=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: એપ્રિલ 2014

રામાયણ-34


ગીતાજી માં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે-કે-અર્જુન તારો શત્રુ બહાર નથી પણ તારો શત્રુ તારી અંદર છે.

કામ એ હિત-શત્રુ છે.તે આપણને એમ મનાવે છે-કે-“હું તમને સુખ આપું છું” પણ તે સુખ સાચું નહિ કાચું છે.
કામ=”ક” એટલે સુખ અને “આમ” એટલે કાચું. કામ એટલે કાચું સુખ.
કામ નું સુખ તે સાચું સુખ નથી પણ કાચું સુખ છે-વિનાશ વાળું છે.
કામ ને હૃદયમાંથી કાઢી –ત્યાં પરમાત્મા શ્રીકૃષ્ણ ને  ને પધરાવવા જોઈએ.

ભરત નો ત્યાગ ઉત્તમ છે.અષ્ટસિદ્ધિઓ દાસી થઈને ઉભી છે,પરંતુ ભરત કોઈની સામું જોતાં નથી.
વૈરાગ્ય વગર ભક્તિ રડે છે,વૈરાગ્ય ના હોય તો ભક્તિ ની કોઈ કિંમત નથી.
ભરત ને એક જ ઈચ્છા છે-અને તે રામ ના દર્શન કરવાની. “મોહે લાગી લગન તેરે દર્શંનકી”
એક વાર -આવી ઈશ્વરની લગન લાગી જાય –તો બાકીનું બધું આપોઆપ આવી જાય છે.
જગતના સર્વ ભોગ પદાર્થોમાં –ભલે તે સામે આવે પણ મન તેમાં જતું નથી. અને તે જ સાચો ભક્ત છે.

રામકૃષ્ણ પરમહંસ ને તેમનો શિષ્ય હંમેશાં પૂછતો કે પરમાત્મા ક્યારે મળે ?
એક દિવસ તે શિષ્ય ગંગામાં જોડે નહાતો હતો તે વખતે,રામકૃષ્ણ પરમહંસે તેના વાળ પકડી અને તેનું માથું
ગંગાના પાણીમાં એક મિનિટ ડૂબાડી રાખ્યું. જેવું તેનું માથું બહાર કાઢ્યું-કે તે શિષ્ય ચિલ્લાઈ ઉઠયો કે-
આવું તો થતું હશે ? મને તો એમ થયું કે આજે મારો પ્રાણ નીકળી જશે.મારો જીવ પાણી માં મુંઝાતો હતો.
ત્યારે રામકૃષ્ણ પરમહંસે કહ્યું-કે- બસ ઈશ્વરને મળવાની આવી જ ઉત્કંઠા જાગે-કે તેના વગર હવે મારો
પ્રાણ નીકળી જશે-ત્યારે-જ ઈશ્વર મળે છે.પરમાત્મા વગર જીવ મુંઝાય તો પરમાત્મા મળે.

ભરતજી એ ત્રિવેણી ગંગા પાસે ભીખ માગી છે-કે-
“મારી બીજી કોઈ ઈચ્છા નથી,હું મોક્ષ માગતો નથી,મને રામ દર્શન કરાવી આપો.”

“ભુક્તિ,મુક્તિ માંગું નહિ,ભક્તિદાન દેહુ મોહી,ઔર કોઈ યાચું નહિ,નિસદિન યાચું તોહી.”
જ્ઞાની-ભક્ત-વૈરાગી પુરુષો ને મુક્તિ ની ઈચ્છા નથી,જે ભક્તિરસ માં તરબોળ થયો છે,તેને મોક્ષ નો આનંદ તુચ્છ લાગે છે.
વેદાંત કહે છે-કે-આત્મા તો સદા મુક્ત જ છે,તેને વળી મુક્તિ શાની ?
ભગવાન મુક્તિ આપે છે-(આપેલી જ છે) પણ ભક્તિ જલ્દી આપતા નથી.(વૈરાગ્ય થી ભક્તિ આવે છે)

સાધુ ઓ ભરત ના વખાણ કરે છે,અમારા વૈરાગ્ય કરતાં પણ ભરત નો વૈરાગ્ય શ્રેષ્ઠ છે.
ભરતજી ત્યાંથી આગળ ચાલ્યા છે, (દશમે દિવસે રામ-ભરત નું મિલન થયું છે.)
આજે તો ચિત્રકૂટ ના દૂર થી દર્શન થતાં.લોકોએ દુરથી  સાષ્ટાંગ પ્રણામ કર્યા છે, સૂર્યનારાયણ અસ્ત થયા છે,અને લોકોએ તળેટી માં મુકામ કર્યો છે.

આ બાજુ સીતાજી ને સ્વપ્ન આવ્યું છે-કે-ભરતજી આપણ ને મળવા આવ્યા છે,સાથે અયોધ્યાની પ્રજા છે,
સાસુજી નો વેશ અમંગળ હતો.
રામજી કહે છે-કે-આ સ્વપ્ન બહુ સારું નથી,કોઈ દુઃખ ની વાત સાંભળવી પડશે.

રામ,લક્ષ્મણ જાનકી પર્ણકુટી ના ઓટલે બેઠા છે,અનેક ઋષિઓ ત્યાં આવ્યા છે,જ્ઞાન ની વાતો કરે છે.
ત્યાં ભીલ લોકો દોડતા રામજી પાસે આવ્યા અને કહે છે-કે-કોઈ ભરત નામનો રાજા મોટી સેના સાથે
તળેટીમાં આવ્યો છે,તેથી આ પશુઓ પણ ગભરાટ માં દોડે છે.
રામજી વિચારમાં પડ્યા. પણ  લક્ષ્મણ ના મનમાં પણ –ગુહક ના જેવો જ કુભાવ આવ્યો.
“ભરત ને સેના સાથે આવવાની શી જરૂર હશે ? હું જાણું છું કે ભરત સાધુ છે,પણ રાજ્ય મળ્યા પછી તેની બુદ્ધિ કદાચ બગડી હશે,અને પોતાના રાજ્ય ને નિષ્કંટક કરવા સેના લઈને આવ્યો હોય, સત્તા મળે એટલે મનુષ્ય પાગલ બની જાય છે” લક્ષ્મણ જી ને ક્રોધ આવ્યો છે ધનુષ્ય પર હાથ મૂકી ઉભા થઇ ગયા છે.

