=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: સપ્ટેમ્બર 2011

સોમ સંગ્રહ -૧૫ (મોટાભાઈ)


મોટાભાઈ(ડો .પ્રવીણભાઈ શુક્લ)  ની પત્ર ની મને લખેલી કવિતાઓ “
“રંગ માં છે તો પોત માં નથી ,
ને પોત માં છે તો ના રંગ માં .
રખડ્યા બધે રતનપોળ માં ,
પૈસા ના મળે પર્સ માં .”
હિમાલય તો પાર્વતી નું પિયર ,ને શંકર પ્રભુની સાસરી,દરિયો લક્ષ્મીજી નું પિયર ને વિષ્ણુ પ્રભુ
ની સાસરી,સાસરી અસાર સંસાર ની આશરી ..સસરા ના આશરે સુતેલા ઓ ભગવાન અવતાર
લેવાનું કહેલું તે યાદ છે,હવે નથી સુદામા એકજ પણ લંગાર છે.
શું કરે ભગવાન પણ ?
“આપણે ક્યાં છીએ ,ફરીએ છીએ ,
ફેરવીએ છીએ ,ફરીઆવીએ છીએ,
ખેર છીએ ત્યાં જ છીએ.”

“અંદર તો ભડકા ભર્યા છે ,
ને ઉપરથી દેખાય છે પીસ ,
હવે સમજાય છે મને કે ,
દુનિયા છે સેફ્ટી મેચીચ .”
દીવાસળી ની પેટી ઉપર લખેલું હોયછે “સેફ્ટી મેચીચ “
કયી સેફ્ટી કોઈ સળગી મરે ,સળગાવી મારે ,છતાં સેફ્ટી ?
આવુંજ ચાલેછે સેફ્ટી ની બાબત માં ,ઘરે કે દુનિયાના સ્તરે કે ભગવાન ના ઘરે .
સફર
સફળ બનેછે સફર
પ્રેમથી કરીએ સફર ,
યાદો રહેછે અફર ,
સાથે હોય જો હમસફર.
સફર સફળ થાય સરસ .
ખુલ્લી રાખીએ જો પર્સ

'સોહમ' થયો' સોમ' થી,દયા આવી તને મારા છલકાતા જામ ને જોઈ ,
અને  રસપાન કીધું સોમ નું  "સોમ"ને જોઈ .

અનુભવ ક્યાં હતો  મને  અમલ નો નશાનો  ?
ના પીધો ને હરામ હતો એ  જામ ના નશાનો .

રસપાન કીધું ,ને કરતા જ રહો,ફરી ના ભરો 
બનાવી 'શેર' તમે એ જામને ,કેમ છલકાઓ ?

દયા થઇ ઘણી તારી  આ છલકાતા જામ પર .ને 
પડી  સમજ તે " અમલ માં નશા "ના નામ પર .

સાનિધ્યે હવા ના 'સોહમ' થયો' સોમ' થી,
ફિકર નથી છલકાવાની, સંગ છું અનંતની .

                                "સોમ" 
                    સપ્ટેમ્બર ૨૯ ,૨૦૧૧ 

સોમ સંગ્રહ -14


"જીવો તો રંગ ના ઓવારે કે અનંત ના આરે ,
ઉડો તો વાયરા ના વહાણે કે આશા ના સુકાને ,
થોભો તો ડુંગરા ની ધારે કે પંખી ના ઉતારે .
પહોંચો તો આભલા ને આરે કે પૃથ્વી ની પાળે ,
નહાવ તો રંગ ના ઓવારે કે તેજ ના ફુવારે ,
પોઢો તો દરિયા ને હિંડોળે કે ગગન ને ગોળે ,
જાગો તો ગુલાલ ભરી ગાલે કે ચંદન ધરી ભાલે,
નાચો તો તારા ના તરંગે કે આનંદના અભંગે
આવોતો રંગ રંગ અંગે ,અનંત રૂપ રંગે ."
સોમ સંગ્રહ 
.૨૬-૧૧-૯૭

