આમ ને આમ દિવસો ગયા ને રોજ સાંજ પડતી ગઈ.
શોખ મારતા ગયા ને એક એક જવાબદારી પૂરી થઇ.
સપનાં રુંધાયા અને મુલાયમ હાથ ની રેખાઓ ભુંસાઈ
ગઈ.
પૈસો , પ્રતિષ્ઠા ને પરીસ્થિતિ ના ખેલ માં.
સાલી જિંદગી ઢળતી ગઈ.
સાચા કે સારા હોવાની સજાઓ હર ઘડી મળતી ગઈ.
આ ના કરતા પેલું ના કરતા, ઘરવાળી ની સૂચનાઓ મળતી ગઈ.
રહેવું હતું અમારે નાના પણ ઉમર એવી વધતી ગઈ.
આમ ને આમ દિવસો ગયા ,
જિંદગી ની સાંજ પડતી ગઈ.
આંગળી ના વેઢા ગણતા રહ્યા ને આંખો મારી મિંચાઇ
ગઈ.
રામ બોલો ભાઈ રામ કહેતા નનામી મારી નીકળી ગઈ.
૨૩- ૦૬ -૧૯.