રામજી એ લક્ષ્મણ નો હાથ પકડી બેસાડ્યા અને કહે છે-કે-
લક્ષ્મણ,ભરતને જો-સ્વર્ગનું પણ રાજ્ય મળે તો પણ તેને અભિમાન થાય તેવું નથી, આ જગતમાં ભરત જેવો ભાઈ થયો નથી અને થવાનો નથી.



સૌજન્ય- www.sivohm.com
   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE                           

રામાયણ-33


ભરદ્વાજ ઋષિ ભરત ને કહે છે-કે-રાક્ષસો નો સંહાર કરવા રામજી આ લીલા કરી રહ્યા છે,માટે શોક ન કરો.
તમારું સ્વાગત કરવું એ અમારો ધર્મ છે,આજ ની રાત તમે બધા અહીં રહો.

ભરદ્વાજે અણિમાદિક –રિદ્ધિ-સિદ્ધી નું આવાહન કર્યું છે, હજારો સેવકો,હજારો મકાનો ઉભાં થયા છે.
ભરદ્વાજે સિદ્ધિ નો ઉપયોગ કદી કર્યો ન હતો પણ આજે રામભક્તો નું તેમને સન્માન કરવું હતું.
જેને જે ભાવે તે ભોજન આપે છે,બધાનું ભાવ થી ભવ્ય સ્વાગત કર્યું છે.

રામજી ના દર્શન કરવા જાય તેનું સરસ સ્વાગત થાય તેમાં શું આશ્ચર્ય ? જે પરમાત્મા માટે ઘરનો
ત્યાગ કરે છે-તેનું રસ્તામાં અષ્ટસિધ્ધિઓ સેવા કરે છે.
રાતે ભરદ્વાજ ભરત ના પ્રેમ ની પરીક્ષા કરવા નીકળ્યા છે.ભરત નો રામ-પ્રેમ કેવો છે? ભરત શું કરે છે ?
તે જોવા નીકળ્યા છે. આવી ને જુએ તો-ભરતજી દર્ભ ના આસન પર,દૃષ્ટિ નાસિકા ઉપર સ્થિર કરી ને-
સીતા-રામ ના નામ નો જાપ કરે છે.

દાસીઓ ભરતજી ને મનાવે છે-કે-તમે ભોજન કરો.ત્યારે ભરતજી એ હાથ જોડ્યા છે-કહે છે-કે-
મારા રામ કંદમૂળ ખાય છે-મારે ભોજન કરવું નથી.
દાસીઓ કહે છે-હવે તમે થોડો આરામ કરો. ભરતજી ને રામ-દર્શન ની આતુરતા છે,આરામ કરવાની ફુરસદ નથી-કહે છે-કે-મને મારા રામ મળશે ત્યારે આરામ મળશે.
ભરતજી આખી રાત જાગી ને –સતત રામ નામ ના જાપ કરે છે.
તેમનો રામ-પ્રેમ કોણ વર્ણવી શકે ?તે વાણી અને વર્ણન ની પહોંચ ની બહારની વસ્તુ છે.

પ્રાતઃકાળે ભરદ્વાજ ફરીથી જોવા આવ્યા છે.આખી રાત ભરતજી એ પથારી ને સ્પર્શ કર્યો નથી.
રામ-દર્શન માટે ભરતજી ના પ્રાણ તલસે છે,નિંદ્રા આવતી નથી.
ભરત ની તપશ્ચર્યા જોતાં ભરદ્વાજ નું હૃદય ભરાયું છે, અને બોલી ઉઠયા છે –કે-
ભરતજી નો રામ-પ્રેમ સાચો છે, આવા ભરતનાં દર્શન એ જ રામદર્શન નું ફળ છે.

ભરદ્વાજે ઘણી સિદ્ધિઓ બતાવી,ભરતની નજીક અનેક સિદ્ધિઓ આવી પણ તેઓ તેનાથી અલિપ્ત રહ્યા છે.
સિદ્ધિઓ માં તે ફસાતા નથી.કારણ –ભરતને-તો-માત્ર- રામચરણમાં પ્રેમ એ જ સાધન અને એ જ સિદ્ધિ છે.
ઋષિઓ એ માન-પત્ર આપ્યું છે કે-અમે તપસ્વી છીએ પણ તમારાં જેવો પ્રભુ-પ્રેમ અમને મળ્યો નથી.
“રામવિલાસ રામ અનુરાગી ,તજત વમન.ઇવ જન બડભાગી”
જેનો રામ માં અનુરાગ થયો છે-તેવા રામ-અનુરાગી ને સંસારના ભોગ રોગ જેવા લાગે છે,
વમન (ઉલ્ટી) કરેલા અન્ન ઉપર જેમ કોઈનું મન જતું નથી –તેમ આવા બડભાગીઓનું મન
સંસારસુખ તરફ જતું નથી.

ભોગ અને ભક્તિ એક ઠેકાણે રહી શકે નહિ, સંસારની માયા જ્યાં સુધી લાગેલી છે-ત્યાં સુધી ભક્તિ નો રંગ લાગતો નથી. લોકો સમજે છે-કે ભક્તિ કરવી સહેલી છે-પણ સાચે તો ભક્તિ કરવી કઠણ છે.
ભક્તિ એ તો “શિર નું સાટું “ છે. “શિર સાટે નટવર ને વરીએ”
સંસારના કોઈ પણ વિષયસુખમાં મન ફસાયું  હોય તેને ભક્તિ નો રંગ લાગતો નથી.
સંસારના વિષયસુખ નો મનથી જયારે ત્યાગ થાય ત્યારેજ ભક્તિ નો સાચો રંગ લાગે છે.

એક શેઠ હતા,તેમનો પુત્ર વેશ્યાના સંગ ફસાયેલો. પિતા કહે કે-કુસંગ છોડી દે તો તારા લગ્ન કોઈ સારી કન્યા સાથે થાય.પુત્ર કહે છે- કે મને પહેલાં કોઈ સારી કન્યા મળે તો હું કુસંગ છોડી દઈશ.
પિતા કહે છે-કે વેશ્યા નો સંગ છોડ્યા વગર ખાનદાન ઘરની કન્યા મળે જ ક્યાંથી ?