અટવાયો છું .
હું એવો તો અટવાયો છું .
હું એવો તો ફસાયો છું.
જીવતરના જંગ માં,
માયા ના સંગ માં ,
અહુમ ની આડ માં.
અંતર માં ઉતરી જોવા જાઉં ,
તો માયા આડી ઉતારે છે,
આકાશ માં ઉપર ચડું તો ,
અહુમ મારો જાગે છે,
"પ્રભુ"દુર કરો આ માયા ને ,
સોમ દુર કર તારા અહુમ ને .
તો તું આત્મા છે પરમાત્મા છે.
તું જાણીશ જીવન ના સત્ય ને.
આકાશ ને શૂન્યાવકાશ ને.
તુજ ઈશ્વર છે તુજ છે આત્મા .
પછી તું કયાં અટવાયો છે?
                  "સોમ"
                 તા.૨૫-૦૯-૧૧.

હે પ્રભુ હું મારી અનંત યાત્રા માં આગળ વધી રહ્યો છું,
મને તારા સુધી લઇ જવા રાહ ચીંધજે.વ્યહવારિક કાર્યો
કરવા છતાં તેનાથી નિર્લેપ રાખજે જે કંઈ કરાવેછે તે તું કરાવેછે
તુજ સર્વ છે એવો ભાવ આપવા દયા કરજે.
                                                "સોમ"

સોમસંગ્રહ-13


એક કોયલ આંગણા માં રોજ ટહુકી જય છે
"બંધ ઘર ની એ ઉદાસીઓ બધી પી જય છે .

એ કોયલ આંગણા માં રોજ ટહુકી જય છે.
એજ માણસ જિંદગી સહેલી થી જીવી શકે

જે મરણ ના આગમન ની વાત ભૂલી જય છે.
કોઈ પણ હાલત માં ખુશ રહેવાનું મન શીખી ગયું .

એટલે મારા એ બધાં  દર્દ હાંફી જાય છે.
પહોચવા તારા લગી કંઈ ચાલવું પડતું નથી .

પગ તળે થી માર્ગ આપો આપ સરકી જાય છે.
આ અધુરી ઝંખનાઓનું પરાક્રમ છે ભાઈ
રોજ તું મરવા પડે ને રોજ જીવી જાયછે."

                                  "સોમસંગ્રહ"
                                   તા.૩૦-૦૬-11  

સોમ સંગ્રહ-12


ઘર માં ઉભા જડ ની માફક
દર્પણ ની એક તડ ની માફક
ડાળ બટકતી જોયા કરીએ.
સમય ઊભો છે થડ ની માફક .
હજુ મને અથડાતો રહેતો.
ઘર માં છું સાંકળ ની માફક .
આડે ધડ ઉગી નીકળ્યા છે .
સ્મરણો તારા ખડ ની માફક .
મારી ધરતી પર ફેલાયા .
શબ્દો કબીરવડ ની માફક

                      "સોમ સંગ્રહ " 

ગીતા ખોલશે ?એક દી એવો આવશે ,
કે સોમ ગીતા ખોલશે .
ગીતા ખોલશે મન ડોલશે.
પાઠ ગીતાના બોલશે .
ગીતા ના જ્ઞાન વડે ,
અંતર પટલ ને ખોલશે .
આત્મા ને જાણશે,
પરમાત્મા ને માણશે,
પોતે ઈશ્વર બની ,
બધા ને ઈશ્વર માનશે .
"સોમ" 

પાવું હતું ,તે પીવાઈ ગયું
ગાવું હતું તે ગવાઈ ગયું 
.
જોતા હતા રાહ જેની 
તે આવી ગયું .

જે પાવું હતું ,તે પીવાઈ ગયું

એમને આવીને પૂછી 
સાચી પ્યાસ અમોને .

દઈ દીધો છલકાતો પ્યાલો 

હરી રસ ના નામ નો

"સોમ"ના અંતર માં છવાઈ ગયો
સોહમ નો રસ્તો અનંત નો .

"સોમ"
તા.૨૩-૯-૧૧.સવારે ૯-૦૦ કલાકે
.

કિરણ લઇ પ્રભાત નું આવ્યા

વહેલી સવાર નો સુરજ .
માણવાની મજા જુદી છે

ખરી બપોર ના સુરજ ને
તપવાની મજા અનેરી છે.

