પાહન પૂજે હરિ મિલૈં, તો મૈં પૂજૌં પહાડ ;
ઈસસે તો ચાકી ભલી, પીસી ખાય સંસાર.
(જો પથ્થર (પાહન) પૂજવા થી હરિ મળતા હોય તો તો પથ્થરો થી ભરેલા આખા પહાડ ને હું પૂજુ,
આવા પથ્થરો ના બનેલા ભગવાન તો કશા કામ માં આવતા નથી,તેનાથી તો,ઘરમાં રહેલી ઘંટી ના
પથ્થરો વધુ સારા છે કેમકે તેનાથી ધાન્ય પિસાય છે અને તે પથ્થરો થી પીસાયેલો લોટ સંસારના
લોકો ના ખાવામાં આવે છે,અને જેનાથી લોકો નું પેટ ભરાય છે-અહીં પથ્થરો ની મૂર્તિ બિલકુલ કશા કામની નથી તેવું કહેવાનો ઉદ્દેશ છે.)
(આ જ કબીર ની મૂર્તિઓ બની તે મંદિર માં પૂજાય છે તે શું આશ્ચર્ય નથી?
કબીરા બેઠા સત્ લોક માં,જુવે જગત નો ખેલ.
મૂર્તિ,પથ્થર મેં નાપૂજ્યા,પથ્થર કરી મને પુજે લોક.
કબીરા બેઠા સત્ લોક માં,જુવે જગત નો ખેલ.
મૂર્તિ,પથ્થર મેં નાપૂજ્યા,પથ્થર કરી મને પુજે લોક.
મૂર્તિ બની કબીર ની કે જેને કર્યો તો મૂર્તિ-પૂજા નો વિરોધ,
કહે “સોમ” મોટા મંદિરો માં પૂરી કબીર ને પૂજે જગતના લોક..“સોમ” )
કબીર ના નામથી મળેલા ગ્રંથો ની સંખ્યા ભિન્ન ભિન્ન લેખો અનુસાર જુદી જુદી છે.
એચ.એચ. વિલ્સન ના મત અનુસાર કબીર ના નામ પર આઠ ગ્રંથ છે.
જયારે બિશપ જી.એચ.વેસ્ટકોટ -કબીર ના ચોરાસી (૮૪ ) ગ્રંથો ની સુચી પ્રસ્તુત કરે છે.
રામદાસ ગોઉંડે એ ઈકોતેર (૭૧) પુસ્તકો ગણાવ્યાં છે.(રેફરન્સ-વિકિપીડિયા)
કબીર ની વાણી નો સંગ્રહ “બીજક" ના નામ થી પ્રસિદ્ધ છે.
આના ત્રણ ભાગ છે.(૧) રમૈની (૨) સબદ - અને (૩) સાખી
આ ત્રણે પંજાબી ,રાજસ્થાની ,ખડીબોલી,અવધી,પૂરબ,બ્રજભાષા આદિ ઘણી ભાષાઓ ની ખીચડી છે.
આમ કબીર ની વાણી તેમનાં મૌખીક ઉપદેશ તેમની
સાખી, રમૈની, બીજક, બાવન-અક્ષરી, ઉલટબાસી વગેરેમાં જોઇ શકાય છે.
ગુરુ ગ્રંથસાહેબમાં તેમનાં ૨૦૦ પદ અને ૨૫૦ (કે વધુ?) સાખીઓ છે.
કબીર પરમાત્મા ને મિત્ર,માતા,પિતા અને પતિ ના રૂપ માં જુવે છે.
તેઓ ક્યારેક કહે છે.
“હરિ મોરે પિયુ,મેં રામ કી બહુરિયા.”(હરિ મારા પતિ અને હું, રામ ની પત્ની.)
તો ક્યારેક કહે છે.
“ હરિ-જનની મેં બાલક તેરા “ (હરિ મા અને હું તેનો બાળક.)
આનાથી પુરવાર થાય છે કે તે એક મહાન ભક્ત હતા,
કબીર શાંતિમય જીવન પ્રિય હતા.તેઓ અહિંસા,સત્ય,સદાચાર આદિ ગુણો ના પ્રસંશક હતા.