=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: એપ્રિલ 2012

ઢળી પડ્યો તારા સંગ માં



હું તો ઢળી પડ્યો તારા સંગ માં.
હું તો વહી ગયો સ્પર્શ સુગંધ માં.
રૂપ રંગ વિનાની સુગંધી, 
મન ને આપે શાંતિ.
તું તો છવાઈ ગયો નસે નસ માં...હું તો ....

મન ના મેલા માનવ મેળા  માં,
શું કામ મહાલવા મોકલ્યો.
કામણગારા ઓ અલબેલા,
શ્યામ સુંદર પ્યારા.
મને રાખો તમારા ચરણ માં....હું તો .....

મ્યાન માંથી કાઢી ચમકતી,
વીજળી વેગે ચાલી.
હવે નહિ આવું આ જીવતરમાં.
હું તો વહી ગયો નસ નસ માં.
હું તો છવાઈ ગયો અનંત માં.
"સોમ" સમાઈ ગયો તારા અંગ માં....હું તો......

"સોમ"તા.૦૪-૦૪-૧૨.

પ્રભુ ની દયા.



પ્રભુની દયા કેવી અપરંપાર છે.
વિના પીધે અહી નશો ચઢી જાય છે.

ભક્તિરસ ના અમલ માં,
આયખું વહેતું જાય છે.

ગમ વગર આ જિંદગી લિજ્જત આપી જાય છે.
પ્રસાદ માત્ર નહિ,બત્રીસ ભોજન થાળ મળી જાય છે.

હવે તો અમલ ઝાઝો થાય,અને ઢળી પડાય,
તેની રાહ જોવાય છે.

સોમ.તા.૨-૪-૧૧.સવારે ૬-૩૦ કલાકે.
જય  શ્રી કૃષ્ણ .

.

સોમસંગ્રહ -૫૨


શું જલુ જો કોઇની જાહોજલાલી થાય છે,
એ દશા છે એવી જ્યાંથી પાયમાલી થાય છે.
ગમ વધારે હોય દિલમાં તો ખુશાલી થાય છે,
જે દિવા ઝાઝા બળે ત્યારે દિવાળી થાય છે
વાદળો જામે છે દિલમાં ત્યારે છલકે છે સુરા
આસમા થી મય મળે છે ત્યારે પ્યાલી થાય છે.
ગમ કરો નહિ કે વીતે છે જિંદગી લઝઝત વિના,
થાઓ ખુશ- પીધા વિના પણ જામ ખાલી થાય છે.
જિંદગી તો એ જ રહેવાનીછે, જાગો કે ઊંઘો,
કાં તો ખ્વાબી થાય છે, કાં તો ખયાલી થાય છે.
કોણ દુનિયાને પિછાણે? કોણ દુનિયાથી બચે?
વેર રાખે છે અને પાછી વહાલી થાય છે.
છે સફળતાને વિફળતા એક સીમા પર પ્રેમ માં,
હાથ પકડાતો નથી તો હાથતાલી થાય છે.
મારી આશાઓ મળે છે એવી માટીમાં હવે,
સાકી! આ તારા સુરાલયની જે પ્યાલી થાય છે.
એવી દુનિયામાં ભલા દુખના દિલાસા કોણ દે?
એક્નો ગમ જ્યાં બીજા માટે ખુશાલી થાય છે.
જાણતું કોઇ નથી એના ફકીરી હાલ ને,
એટલે બેફામ દુનિયામાં સવાલી થાય છે.
"બેફામ "