સંધ્યા કાળ ના સુરજ ને
પામવા ની મજા અનેરી છે

સંધ્યા કાળ માં સુરજ "સોમ"નો
તમે  કિરણ લઇ પ્રભાત નું આવ્યા 

સુંદર શમણાં લઇ "સોમ" સમાયો
ક્ષિતિજ માં ભાઈ આનંદ માં ભાઈ આનંદ માં .

"સોમ"
તા.૨૩-૦૯-૧૧ સવારે ૧૦-૧૫ કલાકે  

સોમ સંગ્રહ-11


લેવા ગયોતો પ્રેમ ,
વ્યવહાર પણ ગયો

દર્શન ની ઝંખના હતી ,
અણસાર પણ ગયો.

કેવી મજા ની પ્રેમ ની દીવાનગી હશે .
કે જ્યાં મરીજ જેવો દરદી  જીવતો થયો 
જે હતું ધાર્યું કદી તે કામ કંઈ આવ્યું નહિ ,
તે હતાં સામે છતાં મારાથી બોલાયું નહિ .

કોઈ લાચાર થઇ ,નિરાશ થઇ પાછા ગયાં.
દરદ મારા દિલ તણું તેઓ થી પરખાયું નહિ ,

કોણ જાણે એ હતી  કેવી વિરહ ની રાત કે ,
આંખ માં આંસુ હતાં ,પણ સહેજ રોવાયું નહિ .

કોણ વ્યથા સાંભરે,ને કોણ આપે દાદ ,
જેને  બધાં સુણતાં હતાં ,તેમણે ગાયું નહિ.
                                  "સોમ સંગ્રહ "
                                તા.૧૧-૯-૧૧. 

સોમ સંગ્રહ-10


આ સંસાર રમત છે
બે મત નથી એકજ મત છે
કે આ સંસાર રમત છે .

જુઠું છે તેને સાચું માને ,
એવી બાજી તેનું નામ જગત છે .

ગોઠવાઈ ગઈ બાજી પાટે ,
વિધ વિધ રંગ ની બાજી .
કોઈ જીતે ને કોઈ હારે,

હારે તોયે ભ્રમરો રમતા ,
આ સંસાર રમત છે
.
હાડપિંજર ઉડી જશે .
આ ગંજીફા નું ઘર છે .
ચાર દિવસ ના ચાંદરણાં ની .

કોણ જાણે આ રમત,
એજ જીતે સંસાર ના ગઢ ને ,

જેણે જીત્યો વખત છે .
આ સંસાર રમત છે .

તન સમજે પણ ,
મન ના સમજે
મન એવું મરકટ છે .
આ સંસાર રમત છે .

                   "સોમ સંગ્રહ "
                    તા.૧૬-૯-૧૧

તારો બનાવહરણો ની જેમ હું તો ઝૂરું  છું શોધમાં ,
ક્યારે જડશે મને રસ્તો ?

ઝૂરી ઝૂરી ને હું તો પહોચીશ અનંત ,
ત્યારે જડશે મને રસ્તો ?

ઝુરાઈ ના મારો પ્રભુ આવો અમ પાસ ,
બતાવો રસ્તો અનંત નો .

તારામાં ઓગાળી તારો બનાવ મને .
પીવડાવી દે "સોમ"ને રસ તારો "

"સોમ"
તા.૨૦-૯-૧૧  સાંજે ૪.-૧૦ મીનીટે

સોમ સંગ્રહ -૯


દુહો

સૂર્ય ચંદ્ર ને પીવો ને ખાવો નવલખ તારા ,
કે હથેળી આડી રાખી તમે રોકો વર્ષા ની ધારા .
હાં રે અમે ફૂલ નહિ ,રંગ ના ફુવારા .
સુગંધ ના ઉતારા કે વાયરે ઝૂલી પડ્યા .
હાં રે  અમે મીરાં તે બાઈ  ના ગાયા ,પવન માં વાયા ,
કે ફૂંક માં ઢળતા ગયા.
હાં રે અમે ટહુકા માં તરફડતી કોયલ ,મોજીલી કોયલ ,
કે ગીત ને આંબે બોલે .
હાં રે અમે પડછાયા ફોરમ ના જોયા ,
કે ધોધમાર રોયા  કે ચઢતા લાંબે ઝોલે .
હાં રે અમે ઉડતી પતંગ ના ઝોલા કે હાથ માં દોરા.
કે આભ માં અમે ચડ્યા .
હાં રે અમે શાયર ના કંઠ થી છૂટ્યા કે લય માં તૂટ્યા ,
કે ગીત ની અધુરી કડી .
હાં રે અમે હરણો ના પગ ની ઉતાવળ ,
સુગંધ ની પાછળ કે સુગંધ માં ઝૂરી મર્યાં.

