત્ર છે. વગાડનારો શ્રી હરિ છે. વાજું વાગતું દેખાય છેપણ એ કરામત વાજાની નથીવગાડનારની છે.

નાથ નિરંજન ગ્રંથ કરતાઅખો તે નિમિત્ત માત્ર,

જેમ વાજું દીસે વાજતુંપણ વજાડે ગુણપાત્ર

અખો ગુરુવાદનો વિરોધી નથીપણ બાહ્ય ગુરુ કરતાં એ આત્મા-ગુરુને વધારે માને છે. 


એ કહે છેજે નરને આત્મા-ગુરુ થશેકહ્યું અખાનું તે પ્રીછશે
સાથે સાથે તે કહે છે

કહે અખો સહુ કો સુણો

જો આણો માયા અંતને,
તો આપોપું ઓળખો, (આપોપું=પોતાની જાત ને -આત્માને)
સેવો હરિ-ગુરુ-સંતને




અખા ભગત ની જીવન ઝલક-૨

ગુરુ કીધા મેં ગોરખનાથ, ઘરડા બળદ ને ઘાલી નાથ. ધન લે ને ધોખો નવ હરે, એ ગુરુ કલ્યાણ શું કરે.




અખો કુળધર્મે વૈષ્ણવ હતો તેથી ગોકુલધામ જઈ શ્રી ગોકુલનાથજી મહારાજ પાસે દીક્ષા લીધી 
આ ગુરુ ઢોંગી નીકળતાં અખો કહે
                         ગુરુ કીધા મેં ગોરખનાથ,
                         ઘરડા બળદ ને ઘાલી નાથ.
                          ધન લે ને ધોખો નવ હરે,
                          એ ગુરુ કલ્યાણ શું કરે.
ત્યાં થી ચાલી નીકળી અખો અનંત જ્ઞાન ની તરસ છીપાવવા કાશી ગયો
.                  
કાશીમાં ગંગાજીના કિનારે એક સંત મહાત્માની પર્ણકુટિ છે. 
પર્ણકુટિમાં સંત પોતાના પસંદ કરેલા ખાસ શિષ્યોને વેદવિદ્યાનું ગૂઢ જ્ઞાન આપી રહ્યા છે. 
મધરાતનો વખત છે. ગુરુ ઉત્સાહમાં બોલે જાય છે. પણ સામે બેઠેલા શિષ્યો ઊંધનાં ઝોંકાં ખાય છે ને હોંકારો ભણી શકતા નથી. 

ગુરુએ પૂછ્યું-માયાનું સ્વરૂપ મેં સમજાવ્યુંહવે તમે શું સમજ્યા એ કહો?
કંઈ જવાબ મળ્યો નહિ. ગુરુએ ફરી પ્રશ્ન  કર્યોકંઈ જવાબ નહિ. 
શિષ્યો ઊંધતા હતાકોણ જવાબ આપે

ત્યારે ગુરુથી એક નિસાસો નખાઈ ગયો. 
એટલામાં પર્ણકુટિની બહારથી અવાજ આવ્યો`ગુરુદેવઆજ્ઞા કરો તો આ સેવક આપના પ્રશ્ન નો જવાબ આપે?

ગુરુ ચમક્યા. એકદમ ઊભા થઈને એ બહાર આવ્યા.

એક મેલો ઘેલો માણસ એમના પગમાં ઢગલો થઈને પડયો ને  
બોલ્યોગુરુજી ક્ષમા કરો હું  રોજ છુપાઈને આપનો ઉપદેશ સાંભળું છું.

ગુરુએ વહાલથી એને ભેટી પડી કહ્યુંબહાર નહિહવે અંદર મારી સામે બેસજે 

હું તને મારા શિષ્ય તરીકે સ્વીકારું છું.

'આ ગુરુનું નામ બ્રહ્માનંદ અને તેમણે જેને શિષ્ય તરીકે સ્વીકાર્યો તે અખો ભગત. 
અખો બ્રાહ્મણ નથીવૈશ્ય છે એવું જાણી આ પહેલાં ગુરુએ એના વેદવિદ્યા શીખવવાની ના પાડી હતી

પણ હવે એમણે જોયું કે મારા બ્રાહ્મણ શિષ્યો કરતાં યે અખામાં જ્ઞાનની તરસ વધારે સાચી ને ઊંડી છે
એટલે એમણે એને સ્નેહથી જ્ઞાનદાન કરવા માંડયું. અખો જ્ઞાનીવેદાન્તી બની ગયો.

આમ અખા ને વૈરાગ્ય, જ્ઞાન, ભક્તિ અને ઊંડી સાધના ના સમન્વય થી આત્મજ્ઞાન થયું.
મુખ માં સરસ્વતી બિરાજમાન થયાં અને વાણી ખીલી .
આ સાથે અખાએ છપ્પા લખવાનું અને ચાબખા મારવાનું શરૂ કર્યું.
અખા ની તમામ રચનાઓ મુખ્યત્વે સમાજ માં રહેલા અવિશ્વાસ, આડંબર
અને ઠગબાજીઓ પ્રત્યે નો તિરસ્કાર દર્શાવે છે.

અખાએ જીવનકાળ દરમ્યાન ૭૪૬ છાપ્પાની રચના કરેલ છે.તેની પ્રચલિત રચનાઓ આ પ્રમાણે છે.

