=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: ઑક્ટોબર 2012

સોમસંગ્રહ - ૭૦સવારે સવારે હ્રદય ચીંતરું છું,
નર્યા ઝાકળોનો જ લય ચીતરું છું.
હતી સાંજ તે અસ્ત પામી, હવે ત્યા.
નવો સૂર્ય છે તો હ્રદય ચીતરું છું.
જડી આખરે એક પીંછી ક્ષણોની,
હતી કલ્પના, તે સમય ચીતરું છું.
નવાં સર્જનોનાં જ એંધાણ છે આ,
હજી એકધારા પ્રલય ચીતરું છું.
લઘુતા તણી ફ્રેમ માગી નથી મેં,
મને હું અજય ને અભય ચીતરું છું.એક સમાન
     કોણ લાલો,કોણ દીવાનજી,
કોણ અલબેલો કાનો.

લાલો કાનો,સોમ દીવાનો,
અરે સોમ છે સુંદર શ્યામ.

એકમેક લાલો ને સુંદર,
શાને શોધે તું કાનો.

લાલો કાનો ને સોમેશ્વર,
જીવ ઈશ્વર અવતાર.

આતમને ઓળખો,જીવ ને જાણો,
જીવ શિવ સમાન.

મીરાં નો મોહન પ્યારો,
સોમ નો સુંદર શ્યામ.

લાલાજી નો કૃષ્ણ કનૈયો,
ત્રણે એક સમાન.

સોમ સવારે ૯-૩૦ કલાકે.તા.૨૮-૧૦-૧૨.
                                                                          

સાચું રટુ છું 

કહ્યું કોણે પ્રભુ  તારી વિના રહું છું,
હું બસ તારા નામ નું રટણ કરું છું.

તને હું સ્મરું છું ને તું મને ભૂલે છે?
હું જીવતરનો જંગ જીતવા રટુ છું.

આ સમજણ,હવે ક્યાં સુધી લાલાજી.
અકારણ મને કેમ તડપાવ્યા કરોછો?
તને પામવા હું રટ્યા કરુંછું,
અને તું મારી પરીક્ષા કરે છે?

ઘણીવાર પ્રશ્ન જાગે છે મન માં ,
ખરે હું તને સાચું રટુ છું?


સોમ તા.૨૭-૧૦-૧૨ રાત્રે ૯-૩૦ કલાકે.

શાન માં ને ભાન માં.
શાન માં એ છો ને ભાન માં એ છો.
અમલ માં છો પણ નશા માં નથી.
વળી ખબર માં તો છો જ તમે.

કોણ લખાવે તેની ખબર એને.
શું લખવાનું એની ખબર પણ તેને.
જેને ગમ્યું તેણે લખાવ્યું.

જડતું ના હોય તો ખોળશે એ.
આપણે શું કામ શોધવાનું?
આપણે તો માત્ર લખવાનું.

કર્મ તેનું ક્રિયા પણ તેની.
એ કરાવે તેમ કરવાનું.
આપણે તો માત્ર મહોરું બનવાનું.

મસ્તી નું સ્થાન જડી ગયું “અનીલ”
માટે તો મસ્તી ની ભમરી આવે છે.
ચડે છે ભભૂતિ મસ્તી ની તને.

સોમ તા.૨૭-૧૦-૧૨ સવારે ૭-૦૦ કલાકે.

સોમસંગ્રહ - ૬૯


ચોઘડિયાંઓ જોતો રહેશે,

ચોઘડિયાંઓ જોતો રહેશે,માણસ તોયે રોતો રહેશે.
સુખનો સૂરજ ઊગે તોયે,દુઃખનો ડુંગર મોટો રહેશે.

સંબંધોના સરવાળામાં,આગળ પાછળ ખોટો રહેશે.
ફૂલોના રંગોને ચૂમે,ભમરો તોયે ભોંઠો રહેશે.