                                   સોમ સંગ્રહ -૯ 

જીર્ણતા ની આરેપાંદડા  જેવી છે   જિદગી
કડવા મીઠા દિવસો જીવન ના
ની યાદો છે 
પાંદડા   ઉપર  ના કાણા

આ યાદો  ભુસાઈ  જશે .જયારે સંપૂર્ણ  જીર્ણ થશો  ત્યારે

જીર્ણતા ની આરે છીએ પાછા વળાય તેમ  નથી 
પ્રવાસ પૂરો કરે છૂટકો છે

 જમીન ની સંગે અટવાયા કરતાં  
વંટોળ મોં  ઉડવા ની મજા જુદી છે 

જમીન નું મિલન પૂરું થયું 
હવે અનંત ની યાત્રા કરવી છે

લથડવા અથડાવા ની જરૃર નથી 
પૂર્ણતા પામ્યા છો .
બસ હવે અનંત ની યાત્રા બાકી છે
        "સોમ"

29 જુલાઈ, 2011 

જીવવા દો જગત માં

                                                            કોઈ ચૂંથશો ના અમોને ,
                                                           ખીલવાદો જગત માં .

                                                         ફૂલ બનાવાદો અમોને,
                                                           જીવવા દો જગત માં .

                                                            નરાધમો શું કરો છો ?
                                                          તેની ખબર છે તમોને
 .
                                                               ડરો ઉપરવાળા થી ,
                                                            જીવવા દો જગત માં

                                                                      "સોમ "  
                                                   તા.૧૭-૦૯-૧૧ સવારે ૯ -૦૦ કલાકે 

પલીતો


              

પલીતો  -હવા- એ  ચાંપ્યો ,
સોમને હાડે હાડ  લાગ્યો 
.
પલીતો અંતર માં ઉતર્યો ,
ભડકો થઇ બહાર આવ્યો 
.
સાથેસાથ -પવન- ભળ્યો.
જ્વાળા થઇ આભ માં ઉડ્યો 
.
વ્યાપક ને શોધવા લાગ્યો .
શોધતાં અનંત માં ડૂબ્યો .

પાછો પોતાના માં આવ્યો .
પોતાના અંતર માં ડૂબ્યો .

"સોમ "ઓગળી ગયો .
હવા -માં  માં ભળી ગયો 
.
          "સોમ"
તા.૧૭-૯-૧૧-સવારે ૯-૦૦ કલાકે


નોંધ -
આમેય સોમ ના બે અક્ષર્ વચ્ચે
હવા નો -હ -
મૂકી એ તો
સોહમ થઇ જશે ને ?

અનિલ 

જીવતર


સવારે  પૂજા પછીના  મુડ માં
કવિતા લખાઈ ગઈ .
             
જીવતર અંધારી છે રાત ,
તેમાં દીપક તું પ્રગટાવ .
દીપક ના અજવાળે તું ,
તારા આતમ ને જાણ
 .
જેથી થાય પરમાત્મા ની જાણ .------------ જીવતર 
મન ,બુદ્ધિ માંથી અહંકાર ખંખેરી ,
સાચી જ્યોત ને માણ .
ભ્રુકુટી મહલ ચડી જાપ પ્યારે ,
ઓહમ સોહમ જાપ 
.
ઓહમ સોહમ જાપ જપી,
પહોચી જા દશમે દ્વાર
 .
તારા જીવતર ને ઉજાળ --------------- જીવતર

ચેતી ને ચાલ તું આ સંસાર માં ,
સંસાર છે અસાર .
"સોમ "આતમ માં ઓગળી જા તું ,
તું વ્યાપક ને જાણ
 .
તારા જીવતર ને ઉજાળ .--------- જીવતર