આ આપણી જ કથા છે.આપણે વિષય-ભોગ છોડવા નથી અને કહીએ છીએ કે ભક્તિ માં આનંદ મળતો નથી. પણ આનંદ ક્યાંથી મળે ? ભોગ બાધક નથી પણ ભોગ ની આસક્તિ બાધક છે.
ભોગ-વાસના માં મન ફસાયું તો તે ઈશ્વરથી દૂર જાય છે.



સૌજન્ય- www.sivohm.com
   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE                           

રામાયણ-32


અનેક નાવડીઓ મંગાવી બધાને ગંગા પાર લઇ ગયા છે.
ગંગાપાર થયા પછી ભરતજી એ કહ્યું –કે-અહીંથી રામજી ચાલતા ગયા છે-એટલે હું હવે રથ માં નહિ બેસું,
હું ચાલતો આવીશ,અહીંથી મારા માલિક ચાલતા ગયા હોય અને હુ રથ માં બેસું તો મને પાપ લાગશે.

વશિષ્ઠજી સમજી ગયા છે, ભરત ને રથમાં બેસવાનો આગ્રહ કરવામાં આવશે તો તેને દુઃખ થશે.
સર્વ ના રથ આગળ કર્યા છે,પાછળ, ભરત.શત્રુઘ્ન અને ગુહક ચાલે છે. ભરત ની દશા દયાજનક છે.
શત્રુઘ્ન ના ખભા પર હાથ મૂકી-હે રામ-હે રામ-કરતાં ચાલે છે,આંખમાંથી આંસુ નીકળે છે.
ભરતજી સીતારામ સીતારામ બોલે છે ત્યારે માર્ગ ના પથ્થર પણ પીગળ્યા છે. ધન્ય છે ભરતને...
પિતાએ રાજ્ય આપ્યું છે પણ લીધું નથી અને રામજી ને મનાવવા જાય છે.

પગ માં જોડા નહિ,માથે છત્રી નહિ.તડકો પુષ્કળ પડ્યો છે,ભરતજી ના કોમળ પગ માં મોટા મોટા ફોલ્લા
પડ્યા છે,છતાં ભરતજી ને તેનું ભાન નથી. ભરતજી ને દેહભાન રહ્યું નથી.રામ માં તન્મય થયા છે.

ત્યાંથી ભરતજી પ્રયાગ આવ્યા છે,ત્રિવેણી સંગમ માં સ્નાન કર્યું છે.
ત્રિવેણી સંગમ માં ગંગા-જમુના નો સંગમ થાય છે. જ્ઞાન અને ભક્તિ નું મધુર મિલન થાય છે.
યમુનાજી શ્યામ અને ગંગાજી ગૌર છે,સરસ્વતી ગુપ્ત છે. પ્રયાગ-એ- તીર્થો નો રાજા છે.
ત્યાંના મુખ્ય માલિક –અધિષ્ઠાતા દેવ માધવરાય છે,ભરદ્વાજ મુનિ નો ત્યાં આશ્રમ છે.

લોકોએ કહ્યું-કે ભરદ્વાજ મુનિના આશ્રમ માં જવું પડશે.
ભરત કહે છે-કે-કૈકેયી,તેં મારું મુખ કાળું કર્યું,સંતો ની પાસે હું કેવી રીતે જાઉં ?
ભરદ્વાજ મુનિ પાસે જવા ની ભરતજી ની હિંમત થતી નથી,સંકોચ થાય છે.
વિચારે છે-કે-ઋષિ પૂછશે તો શું જવાબ આપીશ ?
વશિષ્ઠજીએ સમજાવ્યું કે તીર્થો નો નિયમ છે કે-તીર્થ માં જ્યાં સુધી સંતો નો સત્સંગ ન કરો ત્યાં સુધી યાત્રા ફળતી નથી, એટલે ભરતજી ભરદ્વાજ મુનિ ના આશ્રમ માં આવ્યા છે. દુરથી વંદન કરી ખૂણા માં બેઠા છે.

ભરદ્વાજ મુનિ ભરતજી ને સમજાવે છે-કે-ભરતજી શોક ના કરો,આ તો ઈશ્વરની લીલા છે. આજે ભ્રાતૃપ્રેમ નો
આદર્શ બતાવવા રામજી ને મનાવવા જાઓ તે ઉત્તમ છે,તમે આવ્યા ન હોત અને ગાદી પર બેસી રાજ્ય કર્યું હોત તો પણ ખોટું નહોતું. મને લાગે છે કે રામપ્રેમ નો આદર્શ બતાવવા તમારો જન્મ છે.

ઘણા વર્ષો સુધી અમે તપશ્ચર્યા કરી તેના ફળરૂપે અમને રામજી ના દર્શન થયા. સર્વ સાધન નું ફળ
રામજી ના દર્શન છે, પણ રામજી ના દર્શન નું ફળ –જો કોઈ હોય તો તે ભરતજી ના દર્શન છે.
રામજી ના દર્શન થયા પછી હું વિચારતો હતો કે રામ દર્શન નું ફળ શું મળશે ? હવે મને સમજાયું કે –
રામના દર્શન નું ફળ છે –ભરત-દર્શન.તમારાં દર્શન કરી અમે કૃતાર્થ થયા છીએ.

ભરતજી તમે તો ભાગ્યશાળી છો, રામજી નો તમારાં પર કેવો પ્રેમ છે તે હું જાણું છું.
રામજી અહીં પધારેલા-ત્યારે ત્રિવેણી સંગમ માં સ્નાન કરવાનું હતું,ત્યારે સંકલ્પ કરાવવા હું ગયો હતો.
સંકલ્પ માં આવે છે-કે-ભરત ખંડે—અને જેવો હું ભરતખંડે –એમ બોલ્યો ત્યારે રામજી ની આંખ ભીની થઇ હતી. મેં તેઓને પૂછ્યું –આપને શું થાય છે? ત્યારે રામજી એ જવાબ આપેલો કે-
“મારો ભરત મને યાદ આવે છે,બધા મળ્યા પણ મારો ભરત મને મળ્યો નહિ.”

ભરતજી ની દાસ્ય-ભક્તિ છે.ભરતજી બડભાગી છે,કે તેમને રામજી હંમેશાં યાદ કરે છે.
જીવ ઈશ્વરનું સ્મરણ કરે તે સ્વાભાવિક છે-પણ જયારે ઈશ્વર જીવ નું સ્મરણ કરે તે જીવનું જીવન ધન્ય છે.