દુનિયા આખી ભરચક માણસ,પણ માણસનો તોટો રહેશે.
મિલકતમાં  મારી પાછળયાદો દેતો ફોટો રહેશે.

સોમ સંગ્રહ - ૬૮

વક્ત નહિ.
હર ખુશી હૈ લોગો કે દામન મેં,
પર એક હસી કે લીયે વક્ત નહિ.
દિન રાત દોડતી દુનિયા મેં,
જિંદગી કે લીયે હાય વક્ત નહિ.

આંખો મેં હૈ નીંદ બડી,
પર સોને કા વક્ત નહિ.
દિલ હૈ ગમો સે ભરા હુવા,
પર રોને કા ભી વક્ત નહિ.

મા કી લોરી કા અહેસાસ તો હૈ,
પર મા કો મા કહને કા વક્ત નહિ.
સારે રીસ્તો કો હમ માર ચુકે,
અબ ઉન્હેં દફ્નાને ભી વક્ત નહિ.

તું ભી બતા એ જિંદગી,
ઇસ જિંદગી કા ક્યા હોગા.
કી હર પલ મરનેવાલો કો,
જીને કે લીયે ભી વક્ત નહિ.

સોમ સંગ્રહ - ૬૭


ક્યાં જશું


શબ્દનો સંગાથ છોડી ક્યાં જશું
અર્થ સાથે મૌન જોડી ક્યાં જશું

માત્ર લૂલા સ્વાર્થ ખાતર હર વખત
સત્યને તોડી-મરોડી ક્યાં જશું !

શૂન્ય વત્તા શૂન્યના સામ્રાજ્યમાં
શૂન્યનું પ્રાધાન્ય તોડી ક્યાં જશું !

કરગરે અસ્તિત્વ ખાતર લાગણી
એ હદે, એને વખોડી ક્યાં જશું

ક્યાં રહ્યો છે કોઇ સથવારો “મહેશ”
લઇ દશા આવી કફોડી ક્યાં જશું 

સોમ સંગ્રહ - ૬૬


બાળક ફરી બની જો....હસતા રહી ખુશીમાં,તું દુઃખને રડી જો
ટાઈમ મશીનમાં જઈ, બાળક ફરી બની જો. 

પાંખો ખુલે હવે બસ, એ રાહમાં જગત છે,
તું પીંજરે નથી એ બાબત ખરી કરી જો. 

એના એ હાવભાવો, ના હાસ્ય પણ જરાયે,
જોઈ મને ચમક એ આંખોમાં થઈ ખરી જો. 

શું ખીણમાં જઈ તું શોધે કશું ફરીને,
મળશે નહીં પતન ત્યાં, નીચે હજી પડી જો. 

વરસાદમાં પલળતા જે ડાળખી ના શીખી,
પંખીએ એને પકડી ઉંચી કરી જરી જો.

સોમ સંગ્રહ - ૬૫
આપણે ભરોસે આપણે હાલીએ.

આપણે ભરોસે આપણે હાલીએ.
એક મહેનત ના હાથ ને ઝીલીએ હો ભેરુ ............આપણે ભરોસે

ખુદ નો ભરોસો નથી ખુદા નો ભરોસો નકામો.
છોને એકતારો ગાઈ ગાઈ ને કહે તારે ભરોસે રામ.
એતો ખોટું રે ખોટું પિછાનીએ ઓ ભેરૂ ..................આપણે ભરોસે

બાહુ માં બળ ભરી હૈયા માં હામ ભરી.
સાગર માં જયારે ઝુકાવીએ.
આપણા વહાણના શઢ ને સુકાનને આપણેજ હાથ સંભાળીએ.........આપણે ભરોસે.

કોણ રે ડુબાડે વળી કોણ રે ઉગારે.
કોણ લઇ જાય સામે પાર.
એનો કરવૈયો કોઈ બહાર નથી આપણે જ આપ ને પિછાનીએ ઓ ભેરૂ .........આપણેભરોસે .

વેણીભાઈ પુરોહિત.