          "સોમ"
.        ૧૧-૯-૧૧ 
    

બહાર છે ફૂલો ની

"મજા ની બહાર છે ફૂલો ની 
ને વળી વૃક્ષો ની લીલોતરીની 
જાણે વસંત પુર બહાર માં 
ખીલી છે જવાની માં 
જો જો ફૂલો કચડાઈ ના જાય
તમારી જિંદગાની માં .
"સોમ"
૧૫-૦૯-૧૧ સાંજે ૫-૪૪ કલાકે   

મોસમ છે મજાની
"આ મોસમ છે મજાની
વરસાદ ને માણવા ની
છત્રી નીચે ચાલવાની
હૈયે હૈયું ભીડી ને
આનંદ ને માણવા ની
છત્રી નીચે ચાલો છો
તેમ જીવતર માં ચાલો
તરી જશો જીવતર
આ સંસાર માં ."
"સોમ'
૧૫-૦૯-૧૧ સાંજે ૫-૩૫ કલાકે

ઝુકેલી ડાળ


"ઝુકેલી ડાળ  નેજોઈ ,ઝૂકવા નું મન થાય છે .
ઝુકે છે તે જીતે છે જગ માં ,આનંદ માં નહાય છે.

અક્કડ રહીને તૂટી જતા માનવો એ કદાચ 
    નથી જોઈ મજા જીવવા ની - ઝૂકીને ,

તૂટી કયો છે ?જુઓ આ ડાળીયો ને 
    નથી તૂટી એ સદા રહે છે -ઝૂકીને , 
.
અને ઝુકી ને 
પોતાની તરફ પોતાના માં છેક અંદર જુવે 
તે વ્યાપક ને
પામે છે.
  

ઝૂકેલા ઝાડ ઉપર થી માપક માં થી ઓગળી જઈ વ્યાપક માં ભળી જવાનું શીખો .
    ઝૂકો ને અંદર જુવો ,પરમાનંદ ને પામશો
"સોમ"
તા.૧૪-૯-૧૧ 

સોમ સંગ્રહ -૮મેં લોયાં છે પાલવ માં ધરતી નાં આંસુ ,
કરુણા નાં તોરણ સજાવી રહ્યો છું .
ઉડી ગઈ છે નીંદર ગગન સર્જકો ની ,
મને જ્યારથી તારલા ઓળખે છે .
અમે તો સમંદર ઉલેચ્યો છે પ્યારા .
નથી માત્ર છબ છબીઓ કીધાં  કિનારે .
મળીછે અમોને જગા મોતીઓ માં ,
તમોને ફક્ત બદબુદા ઓળખે છે.
                   "સોમ સંગ્રહ "

          ગઝલ -૨
પરિચય છે મંદિર માં દેવો ને મારો ,
અને મસ્જીદો માં ખુદા ઓળખેછે .
નથી મારું વ્યક્તિત્વ છાનું કોઈ થી ,
તમારા પ્રતાપે બધા ઓળખે છે .
સુરા ને ખબર છે પિછાણે  છે પ્યાલી ,
અરે ખુદ અતિથી ધરા  ઓળખે છે .
ના કર સાકી ડોળ અજાણ્યા થવાનો ,
મને તારું સૌ મયકદા ઓળખે છે .
"શૂન્ય પાલનપુરી"
                    "સોમ સંગ્રહ "

સોમ્ સંગ્રહ -7હાસ્ય લેખક રતિલાલ બોરી સાગર દ્વારા

" નિત નવા વર્ષે ,નિત નવા દિવસે .
હૈયું ભરીને ચાલો હસીએ !
રેસ ના ઘોડાની માફક દોડતી આ દુનિયા ,
નિરાંત  નું નામ નહિ ,ટેન્શન નો પાર  નહિ ?
હાઈ બીપી ની ગોળીયો ,ને લો બીપીની ગોળીયો ,
ભૂખની ગોળીયો ને પાંચની ગોળીયો ,
વાળ ની ગોળીયો ને ટાલની  ગોળીયો,
રોજ રોજ દાકતર ની ભરી દેવી ઝોળીયો?
દીવેલિયું ડાચું લઈને શીદ ને ફરવું ?
દાંત  આપ્યા છે એણે  આપ્યું છે હસવું ?
ઢગલો થઇ જઈ ને ચાલોને હસીએ !
                            "સોમ સંગ્રહ "