સૌજન્ય- www.sivohm.com
   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE                           

રામાયણ-31


પ્રાતઃકાળ માં આંગણામાં ભીડ થઇ છે.બધાને આશા છે કે રામ-સીતા અયોધ્યામાં પાછા આવશે.
ભરતજી એ હુકમ કર્યો કે જેને આવવાની ઈચ્છા હોય તે ભલે આવે,બધાના ઘરનું રક્ષણ રાજ્ય કરશે.


વશિષ્ઠ ઋષિ પણ પત્ની અરુંધતી સાથે આવ્યા છે અને રથ માં વિરાજ્યા છે.
આજે કૈકેયી નો કળિ ઉતરી ગયો છે અને તે પણ  રામના દર્શન કરવા તૈયાર થયાં છે.
ભરતજી માટે સુવર્ણ  નો રથ તૈયાર કર્યો છે,પણ તે રથમાં બેસવાની ના પડે છે. લોકો કહે છે કે –તમે રથમાં નહિ બેસો તો અમે પણ ચાલીશું. ત્યારે કૌશલ્યા મા ભરત પાસે આવી ને કહે છે-કે-
“બેટા તું રથ માં નહિ બેસે તો અયોધ્યાની પ્રજા પણ રથ માં નહિ બેસે,રામવિયોગ માં કેટલાંક તો અન્ન લેતા નથી, માત્ર ફળાહાર કરે છે, રામવિયોગ માં સર્વ દુઃખી છે,સર્વ ને કષ્ટ થશે.”
કૌશલ્યા ની આજ્ઞા થી ભરત રથ માં બેઠા છે. ભરતે પણ આભૂષણો ઉતારી વલ્કલ વસ્ત્રો પહેર્યા છે.

પહેલે દિવસે ભરતજી શ્રુંગવેરપુર પાસે આવ્યા છે.
રાજા ગુહક બેઠા હતા. સેવકો એ કહ્યું કે –રાજા ભરત આવે છે,સાથે મોટી સેના હોય તેવું લાગે છે.
ગુહકે વિચાર્યું-કે ભરત, રામ-લક્ષ્મણ સાથે યુદ્ધ કરવા જાય છે,નહિતર સેનાની શું જરૂર ?
તે કૈકેયી નો પુત્ર છે, તે શું ન કરે ? પોતાનું રાજ્ય નિષ્કંટક કરવા માટે તે યુદ્ધ ની ઈચ્છા થી જાય છે.

ગુહક ના મન માં આવો કુભાવ આવ્યો,ભીલો ને તૈયાર થવાની આજ્ઞા આપી છે,કહ્યું કે-
“સામે પાર થી કોઈ આ પાર નાં આવે,અમે જીવીએ છીએ ત્યાં સુધી ભરત ને અમે ગંગા પાર નહિ ઉતારવા દઈએ” ત્યાં ગુહક નો વૃદ્ધ મંત્રી આવ્યો અને કહ્યું કે-ભરતજી સાથે યુદ્ધ નહિ પણ મૈત્રી થાય તેવું મને લાગે છે, તમે યુદ્ધ ન કરો પણ તેની પરીક્ષા કરો-કે –તે પ્રેમ થી રામજી ને મળવા જાય છે-કે યુદ્ધ કરવા જાય છે.

ગુહક રાજાએ હવે વિચાર કર્યો કે –મંત્રી ની વાત સાચી હોય તેવું લાગે છે,એકદમ અવિવેક કરી યુદ્ધ કરવું બરાબર નથી. ભરત ના “ભાવ”  ની પરીક્ષા કરવા ત્રણ પ્રકારની સામગ્રી તેણે સાથે લીધી.
કંદમૂળ-સાત્વિક,મેવા-મીઠાઈઓ-રાજસિક, અને માંસ-મદિરા-તામસિક.
ગુહકે વિચાર્યું-કે જેના પર ભરતની પહેલી નજર પડશે તેના પર થી તેના પરથી તેનો “ભાવ”  કેવો છે તે ખબર પડી જશે. મંત્રી સાથે ગુહક સામગ્રી લઇ ને આવ્યો છે. વશિષ્ઠ ને ગુહકે સાષ્ટાંગ પ્રણામ કર્યા છે.

વશિષ્ઠે પાછળ ભરત ની સામે જોઈ કહ્યું –કે-ભરત,- રામજી નો ખાસ સેવક તમને મળવા આવ્યો છે.
મેં સાંભળ્યું છે કે મારા રામજી ની તેણે બહુ સેવા કરી છે.
“રામજી નો સેવક” એ શબ્દ કાને પડતાં જ ભરતજી રથ માંથી કુદી પડ્યા છે,ગુહક ને ભેટી પડ્યા છે.
ગુહક ની સાથે સામગ્રી છે-પણ કોઈ ની સામે ભરતે નજર કરી જ નહિ.ભરતજી ની નજર માત્ર રામ  માં જ છે,ભરતજી નિર્ગુણ સ્થિતિ માં છે.રામજી ના સ્મરણ માં તે તન્મય છે. તેમના મુખ માંથી રામ-રામ શબ્દ
નીકળતો હતો. ગુહક ને ખાતરી થઇ કે –ભરતજી લડવા નહિ પણ રામજી ને મનાવવા જાય છે.

ગુહકે સર્વ ભીલો ને આજ્ઞા કરી કે-અયોધ્યાની પ્રજા નું સ્વાગત કરો. ભીલ લોકો ફળ-ફળાદિ લઇ આવ્યા.

બીજા દિવસે ભરતજી ગંગા ના તીરે આવ્યા છે,ગંગાજી ને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને કહ્યું-કે-
મા આજે માગવા આવ્યો છું,મારી ભાવના છે,મને વરદાન આપો,મને રામ-ચરણ પ્રેમ નું દાન કરો.
મારો પ્રેમ દિવસે દિવસે વધે.
તે વખતે ગંગાજી માં થી ધ્વનિ થયો-ચિંતા ન કરો,સર્વ નું કલ્યાણ થશે. ગંગાજી એ આશીર્વાદ આપ્યા છે.

