=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: માર્ચ 2012

આનંદ




આનંદ પ્રસાદી પરમાનંદ ની,
કદી લઇ જાય પાસ આભાસ ની.

પરમાનંદ પ્રસાદી,પ્રભુ છે  આપની, 
ભાસ કરાવી દે કદી તે  આભાસ ની,

છોડું નહિ મંઝીલ હવે ,બની ગઈ તે 'ખાસ' ની,
મજા લુટી,લુટી આનંદ,હવે 'આશ' પરમાનંદની........
સોમ.....૨૨ ફેબ્રુઆરી,૨૦૧૨ ....

શૂરા ચાલે


 



કઠીન   માર્ગ પર શૂરા ચાલે .
મજા લુંટે,લુંટાવે,આનંદ માણે .

ન સમજાતું ,સમજાઇ જાય જયારે.
આનંદ થઇ જાય પરમાનંદ ત્યારે.                                                 

પવન ગમે છે,પવન નો સાથ ગમેછે.
આનંદ,આનંદ,થઇ જાય છે ત્યારે.

                     સોમ તા.૨૨-૦૩-૧૨. 


જે હતું ધાર્યું.


 

જે હતું ધાર્યું કદી તે, કામ કંઈ આવ્યું નહિ.
તું હતો સામે છતાં, મારા થી બોલાયું નહિ.

પ્રભુ તું લાચાર થઇ, નિરાશ થઇ પાછો ગયો.
દર્દ તારા દિલ તણું , મારા થી પરખાયું નહિ.

કોણ જાણે એ હતી, કેવી વિરહ ની રાત કે,
આંખ માં આંસુ હતાં, પણ મારા થી રોવાયું નહિ.

                            “ સોમ”
                        તા.૧૩-૦૩-૨૦૧૨ સવારે.

હોળી રંગોળી.


 

હોળી ના રંગ માં રંગાઈ ગયો રે,
શ્યામ તારા સંગ માં સમાઈ ગયો રે.

પવન તારા સ્પર્શ માં વહી ગયો રે,
પવન  તારા વિના હું તો ઝુરી મર્યો રે.

રંગો ના આ તહેવારે હું,
વિના પિચકારી એ, પલળી ગયો રે,
શ્યામ તારા સંગ માં સમાઈ ગયો રે.

પ્રભુ પ્યારા તમે અમારા ,
તમ સંગ હોળી ના ખેલી શક્યો રે,

શ્યામ તારા સંગ માં સમાઈ ગયો રે.
હોળી ના રંગ માં રંગાઈ ગયો રે.

                      સોમ
                  તા.૧૩-૦૩-૨૦૧૨.

સોમસંગ્રહ -૫૧



હૃદય છે અહર્નિશ બળે પણ ખરું

બળીને વળી ઝળહળે પણ ખરું.

 

જળે પણ ખરું ને સ્થળે પણ ખરું,

પગેરું સ્મરણનું મળે પણ ખરું.

 

ન બદલી શકે ઝાંઝવું નિજ સ્વભાવ,

સરોવર બનીને છળે પણ ખરું

 

છે હિમયુગ છતાં મીણ તો મીણ છે,

અડે આંચ કે પીગળે પણ ખરું.

 

છે સૂમસામ આખો રસ્તો પડ્યો,

કે પડછાય સમ કૈં મળે પણ ખરું.

 

આ માણસ છે, એનો ભરોસો નહીં,

રગે લોહી છે-ઊકળે પણ ખરું.

 

તું થાક્યા વિના બૂમ પાડ્યાજ કર,

કોઈ ને કોઈ સાંભળે પણ ખરું.


                                                             --ભગવતીકુમાર શર્મા 

સોમસંગ્રહ - ૫૦




જેને લીધે હું કોઈ બીજાનો નથી રહ્યો,
એનો જ સાથ મારે સદાનો નથી રહ્યો.
સૌ સાંભળે છે વાત અગર સુખની હોય તો,
દુઃખ કહી શકાય એવો જમાનો નથી રહ્યો.
આખા જગતને હક છે-કરે મારા પર પ્રહાર,
હું કઈ હવે તમારી સભાનો નથી રહ્યો.
લૂંટી રહ્યો છે જગની મજાઓ જે માનવી,
એ માનવી જ આજ મજાનો નથી રહ્યો.
મારી ગરીબી જોઈ રડે છે હવે બીજા,
મારે તો આંસુનોય ખજાનો નથી રહ્યો.
શયતાનને ય જેની કસોટીમાં રસ પડે,
ઇન્સાન એવો બંદો ખુદાનો નથી રહ્યો.
એ પણ મદદ કરે છે ફક્ત ખાસ ખાસને,
અલ્લાહ પણ હવે તો બધાનો નથી રહ્યો.
બેફામ જન્મતાં જ કઈ એવું રડ્યો હતો,
વર્ષો થયાં છતાંય એ છાનો નથી રહ્યો.
-બેફામ