રસ્તો અનંત નો

' રસ્તો અનંત નો જોયો ભાઈ
 રસ્તો અલખ નો જોયો ,ને

અનંત માં અટવાયો ,અલખ માં ખોવાયો .
પર્વતો ની હારમાળા ને બર્ફીલા શિખરો
આકાશ માં અટવાયો ભાઈ

હું તો અલખ માં ખોવાયો .
અનંત માં ઈશ્વર ને જોવા 
,
અનંત માં અલખ ને પામવા,,
કૃપા લાલજીની થાય તો 
અનંત માં ઈશ્વર દેખાય 
.
અનંતમાં અટવાયો
 હું તો અનંત માં ખોવાયો                                           "  સોમ "
                               તા.૬-૯-૧૧  સાંજે ૫-૦૦  કલાકે

સોમ સંગ્રહ -૬(મોટાભાઈ)


કવિતા -મોટાભાઈ ની -


" આતિથ્ય ઘર નું આભુષણ છે "

"બીજાનું સન્માન આત્મ સન્માન છે."

વેચાઈ જવા કરતાં વહેચાઈ જવામાં લિજ્જત છે.

હર ફૂલ મહી ખુશ્બુ પેઠે ખોવાઈ જવામાં લિજ્જત છે.

છે તેમનેજ હક કે એ ચાલી શકે ટટાર,

જેઓં બીજાનો બોજ અમસ્તો ઉપાડે છે.

ના તૂટી જાયઆ ગરદન નામી આભાર ના ભારે 
.
હવે બસ કર,ના કર તું ,મહેરબાની મહેરબાની પર.
.
                                    "સોમ સંગ્રહ "

                        મોટાભાઈ ના પત્ર માંથી

સોમ સંગ્રહ -૫આ શ્વાસ ખાતર પણ હવા પમ્પાળવી  નથી ,
ભાગોળ થી પછી નદી ને વાળવી  નથી .
વગડાનું ઓર ઘોર તો શેઢે થી સાદ દે ,
પીંછુ મળે તો દ્રારિકા  સંભાળવી નથી .
એમજ ભલેતરતી અને એ થઇ જતી ખડક ,
એણે  ધરેલી ક્ષણ હવે ઓગાળવી  નથી .
કાદવ હતો ભીતર મહી જાહેર એ કરી ,
હે કમળ ,તેં  જળ ની અદબ જાળવી નથી .
આવો ખુશીથી આંસુઓ  આ છે તમારું ઘર ,
આંખો ની આ ભૂમિ જરીએ ઢાળવી નથી..
                             "   ધૂની માંડલિયા " 
                                   ૩૦-૧૧-૯૭..

ક્યાં વાર લાગે છે


                 


તમે (પ્રભુ ) નથી અહી તો બધું તારાજ લાગે છે
.
આ મન ની આ હદય ની વાતો ,
 એ બધું હવેતો આભાસ  લાગેછે .

સમર્પિ  ના શક્યો પ્રાણ મારા તમોને એક પણ દી.
તેથી બધું જગત અસાર  લાગે છે
.
હું ના પામી શક્યો  કે ના જાણી  શક્યો તમોને
તેથી હવે જિંદગી વેરણ લાગે છે .

હવે મળીશું ક્યારે ? નથી જીવન નો ભરોસો .
જીંદગી ને જતાં  ક્યાં વાર લાગે છે .

                                      " સોમ "

                                     ૨૯-૮-૧૧. સોંજે  ૫ કલાકે

સોમ સંગ્રહ-4


 સુખી  થવાની પાંચ ચાવી                            
              
               આવતી કાલ  નું વિચારો .
               કલ્પના ઓ ને લગામ ની જરૂર નથી.
               ગુણવતા ની માત્રા.
                ચીટકી રહો.
                 મજા માં રહો.
              "હદય મારું વ્યાપક 
                નજર મારી સુંદર 
                 કલા મારી મોહક 
                વિચારે વિચારે    
   નથી આભ ને પણ કશી જાણ એની 
    કે મેં ચાંદ જોયા સિતારે સિતારે "
હશે જો સુમન તો ફૂલો ખીલશે
મળીછે જિંદગી તો (પ્રભુની )મુલાકાત થશે.
મતિ ને સન્મતિ બનાવો
જેવી મતિ તેવી ગતિ
સન્મતિ પ્રાપ્ત કરવી અને સંસ્કારની સુવાસ ફેલાવવી એ મનુષ્ય ની મોટી સિદ્ધી છે .
                                                              "    સોમ સંગ્રહ "
                                                                તા.૨૬-૧૧-૯૭.

