=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: જાન્યુઆરી 2013

સોમ સંગ્રહ - ૭૪

તું નાનો હું મોટો, એવો ખ્યાલ જગત નો ખોટો.
આ નાનો આ મોટો, એવો મુરખ કરતા ગોટો.

નાના છોડે મહેંકી ઉઠે,જેવો ગુલાબ ગોટો.
ઊંચા ઊંચા તાડે તમને, જડશે એનો જોટો?

ખારાં જળ નો દરિયો ભરિયો, મીઠાં જળ નો લોટો.
તરસ્યા ને તો દરિયાથીયે લોટો લાગે મોટો.

મન નાનું તે નાનો, જેનું મન મોટું તે મોટો.
તું નાનો હું મોટો, એવો ખ્યાલ જગત નો ખોટો.

                                     કવિ પ્રેમ શંકર ભટ્ટ.