સોમ સંગ્રહ - ૬૪


અચાનક કોણ જાણે યાદ કેવી વાત આવી ગઇ
દિવસ હોવા છતાં આંખોમાં માઝમ રાત આવી ગઇ
મળી કેવો ગયો ઉત્સાહ એ આશ્ચર્યથી ‘ઘાયલ’
ફરીથી જીવવાની જીવમાં તાકાત આવી ગઇ
ગાગર મહીં ઘૂઘવાતો સાગર થઇ શકું છું
સંસારમાં રહીને શાયર થઇ શકું છું
નહીં જેવો તોયે ઇશ્વર તારો જ અંશ છું હું
હું પણ અનેક રૂપે હાજર થઇ શકું છું
અમૃતથી હોઠ સહુના એઠા કરી શકું છું,
મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું;
આ મારી શાયરી તો સંજીવની છે ‘ઘાયલ’
શાયર છું પાળિયા ને બેઠા કરી શકું છું.
નથી સામાન્ય આસવનો વિરલ રસનો કળશ છું હું
મથું છું હરપળે હળવો થવા મબલખ વિવશ છું હું
કાંઇ કહેવાય ના ક્યારે કયો પુરુષાર્થ અજમાવું
હજી જનમ્યો નથી એવા ભગીરથની ધગશ છું હું
અમૃત ઘાયલ

સોમ સંગ્રહ - ૬૩


ભજન- ગંગાસતી તમે કિયા પટારે મેલી મારા મૈયરની શરણાઇ જી?

કોઇ કંકુ થાપા ભૂંસી દઇ, મને ભીંતેથી ઉતરાવો.
કોઇ મીંઢળની મરજાદા લઇ , મને પાચીકા પકડાવો.
ખડકી ખોલો બાઇજી! તમે કિયા કટાણે પોંખી મારા કલરવની કઠણાઇ જી!
કુંચી આપો બાઇજી!

તમે ઘરચોળામાં ઘુઘરિયાળી ઘરવખરી સંકેલી.
તમે અણજાણ્યા ઉંબરિયેથી, મારી નદીયું પાછી ઠેલી.
મારગ મેલો બાઇજી! તમે કિયા કુહાડે વેડી મારા દાદાની વડવાઇ જી !
કુંચી આપો બાઇજી!


કલેજા અમારા રે વીંધી રે નાખ્યાં બાઈજી
છાતી મારી ફાટ ફાટ થાય રે .
છૂટાં છૂટા તીર અમને ન મારીયે બાઈજી
મેંથી સહ્યાં નવ જાય જી.

બાણ રે વાગ્યા ને રૂંવાડા વીંધાણા
મુખથી કહ્યાં નવ જાયજી.
આપોને વસ્તુ મુને લાભ જ લેવાને
પરિપૂર્ણ કરોને કાય રે.

બાણ તમને પાનબાઇ વાગ્યાં નથી ને
બાણ રે વાગ્યાં ને હજુ વાર રે,
બાણ રે વાગ્યાથી સુરતા ચઢે આસમાનમાં
ને દેહ રે દશા મટી જાય જી .