અનંત રૂપ રંગે


જન્મે છે તો બધા પણ જીવતા નથી  તેના ઉપર પ્રથમ લખાઈ ગયું .
        
             જીવો તો રંગ ના ઓવારે કે અનંત ના આરે ,

             ઉડો તો વાયરા ના વહાણે  કે આશા ના સુકાને .

             થોભો તો ડુંગરાની  ધારે કે પંખી ના ઉતારે .

             પહોંચો  તો આભલા ને આરે  કે પૃથ્વી ની પાળે .

             નહાવ તો રંગના ઓવારે કે તેજના ફુવારે.             પોઢો  તો દરિયા ને હિંડોળે કે ગગનને ગોળે.

             જાગો તો ગુલાલ ભરી ગાલે  કે ચંદન ધરી ભાલે.

              નાચો તો તારાના તરંગે કે આનંદના અભંગે

             આવોતો  રંગ રંગ અંગે ,અનંત રૂપ રંગે .(લાલ રંગ )

                                                             " સોમ"
                                                         તા.૨૬-૧૧-૯૭.            

લીલાં તો બધે જોયાં


આખા પાર્ક માં એકજ લાલ પાન  ખરેખર
આ લાલ પાને લીલા પાન વાળા ઝાડ ને છોડી દીધું છે
અને લીલા પાન વાળા ઝાડ ને છોડતાં  કહે છે કે.......

" લીલાં તો બધે જોયાં લાલ જોવાનાં  બાકી છે
.
 લાલ જોવા લાલ બન્યું છું લાલા  માં ખોવાઈ ગયું છું

જયારે મળશે લાલો ત્યારે બધા લાલ લાલ થઇ જશે

આજે તો હું લાલ બની બધા ને લાલ કરવા શોધું છું ?

                    લાલા ને.........

 "સોમ"


  તા.૨૬-૦૮-૧૧-

મોતી વેરાણા
"પાંદડું  લીલું ને મોતી ધોળા .
ઝાકળ બિંદુ મોતી જેવા ,

પાંદડું દીસે આકાશગંગા .
ઝાકળ દીસે ચાંદ તારા .

શૂન્યતા માં આકાશગંગા ,
આકાશગંગા માં શૂન્ય તારા
 .
સોમ જો ઝાકળ બને ,
તો સવિતા (પ્રકાશ ) મળે શૂન્યતા માં" .

"સોમ"
તા ૮-૯-૧૧ .સાંજે ૪-૧૩ મીનીટે . 

સોમ સંગ્રહ-3


કોઈકે પાપ અને પુણ્ય વિષે લખ્યું છે કે--

પાપ અને પુણ્ય એ મનના વિષયો છે
જગત માં પાપ અને પુણ્ય નથી
તમે કોઈ પણ કામ કર્યા પછી એમ
માનો કે આ પાપ કર્યું તો તે પાપ છે
અને એમ માનો કે પુણ્ય કર્યું તો તે પુણ્ય છે .
એટલેજ

એ પાપ હય   ક્યા એ પુણ્ય હય ક્યા
રીતો પર ધર્મ કે મહોરે હય .

સોમ સંગ્રહ -પાપ અને પુણ્ય 

ઉડાન
ઉડાન ભરી એણે અનંત ની ,
સીમા ઓને પામવા આકાશ ની
.
પણ ક્યાં છે સીમા આકાશ ને
તે ઉડીને પામી શકે અનંત ને?

ઉડ્યા કરો તમે પણ એની જેમ
અનંત ના ઊંડાણ માં આકાશ ને પામવા.

ચાતક નજરે રાહ જોતા તમે .
પામશો આકાશ ને એક દી !"

કલ્પના ના ઘોડા ને લગામ માર્યા વગર
તમે પણ આ પક્ષી (બગલા )ની

જેમ અનંત માં ઉડો તો અલખ ને પામો.