સીસમ ના જે ઝાડ નીચે રામજી એ મુકામ કરેલો તે ગુહક બતાવે છે, ભરત રામ-પ્રેમ માં પાગલ છે,
તે વૃક્ષ ને ભેટી પડ્યા છે. “મારા રામ આ ઝાડ ની છાયા માં વિરાજતા હતા”
દર્ભ ની પથારી જોતાં ભરત નું હૃદય ભરાયું છે. “જેના પતિ શ્રીરામ છે,એ સીતાજી મારે લીધે દુઃખ સહન કરે છે, હે, રામ. એ બધાં દુઃખ નું મૂળ હું છું”



સૌજન્ય- www.sivohm.com
   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE                           

રામાયણ-30


રાજા દશરથ ની શોકસભામાં ભરત ઉભા થયા છે.
સીતા-રામ ના સ્મરણ માં આંખ માંથી આંસુ નીકળે છે. ગુરુદેવ વસિષ્ઠ ના ચરણ માં વંદન કરે છે
અને કહે છે-કે-
ગુરુદેવ ની અને માતા ની આજ્ઞા નું પાલન કરવું એ મારો ધર્મ છે.
બધાની ઈચ્છા છે કે મારો રાજ્યાભિષેક થવો જોઈએ. પણ આજે સામો જવાબ આપું છું,તો મને ક્ષમા કરજો.
મારે બધા લોકો ને એટલું જ પૂછવાનું છે કે-
મને ગાદી પર બેસાડવાથી શું અયોધ્યા નું કલ્યાણ થશે ?
શું મારું કલ્યાણ  થશે ?
મેં મારા મન થી નિશ્ચય કર્યો છે કે-રામ સેવાથી જ મારું કલ્યાણ થશે.રામ સેવા એ જ મારું જીવન છે.

જેમ જીવ વિના આ શરીર ની શોભા નથી તેમ-રામ વગર આ રાજ્ય ની શોભા નથી.
હું તો રામ ની સેવા કરવા જવાનો છું,
પિતાજી સ્વર્ગ માં અને રામ વનમાં છે,એ વખતે મારો રાજ્યાભિષેક કરવા થી શું હું સુખી થઈશ ?
સર્વ અનર્થ નું કારણ હું છું,જો જગતમાં જો મારો જન્મ જ ન થયો હોત તો –આ પ્રસંગ કદી બનત નહિ.

મારા જન્મ થી અયોધ્યાની પ્રજા દુઃખી થઇ છે,આજે મારા પિતા સ્વર્ગ માં પધાર્યા તેનું દુઃખ નથી,પણ મને
માત્ર એક જ વધુ દુઃખ થાય છે-કે-મારા રામ વલ્કલ ધારણ કરી ઉઘાડા પગે વન માં ફરે છે.
મારા રામ સિવાય જિંદગીમાં સઘળું વ્યર્થ છે. મને શાંતિ ત્યારે જ મળશે જયારે હું રામ-સીતાના દર્શન કરીશ. આ કૈકેયી નો પુત્ર કૈકેયી કરતાં પણ અધમ છે,મારા રામ ની સેવા કરું તો જ જીવન સફળ છે.

આ અયોધ્યા ની પવિત્ર ગાદી છે-કે જેના પર ભગીરથ,રઘુરાજા અને દિલીપ વિરાજતા હતા તે ગાદી ને હું
લાયક નથી.હું પાપી અને અધમ છું, જો મને ગાદી પર બેસાડવામાં આવશે તો-ધરતી રસાતાર માં ડૂબી જશે.આજે મારું ભાગ્ય પ્રતિકુળ છે-તેથી ગુરુદેવ મને આવી સલાહ આપે છે.પણ મારું કલ્યાણ તો માત્ર
રામજીની સેવા કરવામાં છે.

હું આવતી કાલે રામજી ને મળવા જાઉં છું,મને આજ્ઞા આપો. તમે મને આશીર્વાદ આપો કે –મારા રામ
અયોધ્યા પાછા પધારે.હું તો રામજી ની પાસે મારા પાપની માફી માંગીશ,તો રામજી મને ક્ષમા કરશે.
રાજ્ય ના માલિક તો રામ છે,હું તેમણે મનાવીશ.
રામ-સીતા માની જાય,તેઓ પાછા ફરે –તો ચૌદ વર્ષ હું વન માં રહીશ.હું અપરાધી છું,
સર્વ અનર્થ નું કારણ હું છું.
કૈકેયી નો દીકરો જાણી ને પણ તેઓ મારો તિરસ્કાર નહિ કરે. તેમનો મારા પર અતિશય પ્રેમ છે.
નાનપણ માં રમત માં પણ તેમણે કદી મને નારાજ કર્યો નથી.હું રામજી ને શરણે જઈશ.

ભરતજી અતિશય વ્યાકુળ થયા છે,સીતા-રામ નું સ્મરણ કરતાં કરતાં તેમની આંખમાંથી આંસુ નીકળતા હતાં. લોકો ને ખાતરી થઇ કે ભરતજી રામ-પ્રેમની મૂર્તિ છે.
બધાને આનંદ થયો છે.અને કહે છે-કે- તમે રામને મળવા જશો તો અમે પણ તમારી સાથે આવીશું.
ભરતજી કહે છે-કે જેને પણ આવવાની ઈચ્છા હોય તે આવી શકે છે.
બધાને આનંદ થયો છે-કે ભરતજી ના હિસાબે અમને પણ રામજી ના દર્શન થશે.

દરબાર પુરો થયો.લોકો ઘેર જઈ ને ભરતજી ની સાથે જવાની તૈયારી કરવા લાગ્યા.
પુરુષો,સ્ત્રીઓ,બાળકો બધાને રામ ના દર્શન કરવાની આતુરતા થઇ છે.
ક્યારે સવાર થાય અને ક્યારે અમે જઈએ.!!!



સૌજન્ય- www.sivohm.com
   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE                           

રામાયણ-29


દશરથ ના મરણ ના સમાચાર સાંભળી વશિષ્ઠ ઋષિ ત્યાં આવ્યા છે. સર્વ લોકોને  વિલાપ કરતાં જોઈ
વશિષ્ઠ ઉપદેશ આપે છે.કહે છે-કે-
દશરથજી નું મરણ મંગલમય હતું. જેનું મન મરતી વખતે પ્રભુ ચરણ માં હોય તેનું મરણ મંગલમય બની જાય છે.રાજા ના મુખ માં મરણ વખતે “રામ” નું નામ હતું. એટલે તેમનું મરણ મંગલમય છે,અને તેથી
આવા પ્રસંગે શોક કરવો યોગ્ય નથી.
તે પછી વશિષ્ઠજી એ સેવકો ને આજ્ઞા કરી કે-તમે કૈકેય દેશમાં જાઓ અને ભરત શત્રુઘ્ન ને માત્ર એટલું કહેજો કે –“ગુરુજી તમને બોલાવે છે.” તે પછી-રાજા નું મૃત-શરીર તેલ ની કોઠી માં સાચવવામાં આવ્યું.

