=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: માર્ચ 2015

Gujarati Bhajan-Narsinh Mehata-ગુજરાતી ભજનો-નરસિંહ મહેતા-૫૪.



Image result for picture of krishna danlila


એક સમે હરી વન મેં ઉભા, વેણું વાય રે;
લઇ મટુકી ગોપિકા, મૈ વેચવા જાય રે.

બેઉ ને તે મેલાપ થયો,વન મેં એકાંત રે;
ગોપી સાથે ગુજ કરિ, ખાંતીલે ખાંત રે.

રસભર રંગરાડ થઇ, વ્રંદાવન ની વાટે રે;
રાધિકા ને રોકી રયા હરી, દાણ ને નેટે રે.

રોસ ભરાણી રાધિકા,બોલી વેણ અટારા રે;
તેમાં મારે નાથજી, માર્યાં મેણલાં સારાં રે.

સામ સામો સંવાદ થયો, એકાંત ઠેકાણે રે;
એ લડાઈ ની વાત, નરસિહમહેતો જાણે રે.




      Next Page



Gujarati Bhajan-Narsinh Mehata-ગુજરાતી ભજનો-નરસિંહ મહેતા-53


Image result for picture of bal krishna and yashoda



વદન સુકોમલ જનની રે જુએ;
કર પલ્લવણે લેઈ શ્રમજલ લુઉએ.

જે મુખ દીઠડે રવિ શશી કાંપે;
તે મુખ જશોદાજી હદયાસુ ચાંપે.

જે મુખ નિગમ અગમ કરી ગાયે;
તે મુખ જશોદાજી પયપાન પાયે.

ભણે નરસૈયો ઊ એટલું માગું;
ટાલ્ય ગર્ભવાસ,તારે ચરણે રે લાગુ.





Gujarati Bhajan-Narsinh Mehata-ગુજરાતી ભજનો-નરસિંહ મહેતા-52.


Image result for picture of bal krishna and yashoda

માતારે જશોદા કેરું મનડું મોહે;
વળી વળી કુંવરનું વદન જુએ.

હરખી ને હૈયે લીધો,ચુંબન દીધું;
કાજલ દેઈ ને ગાલે ટપકું કીધું.

મીઠડાં કરી માતા મંદર માં આવી;
આંગણ માં ગોપી સહુ રાવ લાવી.

મંદિર માંહી આવી વાહલે માંડો રે વિહાર;
ભણે રે નરસૈયો , પાંમી પુરણ આધાર.


      Next Page

Gujarati Bhajan-Narsinh Mehata-ગુજરાતી ભજનો-નરસિંહ મહેતા-51



Image result for picture of bal krishna and yashoda

ભલેજી !ભગવાન પ્રગટા અમારે કાજે;
મલપતી હીડું હુતો તજી ને લાજે.

વિરહ નો તાપ ટાલો સેજડીએ રમતાં;
ભગવો મેંહે ભાવ કરી દુરીજન દેખતાં.

સોકલડી નું સાલ હતું તે વહાલે રે ટાલું;
ભણે રે નરસીહો જોબન જાદવ સ્યુ મહાલું.



      Next Page



Gujarati Bhajan-Narsinh Mehata-ગુજરાતી ભજનો-નરસિંહ મહેતા-50.


Image result for picture of bal krishna and yashoda

 જસોદા માવડી રે સાંભલોની;
મારા મુખ ની વાતો.

ગોકુલ નારી છે ધૂતારી;
હું તો તેને ધેર ન  જાતો.

દહીં દૂધ ધૃત માખણ ભોજન;
ભુવન ભાવતું ખાતો.

મેં મારા માંકારડાપાલ્યાં;
હું તો તેને સર્વસ્વ પાતો.

વાંસ તણી વાંસલડી હું તો;
તાન તરંગે વાતો.

મન માંહે બહુ મોહ ધરી ને;
આપ ઈચ્છા એ ગાતો.

પ્રેમ તણે પાલવ હું બાંધ્યો;
અણુ ન  અલગો થાતો.

નરસૈયા ચો સ્વામી એમ બોલે;
વૈષ્ણવજન સંગ રાતો.



Gujarati Bhajan-Narsinh Mehata-ગુજરાતી ભજનો-નરસિંહ મહેતા-49.



Image result for picture of bal krishna and yashoda

જસોદા નો જીવણ જોવા જુવતી આવી;
ઉલટ વાધો રે અંગે,ઓલંભા લાવી.

મરકલડો કરીને કયાંય ન સામું રે જુવે;
ભામિની ભોવાન ભૂલી મનડું મોહે.

પ્રાણ તે પાતલીયો વાલો ગોપી ને ગમતો;
ભણે નરસૈયો માતા ઉછંગે રમતો.

Gujarati Bhajan-Narsinh Mehata-ગુજરાતી ભજનો-નરસિંહ મહેતા-48.





આડો રહી ને રાડ માંડી જગન્નાથે;

તો જમું જો પરોસો ભાત તમારા હાથે.

સેવ રે સુવાલી માહે સાકર ઝીણી;
સોવણ થાલી માતા લાવે રે ફેણી.

સાક,દાલ માંહે માખણ ધરે;
દહીં દૂધ રે મહારુ કચોલું ભરો.

પંચા અમ્રત પુત્ર તમે કોલિયા ભરો;
આલોટે ને લોટે, કેહે જૂજુંઉ કરો.

રોસ ભરી સંતાપાં, માતા અંતર પેખે;
પાછું વળી જુવે જશોદા જુજુંઉ દેખે.

જમનોદકે મછણ લેતાં મીઠાં કીધાં રે માએ;
નરસૈયા નો સ્વામી માલીઓ, લાગુ રે પાએ.



      Next Page


Gujarati Bhajan-Narsinh Mehata-ગુજરાતી ભજનો-નરસિંહ મહેતા-47




Image result for picture of bal krishna and yashoda


બાળ લીલા નાં પદ

આ લોને આરોગો આતા ઘી એ ઝબોલી;
સુંદર મેરે હાથ રચી પાતળી પોલી.

કાતલી કેલાની સારી સાકાર ભેલી;
કરમો કીધો રે કૃષ્ણ કપૂરે ભેલી.

મીઠડાં કરું રે મુખ મોકલું કીજે;
માખણ ભાવે તો વળી માગીને લીજે.
ચુંચતા કોળિયા માતા આગલ ધરે;
કેહનું ન કરાવું મુખ મોકલું કરે.

બ્રહ્માદિક ઇન્દ્રાદિક ભોલવા નાથે;

નરસૈયા નો સ્વામી જમે જશોદા હાથે.