  1. અખાના છપ્પા.
  2. અખાના પદ.
  3. અખે ગીતા.
  4. અનુભવ બિંદુ.
  5. કૈવલ્યગીતા.
  6. ગુરુ શિષ્ય સંવાદ.
  7. ચિત્ત  વિચાર સંવાદ.
  8. પંચીકરણ .
  9. બહમ લીલા.
  10. સંત પ્રિયા.
  11. અખા ના સોરઠા. 
  આમ ૧૧  ભાગ  માં વહેચાયેલી છે.                                                           



અખા ભગત ની જીવન ઝલક-૧







અખા નો જીવનકાળ મોગલ શાસન ના ગુજરાત ના સુવર્ણ  સમય માં હતો. 
આ સલ્તનત ના સમય ના ત્રણ મહાન સાહિત્યકારો માં અખા નું સ્થાન હતું. 
અખો અખા ભગત ના નામે પણ ઓળખાય છે. તેનું મૂળ નામ અખેરામ હતું.

 અખા નો જન્મ ગુજરાત ના અમદાવાદ ના દક્ષિણે આવેલા જેતલપુર માં ઈ. સ. ૧૫૯૧ માં સોની રહીયાદાસ ના ઘરે થયો હતો.અખો જન્મે અને વ્યવસાયે સોની હતો. 

પંદર સોળ વર્ષ ની વયે પિતા રહીયાદાસ તથા બે ભાઈઓ અખેરામ અને ગંગારામ તથા બહેન ધામસી સાથે વ્યવસાયાર્થે જેતલપુર થી અમદાવાદ ના ખાડીયા માં દેસાઈ ની પોળ માં આવીને વસ્યા હતા. 
આજે પણ દેસાઈ ની પોળ નું એક મકાન “અખા ના ઓરડા” તરીકે ઓળખાય છે.

 અખા નું કૌટુંબીક જીવન ઘણું સંઘર્ષ ભર્યું હતું. બાળપણ માં માતા ની  છત્રછાયા ગુમાવી અને 
ઓગણીસ વર્ષ ની વયે પિતા સ્વર્ગવાસ પામ્યા. ટૂંક સમય માં એક ની એક બહેન મૃત્યુ પામી.

બાળ વયે લગ્ન કર્યા હતા તે પત્ની નું યુવાન વય માં મૃત્યું થયું. 
ત્યારબાદ અખાએ બીજા લગ્ન કર્યા તેમાં પણ નીસંતાન પત્ની વિયોગ થયો.

 જહાંગીર ના સમય ની અમદાવાદ ની એક સરકારી ટંકશાળ માં અખાએ ઉચ્ચ હોદ્દો મેળવ્યો હતો.
તે સાબિત કરે છે કે તેના માં વ્યવસાયિક અને વ્યહવારિક કુશળતા ઓ ઘણી હતી. 
ત્યાં કોઈ એ ફરિયાદ કરી કે અખો સોના ના સિક્કા માં ભેળસેળ કરે છે 
એટલે અખા ને જેલ ની સજા થઇ પાછળ થી અખો નિર્દોષ છૂટ્યો.

 અખાએ એક ધર્મ ની બેન માનેલી હતી. એ બેને અખાને ત્યાં ત્રણસો રૂપિયા રાખેલા.
તેણે અખા ને સોના ની કંઠી બનાવી આપવા કહેલું અખો કુશળ કારીગર હતો અને 
બહેન પ્રત્યે ના ભાવ ને કારણે ગાંઠ ના સો રૂપિયા ઉમેરી સારી કંઠી કરી આપી. 

પણ કોઈ એ બેન ના મન માં વહેમ નાખ્યો કે  સોની નો શું વિશ્વાસ? 
એટલે તેની માનેલી બેને બીજા સોની પાસે કાપ મુકાવ્યો સોનું સાચું નીકળ્યું 
બાઈ પસ્તાઈ તેણે સોની ને કાપ સરખો કરવા કહ્યું પણ કંઠી ઉપર નો કાપ સરખો થયો નહિ 
આથી બાઈ કંઠી લઇ અખા પાસે ગઈ ત્યાં અખાએ બધી વાત બેન પાસેથી કઢાવી લીધી. 
આ સાંભળી અખાને ખુબ દુઃખ થયું.
જીવન ના આવા પ્રસંગો ને કારણે અખાને સંસાર પરથી વિશ્વાસ ઊઠી ગયો.

સંસાર ના અવિશ્વાસ અને સ્વાર્થની આગથી અખાને સમાજ અને વ્યવસાય પરથી મન ઊઠી ગયું. 
અખાએ સોની કામ નાં બધાં ઓજાર કુવા માં ફેંકી દીધાં અને અનંત જ્ઞાન ની તલાશ માં નીકળી પડ્યો. 

અખો બહુ ભણેલો નહિ પણ ભારતભર માં ભ્રમણ કરી અલગ અલગ સંપ્રદાયોથી સારો એવો પરિચિત થયેલો એ તેણે રચેલી વિપુલ સાહિત્ય રચનાઓ પરથી સિધ્ધ થાય છે. 

અખો એક ધર્મી નહોતો અને મૂર્તિપૂજા અવતારો માં માનતો નહિ 
બલ્કે તે મધ્યકાલીન યુગ નો સમાજ સુધારક અને 
બધા સંપ્રદાયો ને જોડનારો સમન્વયવાદી અને એક ઈશ્વર વાદી હતો. 

કવિ દલપતરામ મૂર્તિપૂજા માં માનનારા સ્વામીનારાયણ સંપ્રદાય ના ચુસ્ત અનુયાયી હોવા છતાં તેમણે અખાની પ્રસંશા કરી છે.

(ક્રમશઃ)