સેવકો દોડતા દોડતા જઈ ને ભરત –શત્રુઘ્ન ને વશિષ્ઠ નો સંદેશો કહ્યો, એટલે તે બંને અયોધ્યા આવવા
નીકળ્યા. રસ્તામાં અનેક પ્રકારનાં અપશુકન થયાં, રથ અયોધ્યામાં આવ્યો છે.
અયોધ્યા નાં બજારો બંધ હતાં ,લોકોએ કાળાં વસ્ત્રો પહેર્યા હતા. ભરતજી ને ફાળ પડી,ગભરાટ થયો.
વિચારો માં ને વિચારો માં જ તે કૈકેયી ના મહેલે આવ્યા.
પુત્ર ના આગમન ના સમાચાર સાંભળી કૈકેયી દોડતી આવે છે-ભરત પૂછે છે-મા,મારા બાપુ ક્યાં છે ?
કૈકેયી કહે છે-કે-બેટા,તને શું કહું ?આ બધું રાજ્ય તને મળ્યું છે,તારા પિતાજી સ્વર્ગ માં ગયા છે.
પિતાના મૃત્યુ થી ભરત વ્યાકુળ થયા છે. “પિતાની સેવા કરવાનો લાભ મને મળ્યો નહિ “
માતા ને પૂછે છે-કે-પિતાજી ના મૃત્યુ વખતે મારા રામ ક્યાં હતા ? રામ ક્યાં છે ?
કૈકેયી કહે છે-કે રામ વન માં ગયા છે. અને બધી વિગતથી વાત કરે છે.

રામજી વનમાં ગયા છે-તે સાંભળી ભરતજી ને અતિશય દુઃખ થયું છે,પિતાના મરણ નું દુઃખ પણ ભૂલી ગયા.
અતિક્રોધ માં તેમણે કૈકેયી નો તિરસ્કાર કર્યો છે.
“મારા રામને તેં વનવાસ આપ્યો ?વનવાસનું વરદાન માગતાં તારી જીભ કેમ નીચે પડી ના ગઈ ?
તારા મોઢામાં કીડા કેમ ના પડ્યા ?મને અત્યારે તો એવી ઈચ્છા થાય છે કે તને મારી નાખું,પણ શું કરું,
મેં તને મા કહી બોલાવી છે,એટલે તને મારતો નથી.પણ હવે થી તારું કાળું મોઢું મને બતાવીશ નહિ.”

ભરત ત્યાંથી કૌશલ્યા ના મહેલ માં આવ્યા છે.મા નું સ્વરૂપ જોયું જતું નથી.ભરત ને મૂર્છા આવી છે.
થોડા સ્વસ્થ થાય છે કે તરત કૌશલ્યા ને પૂછે છે-કે- મા, રામ ક્યાં છે ?આ સર્વ અનર્થ નું મૂળ હું છું.
કૈકેયી એ આ જે કર્યું તેની મને કાંઇ ખબર નથી. રામ ના વનવાસ જવામાં જો મારી સંમતિ હોય તો હું
નરક માં પડીશ, કૈકેયી એ રામને વનમાં મોકલ્યા તેમાં જો મારી સંમતિ હોય તો માતૃ-પિતૃ હત્યા-વગેરે
પાપો નું ફળ મને મળો.મા, હું કશું જાણતો નથી.

કૌશલ્યા એ કહ્યું-કે-બેટા,ધીરજ ધર,શોક નો ત્યાગ કર,રામ માં તારો કેવો પ્રેમ છે તે હું જાણું છું.
રામ તો હસતાં હસતાં વનમાં ગયા,તારા પિતાજીએ દેહત્યાગ કર્યો,મારું નસીબ રૂઠ્યું.
હજુ મારા પ્રાણ કેમ જતા નથી?

બીજા દિવસે પ્રાતઃકાળે દશરથજી ના શરીર નો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો.
એવું લખ્યું છે-કે- દશરથજી ની આજ્ઞા હતી કે –રામ જો વનમાં જાય તેમાં ભરત ની સંમતિ હોય તો –મારો
અગ્નિ-સંસ્કાર તેને હાથે ના થાય.
પણ આમાં –ભરત ની સંમતિ તો હોય જ ક્યાંથી ?
અંતિમ વિધિ સર્વ ભરતે કરી છે. રાણી ઓ ને સતી થતાં ભરત રોકે છે.

શ્રાધ્ધાદિક વિધિ થયો.પંદર દિવસ પછી શોકસભા ભરવામાં આવી. વશિષ્ઠે ભાષણ આપ્યું અને તેમાં
રાજા દશરથ અને રામનાં અત્યંત વખાણ કર્યા. અને પછી ભરત ને રાજ્યગાદી પર બેસવાની આજ્ઞા કરે છે.

ભરત રાજા થવા ના પડે છે.ભરત ને અનેક રીતે સમજાવવામાં આવે છે.
“ભરત,ચૌદ વર્ષ પછી ,રામ વનવાસ માંથી પાછા આવે ત્યારે તમે તમારી ઈચ્છા મુજબ કરજો. પણ અત્યારે તો આવતી કાલે તમને ગાદી ઉપર બેસાડીશું, અયોધ્યા અનાથ છે –તેને તમે સનાથ કરો”

કૌશલ્યા એ પણ એવી જ આજ્ઞા કરી છે.
રામ નું સ્મરણ કરતાં કરતાં -ભરત ચોધાર આંસુએ રડે છે, અને જવાબ આપે છે.
ભરતજી નું ભાષણ અતિ દિવ્ય છે.
ભરત ચરિત્ર નું વર્ણન કરતાં તુલસીદાસ ને “સમાધિ” લાગી છે.



સૌજન્ય- www.sivohm.com
   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE                           

રામાયણ-28


રઘુનાથજી મંદાકિની ના કિનારે પધાર્યા છે. અત્રિ ઋષિનો ત્યાં આશ્રમ છે.
મંદાકિની ના કિનારે પર્ણકુટી માં સીતારામજી વિરાજે છે, ગુહક સાથે છે,તે બધી સેવા કરે છે.