"સોમ"
તા.૯-૯-૧૧ સાંજે ૪-૩૮ કલાકે

કોણ પ્રકાશી રહ્યું છે?


                             

                                  ફૂલો માં સુગંધ કોણ મહેકાવી રહુયુ છે ?

                                 સાગર નાં મોજાં ને કોણ ઉછાળી રહ્યું  છે ?

                                નદી નાં વહેણ કોણ વહેવડાવી રહ્યું છે ?

                                પર્વતોની હારમાળા કોણ દીપાવી રહ્યું છે ?

                                ચારે દિશા માં  "અનીલ " કોણ ફેલાવી રહ્યું છે ?

                                 સૂર્ય ચંદ્ર ને તેજ કોણ આપી રહ્યું છે ?

                                 જીંદગી ને કોણ ટકાવી રહ્યું છે ?

                                "સોમ "તું નથી જાણતો  તારા માં કોણ પ્રકાશી રહ્યું છે ?

                                                "  એક ઈશ્વર " 
                                    જુવો જરા તમારા માં કોણ બિરાજે છે ?
                                    ઊંઘ માં પણ અંદર થી હુંકાર કોણ કરે છે ?
                                    સ્વપ્ન માં દ્રષ્ટા થઈ  કોણ જુવે છે ?
                                    જો ઓળખો એને તો ભવ સાગર તરી જવાય છે .
                                                      "આત્મા "
                                            આત્મા સો પરમાત્મા
                                                                                 સોમ 
                                                                          તા.૧૧-૮-૨૦૧૧ બપોરે ૩-૩૦ કલાકે

સોમ સંગ્રહ -૨AUG 12, 2011


સોમ સંગ્રહ -૨
 તા .૨૨-૫-૧૧ ના રોજ સવારે સ્વર ગુંજન માં ગઝલ આવેલી
                                                તે મોકલું છું . તને ગમશે .
                                             " હું નથી પૂછતો સમય કે હજી ,
                                                                  તું ગુજારીશ દિલ પર સિતમ કેટલા ?
                                               દર્દ ને લાગણી ના ઘણા રૂપ છે ,
                                                                  માત્ર આંસુ જ હોવા જરૂરી નથી ,
                                                સ્મિત થઇ ને ફરકતા રહો હોઠ પર ,
                                                                   વ્યકત થઇ ના શકે તેવા ગમ કેટલા ?
                                                 હોઠ સીવીને ચુપચાપ જોયા કરું,
,                                                                    વેઠવા પડશે હજુ જખમ કેટલા ?
                                                   સ્વાર્થ ની છે ભક્તિ લીલા બધી ,
                                                                      આતમ પૂજ્યા  વિના શૂન્ય આરો નથી 
                                                   એક ઈશ્વર ને માટે મમત કેટલો ?
                                                                       એક શ્રદ્ધા ને માટે ધરમ કેટલા .
                                                    હું નથી પૂછતો સમય કે હજુ ,
                                                                        ઝીલવા પડશે જખમ કેટલા ?
                                                                                          
                                                                                              " સોમ સંગ્રહ "
                                                                                                ૨૨ -૫-૧૧ 
              
                                                    "ફરતો લીલો સુકો માણસ.
                                                    સ્વપન નો લઇ ભૂકો માણસ .
                                                   ભવ્ય ઇમારતો નો જાણે આ 
                                                   જુનો - પાનો હુક્કો માણસ 
                                                    નવરા બેઠેલા ઈશ્વર નો 
                                                    એક રૂપાળો ત્તુક્કો માણસ 
                                                      મત્ત ગડાકું જેવાંસ્મરણો 
                                                      પીધા કરતો હુક્કો માણસ 
                                                     રોજ અરીસા સામે ઉભો 
                                                     રોજ ઉગામે મુક્કો માણસ "
                       એક બારીના સળીયા આરપાર બે માણસ નજર કરે છે એક ને કાદવ દેખાય ,
                      બીજાને તારા ? તમે અન્ય ને કઈનજરે જુવોછો તેના પર તમારા સુખ દુખ નો 
                       આધાર છે .
                                                                                           "  સોમ સંગ્રહ " 
                                                                                             ૩૧-૧૨-૨૦૦૧