બાણ રે વાગ્યાં હોય તો બોલાય નહીં પાનબાઈજી
પરિપૂર્ણ વચનમાં વર્તાય જી,

ગંગાસતી રે એમ બોલિયા પાનબાઇ
પૂર્ણ અધિકારી કહેવાય જો.
-
ગંગા સતી

સોમ સંગ્રહ - ૬૨
કેમ ભૂલી ગયા? દટાયો છું
કેમ ભૂલી ગયા? દટાયો છું,આ ઈમારતનો હુંય પાયો છું.
હું હજી પૂર્ણ ક્યાં કળાયો છું,અડધોપડધો જ ઓળખાયો છું.
વિસ્તર્યા વિણ બધેય છાયો છું!
હું અજબ રીતથી ઘવાયો છું!
આમ તો એક બિન્દુ છું કિન્તુ,સપ્તસિન્ધુથી સંકળાયો છું!
સૂર્યની જેમ સળગ્યો છું વર્ષો,ચન્દ્રની જેમ ચોડવાયો છું.
વઢ નથી વિપ્ર, આ જનોઈનો,આમ હું આડેધડ કપાયો છું.
રામ જાણે શું કામ હું જ મને,સર્પની જેમ વીંટળાયો છું.
એ જ છે પ્રશ્ન: કોણ કોનું છે?હું ય મારો નથી, પરાયો છું!
સાચું પૂછો તો સત્યના પંથે,ખોટી વાતોથી દોરવાયો છું!
ઊંચકે કોણ આ પંથ ભૂલ્યાને?આપ મેળે જ ઊંચકાયો છું.
મીંડું સરવાળે છું છતાં ઘાયલ’,શૂન્ય કરતાં તો હું સવાયો છું.
અમૃત ઘાયલ

નીલકંઠ પર્વત


હિમાલય નો આ નીલકંઠ પર્વત નું શિખર ઉગતા સુરજ ના કિરણો થી સોનાવર્ણ બની ગયું છે.

કાકા સાહેબ કાલેલકર યાદ આવે છે.

ભોમિયા વિના મારે ભમવા તા ડુંગરા ,જંગલ ની કુંજ કુંજ જોવી હતી.
જોવા તા કંદરા ને જોવી તી કુંજ કુંજ ,પડતા ઝરણા ને મારે જોવું હતું.

હિમાલય ની ગોદ માં.


હિમાલય ની ગોદ માં, અઢાર ના સંગ માં.
રાધેશ્યામ ની ટુર માં, ડીલક્ષ્ પેકેજ માં.

કોઠારી મેનેજર નું નેજું,ભોજન છના મહારાજ નું.
અઢાર ના જુદા ટેસ્ટ,શાંતિલાલ ની ચા બેસ્ટ.

યમુના રાણી આડંબર વાળી,ભારેરૂઆબ ને રોફ વાળી.
ભાગીરથી ખળ ખળ વહે, સૌ ના મન ને શાંત કરે.

અંતર માં ઉતરે બધા, શ્રી હરી નું સ્મરણ કરે.
મંદાકિની નીલા વર્ણ વાળી, કેદારનાથ થી નીકળે.

અલખનંદા અલગારી , બદ્રીનાથ થી આવે.
સરસ્વતી ને માનસરોવરના, જળ સાથે લાવે.

બધી મળે ભેગી દેવ પ્રયાગે, ગંગા ત્યાંથી કહેવાયે.
અઢાર માં ના માત્ર રવિ  ગાંધી, ગંગા માં ડૂબકીઓ મારે.

બાકી ના બધા જળ લઇ, શિર પર ચડાવે.
છેવટે તો હરી જાણે, પુણ્ય કોણ કમાશે.

અઢાર જુદા,ગામ જુદા, દૂધમાં સાકર જેમ ભળ્યા.
અરવિંદ અને અરુણા જોશી,પાઉન્ડવાળા,લંડન વાળા.

નરેન્દ્ર ને માલતી નડિયાદ વાળા,આમ તો એમેઝોન વાળા.
પ્રવીણ ઠાકોર ને રંજન ઠાકોર,બંને બાપુ ન્યુ જર્સી વાળા.

રવિ ને માલીની ગાંધી ,પરદેશી દરિયા દિલ વાળા.
રોહિત પંડ્યા લહેકા વાળા,છેવટે તો મુંબઈ વાળા.

જયંત પંડ્યા સુરત વાળા,યોગેશ ને મીનાક્ષી જોશી.
અવિનાશ ને સરલા વ્યાસ,ચારે ન્યુ જર્સી વાળા.

એક માત્ર સોમ સવિતા,પુરા ગુજરાતી ભારત વાળા.
જય શ્રી કૃષ્ણ કનૈયા વાળા,ભોલેબાબા શિવ વાળા.

“સોમ”  તા.૮-૧૦-૧૨