રઘુનાથજી ચિત્રકૂટ આવ્યા છે તે વાતની ભીલ,કિરાત વગેરે લોકો ને ખબર પડી છે. લોકો દોડતા
રામ- સીતા ના દર્શન કરવા આવ્યા છે. રામજી ના દર્શન થી તેઓનું પાપ છૂટી ગયું,સ્વભાવ બદલાયો,
જીવન સુધરી ગયું. રામજી ની નજર માં એવો જાદુ છે-કે-ભીલ લોકોનું  મદિરાપાન અને માંસાહાર છૂટી
ગયા છે.ચોરી કરવાનું ભૂલી ગયા છે.

રામજી ચિત્રકૂટ માં વિરાજ્યા છે ત્યારથી,ચિત્રકૂટ ના ઝાડો ફળફૂલ થી નમી ગયાં છે. ઋષિ-મુનિઓ
ભગવાન ના દર્શન કરવા આવે છે.રામજી નો નિયમ છે કે તે મંદાકિનીમાં સ્નાન કરે છે, સૂર્ય ને અર્ધ્યદાન
આપે છે.ભગવાન શંકર ની નિયમ થી પૂજા કરે છે. લક્ષ્મણ કંદમૂળ લઇ આવે તે ખાય છે.
ગુહક ને વિદાય આપી છે.

આ તરફ રામજીએ મંત્રી સુમંત ને અયોધ્યા જવા આજ્ઞા આપેલી પણ ગુહક ચિત્રકૂટ થી પાછો આવ્યો –
ત્યાં સુધી તે ગંગાકિનારે જ હતા. રામજી જે દિશામાં ગયેલા તે દિશામાં રથના ઘોડાઓ જોયા કરે છે,
ઘોડાઓ ખડ(ઘાસ) ખાતા નથી,પાણી પણ છોડ્યું છે, માલિક ના વિયોગ માં વ્યાકુળ થયા છે.

મંત્રી સુમંત વિચારે છે-કે-જે રામજી ના વિયોગ માં પશુઓ ને આટલું દુઃખ થાય છે-તો-
રામજી ના માત-પિતાની શું હાલત થઇ હશે ? તેમના પ્રાણ હવે ટકશે નહિ.
હવે અયોધ્યા પાછો જાઉં તો અયોધ્યાની પ્રજા અને રાજા મને પૂછશે કે રામ ને ક્યાં છોડી આવ્યા ?
હું શું જવાબ આપીશ ?ધિક્કાર છે- મને કે રામજી ને છોડી ને હું જીવતો ઘેર જાઉં છું!!

ગુહકે આવીને મંત્રી સુમંત ને કહ્યું કે-તમે તો જ્ઞાની છો,ધીરજ ધારણ કરો.
ગુહકે ચાર ભીલો ને આજ્ઞા કરી છે કે મંત્રી ને અયોધ્યા પહોંચાડી આવો.

મંત્રીએ અડધી રાત્રે નગર માં પ્રવેશ કર્યો. વિચારે છે મારે કોઈ ને મોઢું બતાવવું નથી.
બીજે દિવસે સવારે કૈકેયી ના મહેલ માં રાજા દશરથને મળવા ગયા પણ મહારાજ ત્યાં નહોતા.
એવું બનેલું કે-રામજી એ વન પ્રતિ પ્રયાણ કર્યું –તે પછી દશરથ રાજાએ કહ્યું –કે મારે કૈકેયી ના મહેલ માં
રહેવું નથી મને કૌશલ્યા ના મહેલ માં લઇ જાઓ. –એટલે તે ત્યાં કૈકેયી ના મહેલ માં નહોતા.
સુમંતને તે વાતની ખબર નહોતી. ખબર જાણી - સુમંત કૌશલ્યા ના મહેલ માં આવ્યા.

મહારાજ દશરથ ધરતી પર પડ્યા છે.રામવિયોગ ના પાંચ દિવસ પુરા થયા છે, મુખ ઉપર મૃત્યુની છાયા દેખાય છે, મંત્રી એ આવી પ્રણામ કર્યા, દશરથે આંખો ઉઘાડી અને પૂછ્યું કે-
મારો રામ ક્યાં છે ?તમે રામજી ને ના લાવ્યા?મારો રામ ક્યાં?મારા રામને તમે ક્યાં મૂકી આવ્યા ?
કોઈ તો મારા રામને બતાવો ?સીતાજી પાછાં આવ્યાં કે નહિ?મને રામ પાસે લઇ જાવ.
સુમંત  ની આંખ માં આંસુ ભરાણાં છે.

સુમંત કહે છે-કે મહારાજ ધીરજ રાખો, આપ તો જ્ઞાની છો, હું રામજી નો સંદેશો લઈને આવ્યો છું.
હું કેવો નિર્દય કે રામજી ના વિયોગમાં જીવતો પાછો આવ્યો છું?? મેં રામજી ને અયોધ્યા આવવા ઘણો આગ્રહ કર્યો –ત્યારે રામજી એ કહ્યું-કે-પિતાની આજ્ઞા નું પાલન કરવું એ મારો ધર્મ છે.મારા પિતાજી ને મારા
પ્રણામ કહેજો,પિતાજી ને માટે હું જે કરું તે ઓછું છે.તેમના પ્રતાપ થી અમે કુશળ છીએ.
સીતાજીએ મને કહેલું કે-મંત્રીજી આપ તો મારા પિતા સમાન છો,હું અયોધ્યા નહિ આવી શકું,મારા પતિ વગર હું જીવીશ નહિ,મારા સસરાજી ના ચરણ માં મારા પ્રણામ કહેજો.

દશરથ મહારાજ અતિ વ્યાકુળ થયા છે,કહે છે-કે-મારા પ્રાણ અકળાય છે,મારી છાતી માં દુખે છે, મને
શ્રવણ નાં આંધળાં માત પિતાએ શાપ આપ્યો છે-કે –મારું પુત્ર-વિયોગ માં મરણ થશે. તે સમય હવે આવ્યો
હોય તેમ લાગે છે, રામના વિયોગ માં હજુ મારા પ્રાણ કેમ જતા નથી ?

મધ્યરાત્રિ ના સમયે દશરથ રાજાએ-રામ.રામ.રામ –એમ પાંચ વાર કહી દેહ નો ત્યાગ કર્યો.
(પાંચ પ્રાણ ને સિદ્ધ કરવા પાંચ વાર રામનામ નો ઉચ્ચાર કર્યો છે.)
દશરથ રાજાનો રામ-પ્રેમ સાચો,દશરથ નો રામ-વિયોગ સાચો--કે રામના વિયોગ માં તે જીવ્યા નથી.



સૌજન્ય- www.sivohm.com
   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE                           

રામાયણ-27


વાલ્મીકિ રામજી ને કહે છે-કે- આ તો સત્સંગ નું ફળ છે,પહેલાં હું વાલિયો ભીલ હતો,હું કુસંગ થી બગડેલો,
લૂંટફાટ નો ધંધો કરતો.અનેક જીવો ની હિંસા કરતો,પણ નારદજી ના સત્સંગ થી મારું જીવન સુધર્યું.

એક વખત સપ્તર્ષિઓ વનમાં થી જતા હતા,મારી નજર પડી અને મેં મારા સેવકો ને આજ્ઞા કરી કે-
પકડો તેમને અને લુંટો તેમને. સપ્તર્ષિઓ એ મને કહ્યું –કે અમે બધું આપી દેવા તૈયાર છીએ.
ત્યાં નારદજી એ આવી મને પૂછ્યું-કે –તું કોના માટે આ પાપ કરે છે ?
મેં જવાબ આપ્યો-મારા કુટુંબ માટે,પાપ ન કરું તો ઘરનાં લોકો ને શું ખવડાવું ?
નારદજી એ પૂછ્યું-તારા આ પાપ માં તારા કુટુંબ ના સભ્યો ભાગીદાર થશે ?
મેં જવાબ આપ્યો –કે -કેમ નહિ ?  નારદજી કહે કે-જા.ઘેર જઈ ને પૂછી આવ.

હું ઘેર ગયો અને મારી પત્ની અને પુત્રોને પૂછ્યું-કે-હું જે પાપ કરું છું તેમાં તમે ભાગીદાર છો ને ?
એક પછી એકે જવાબ આપ્યો કે-પાપ કરે તે ભોગવે, અમે ભાગીદાર શાના ?
મને ધિક્કાર છૂટ્યો,મારો મોહ નષ્ટ થયો,હું ફરીથી નારદજી પાસે આવ્યો.
નારદજી એ મને રામનામ નો મંત્ર આપ્યો, અને મને રામનામ નો જપ કરવાનું કહ્યું.
મેં તેમને પૂછ્યું કે -જપ ક્યાં સુધી કરવાનો ? તેમને કહ્યું-કે શરીર પર રાફડા થાય ત્યાં સુધી.
આરંભ માં મારા પાપી મુખમાંથી રામ-રામ ને બદલે મરા-મરા શબ્દ નીકળવા લાગ્યો.
રામ નામ નો જપ હું બરાબર કરી શક્યો નહિ.હું ઉલટો જ જપ મરા-મરા કરતો હતો -છતાં –પ્રભુ એ મારા પર કૃપા કરી,અને મારો ઉદ્ધાર થયો.
જપ કરતાં કરતાં મારા શરીર પર રાફડા થયા.
ફરીથી સપ્તર્ષિઓ ત્યાં આવ્યા છે અને કહ્યું-કે “હવે તું શુદ્ધ થયો છે,હવે બહાર આવ”

સંસ્કૃત માં રાફડા ને “વાલ્મિક” કહે છે, વાલ્મિક ઉપરથી વાલ્મીકિ નામ પડ્યું છે.
રામજી ના ઉલ્ટા નામ “મરા-મરા” સ્મરણે પણ વાલ્મીકિ ને એક મહાન કવિ અને મહર્ષિ બનાવ્યા.

પ્રભુએ વાલ્મીકિ ને પૂછ્યું--કે અમારે વન માં નિવાસ કરવો છે,અમને કોઈ સ્થાન બતાવો.
વાલ્મીકિ કહે છે-કે આપ ક્યાં નથી ?નાથ તમે તો આ લીલા કરો છો, તેમ છતાં હું આપણે સ્થાન બતાવું છું,
આપ ચિત્રકૂટ પર્વત ઉપર બિરાજો.
ભાગવતની જેમ જ વાલ્મીકિ રામાયણ માં પણ સમાધિ ભાષા છે.

શુદ્ધ ચિત્ત એ ચિત્રકૂટ છે.

અંતઃકરણ જયારે પરમાત્મા નું સતત ધ્યાન કરે –સતત ચિંતન કરે ત્યારે તેને “ચિત્ત”  કહેવાય છે

એક જ અંતઃકરણ જયારે
(૧) ચિંતન કરે- ત્યારે –ચિંતન એ “ચિત્ત” નો ધર્મ છે.
(૨) સંકલ્પ-વિકલ્પ કરે-ત્યારે સંકલ્પ-વિકલ્પ એ “મન” નો ધર્મ છે.
(૩) નિશ્ચય કરે –ત્યારે- નિશ્ચય એ “બુદ્ધિ” નો ધર્મ છે.
(૪) અભિમાન કરે-ત્યારે-અભિમાન એ “અહંકાર” નો ધર્મ છે.

ચિત્ત,મન,બુદ્ધિ અને અહંકાર –એ-એક જ અંતઃકરણ ના – ભેદ છે.
પાપ થાય છે-અજ્ઞાન થી.
અજ્ઞાન ચિત્ત માં છે.અને ચિત્ત માં જો પરમાત્મા આવે તો જીવ કૃતકૃત્ય થાય છે.
પરમાત્મા નાં દર્શન થાય ત્યારે “ચિત્ત” ચિત્રકૂટ બની જાય છે.

જયારે અંતઃકરણ - ચિત્ત બને છે-(ચિંતન કરતાં-કરતાં) –
ત્યારે તે “ચિત્ત” ચિત્રકૂટ માં –સીતારામજી (પરમાત્મા) વિરાજે છે.

લક્ષ્મણ વૈરાગ્ય છે,સીતાજી પરાભક્તિ નું સ્વરૂપ છે,રામ એ પરમાત્મા છે.


જયારે “ધારણા” કરવામાં આવે છે-ત્યારે-ચિત્ત માં પરમાત્મા બિરાજે છે.  

સૌજન્ય- www.sivohm.com

   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE