=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: ફેબ્રુઆરી 2014

Gujarati Sundar Kaand-ગુજરાતી સુંદરકાંડ-૨૧


રામ કપિન્હ જબ આવત દેખા, કિએકાજુ મન હરષ બિસેષા.
ફટિક સિલા બૈઠે દ્વૌ ભાઈ, પરે સકલ કપિ ચરનન્હિ જાઈ.
શ્રીરામે જયારે વાનરોને કાર્ય કરી આવતા જોયા,ત્યારે તેમના મનમાં વિશેષ હર્ષ થયો.બંને ભાઈઓ સ્ફટીકની
શીલા પર બેઠા હતા.સર્વ વાનરો જઈને તેમના ચરણોમાં પડ્યા.
(દોહા)
પ્રીતિ સહિત સબ ભેટે રઘુપતિ કરુના પુંજ.
પૂી કુસલ નાથ અબ કુસલ દેખિ પદ કંજ.(૨૯)
દયાના સમૂહ શ્રી રઘુનાથજી સર્વ સાથે પ્રેમ સહીત ભેટ્યા અને કુશળ પૂછ્યું.(વાનરોએ કહ્યું:)
હે નાથ ! આપના આપના ચરણ કમળો ના દર્શન પ્રાપ્ત થવાથી હવે કુશળ છે.(૨૯)


ચોપાઈ
જામવંત કહ સુનુ રઘુરાયા, જા પર નાથ કરહુ તુમ્હ દાયા.
તાહિ સદા સુભ કુસલ નિરંતર, સુર નર મુનિ પ્રસન્ન તા ઊપર.
જાંબુવાને કહ્યું: હે રઘુનાથજી ! સંભાળો. હે નાથ ! જેના પર આપ દયા કરો છો, તેનું સદા કલ્યાણ અને નિરંતર
કુશળ છે. દેવો, મનુષ્યો અને મુનિઓ સર્વ તેના પર પ્રસન્ન  રહે છે.


સોઇ બિજઈ બિનઈ ગુન સાગર, તાસુ સુજસુ ત્રેલોક ઉજાગર.
પ્રભુ કીં કૃપા ભયઉ સબુ કાજૂ, જન્મ હમાર સુફલ ભા આજૂ.
તે જ વિજયી છે, તે જ વિનયી છે અને તે જ ગુણોનો સમુદ્ર બને છે.તેનો સુંદર યશ ત્રણે લોકોમાં પ્રકાશિત થાય છે.
(આપ ) પ્રભુની કૃપાથી સર્વ કાર્ય થયું. આજે અમારો જન્મ સફળ થયો.


નાથ પવનસુત કીન્હિ જો કરની, સહસહુમુખ ન જાઇ સો બરની.
પવનતનય કે ચરિત સુહાએ, જામવંત રઘુપતિહિ સુનાએ
હે નાથ ! પવનપુત્ર હનુમાને જે કાર્ય કર્યું, તે હજાર  મુખોથી પણ વર્ણવી શકાતું નથી.તે વખતે જાંબુવાને
હનુમાનજી નું સુંદર ચરિત્ર (કાર્ય ) શ્રી રઘુનાથજીને સંભળાવ્યું.


સુનત કૃપાનિધિ મન અતિ ભાએ, પુનિ હનુમાન હરષિ હિયલાએ.
કહહુ તાત કેહિ  ભાવિ  જાનકી, રહતિ કરતિ રચ્છા સ્વપ્રાન કી.
( તે ચરિત્રો ) સાંભળવાથી કૃપાના ભંડાર શ્રી રામચંદ્રજી ના મનને ઘણાં સારાં લાગ્યાં.તેમણે હર્ષિત થઇ
હનુમાનજીને ફરી હૃદય સરસા ચાંપ્યા અને કહ્યું: હે તાત ! કહો સીતા કયા પ્રકારે રહે છે
અને (કેવી રીતે )પોતાના પ્રાણની રક્ષા કરે છે?


(દોહા)
નામ પાહરુ દિવસ નિસિ ધ્યાન તુમ્હાર કપાટ.
લોચન નિજ પદ જંત્રિત જાહિં પ્રાન કેહિં બાટ.(૩૦)
(હનુમાનજીએ કહ્યું:) આપનું નામ રાત દિવસ પહેરો ભરનાર છે,આપનું ધ્યાન કમાડ છે અને નેત્રોને પોતાના
ચરણો માં લગાવી રહે છે (એ જ તાળું લાગેલું છે), પછી પ્રાણ જાય કયા માર્ગે ?(૩૦)
          INDEX PAGE
       NEXT PAGE

Gujarati Sundar Kaand-ગુજરાતી સુંદરકાંડ-૨૦

હરષે સબ બિલોકિ હનુમાના, નૂતન જન્મ કપિન્હ તબ જાના.
મુખ પ્રસન્ન તન તેજ બિરાજા, કીન્હેસિ રામચન્દ્ર કર કાજા.
હનુમાનજીને જોઈ બધા હર્ષિત થયા અને તે વેળા વાનરો એ પોતાનો નવો જન્મ માન્યો.
હનુમાનજી નું મુખ પ્રસન્ન હતું અને શરીરમાં તેજ પ્રકાશતું  હતું,
જેથી તેઓ સમ્જ્યાકે એમણે શ્રીરામચંદ્રજીનું કાર્ય કર્યું છે. 


મિલે સકલ અતિ ભએ સુખારી, તલફત મીન પાવ જિમિ બારી.
ચલે હરષિ રઘુનાયક પાસા, પૂત કહત નવલ ઇતિહાસા.
સર્વ હનુમાનજીને મળ્યા અને ઘણાજ સુખી થયા, જાણે તરફડતાં  માછલાં ને જળ મળ્યું હોય !  
બધા હર્ષિત થઇ નવો નવો ઈતિહાસ (વૃતાંત ) પુછાતા- કહેતા શ્રી રઘુનાથજી પાસે ચાલ્યા.  


તબ મધુબન ભીતર સબ આએ, અંગદ સંમત મધુ ફલ ખાએ,
રખવારે જબ બરજન લાગે, મુષ્ટિ પ્રહાર હનત સબ ભાગે.
પછી બધા મધુવન ની અંદર આવ્યા અને અંગદની સંમતીથી  સર્વે મધુર ફળ ( અથવા મધ અને ફળ )  ખાધાં.   
જયારે રક્ષકો ના પાડવા લાગ્યા, ત્યારે મુક્કીઓનો માર મારતાં જ બધા રક્ષકો ભાગી ગયા.    
(દોહા)
જાઇ પુકારે તે સબ બન ઉજાર જુબરાજ.
સુનિ સુગ્રીવ હરષ કપિ કરિ આએ પ્રભુ કાજ.(૨૮)
તે બધા એ જઈ પોકાર કર્યો કે યુવરાજ અંગદ વન ઉજ્જડ કરી રહ્યા છે,(ત્યારે )
તે સાંભળી સુગ્રીવ હર્ષિત થયો કે  વાનરો પ્રભુનું કાર્ય કરી આવ્યા છે.(૨૮)


ચોપાઈ
જૌં ન હોતિ સીતા સુધિ પાઈ, મધુબન કે ફલ સકહિં કિ ખાઈ.
એહિ બિધિ મન બિચાર કર રાજા, આઇ ગએ કપિ સહિત સમાજા.
જો સીતાજીની ખબર ન મેળવી હોત, તો શું તેઓ મધુવનનાં ફળ ખાઈ શકત? એ પ્રકારે રાજા સુગ્રીવ મનમાં 
વિચાર કરી રહ્યા,એટલામાં સમાજ સહિત વાનરો આવી ગયા.  


આઇ સબન્હિ નાવા પદ સીસા, મિલેઉ સબન્હિ અતિ પ્રેમ કપીસા.
પૂી કુસલ કુસલ પદ દેખી, રામ કૃપાભા કાજુ બિસેષી.
સર્વે એ આવી સુગ્રીવના ચરણોમાં મસ્તક નમાવ્યાં,કપિરાજ સુગ્રીવ સર્વે સાથે ઘણા પ્રેમથી મળ્યા.
તેમણે કુશળ પૂછ્યું. (ત્યારે વાનરોએ ઉત્તર દીધો:) આપના ચરણોના દર્શનથી સર્વ કુશળ છે;
શ્રીરામની કૃપાથી વિષેશ કાર્ય થયું છે.(કાર્યમાં સફળતા મળી છે.)


નાથ કાજુ કીન્હેઉ હનુમાના, રાખે સકલ કપિન્હ કે પ્રાના.
સુનિ સુગ્રીવ બહુરિ તેહિ મિલેઊ, કપિન્હ સહિત રઘુપતિ પહિં ચલેઊ.
હે નાથ ! હનુમાને જ સર્વ કાર્ય કર્યું છે અને સર્વ વાનરોના પ્રાણ બચાવ્યા છે,એ સાંભળી સુગ્રીવ હનુમાનજીને ફરી
મળ્યા અને સર્વ વાનરો સહીત શ્રી રઘુનાથજી પાસે ચાલ્યા.          INDEX PAGE
       NEXT PAGE

Gujarati Sundar Kaand-ગુજરાતી સુંદરકાંડ-૧૯


(દોહા)
પૂછ  બુઝાઇ ખોઇ શ્રમ, ધરિ લઘુ રૂપ બહોરિ.
જનકસુતા કે આગેં ઠાઢ઼, ભયઉ કર જોરિ(૨૬).
પુંછડું બુઝાવી પરિશ્રમ દુર કરી ફરી નાનું રૂપ ધરી તે સીતાજી પાસે જઈ હાથ જોડી ઉભા રહ્યા.(૨૬)


ચોપાઈ
માતુ મોહિ દીજે કછુ ચીન્હા, જૈસેં રઘુનાયક મોહિ દીન્હા.
ચૂડ઼ામનિ ઉતારિ તબ દયઊ, હરષ સમેત પવનસુત લયઊ.
(અને કહ્યું: ) હે માતા ! જેમ રઘુનાથજીએ મને  (ચિન્હ ) આપ્યું હતું, તેમ આપ કોઈ ચિન્હ (ઓળખાણ )આપો.
ત્યારે સીતાજીએ ચુડામણી ઉતારી આપ્યો; એટલે હનુમાનજી એ હર્ષપૂર્વક તે લીધો. 


કહેહુ તાત અસ મોર પ્રનામા, સબ પ્રકાર પ્રભુ પૂરનકામા.
દીન દયાલ બિરિદુ સંભારી, હરહુ નાથ મમ સંકટ ભારી.
( જાનકીજીએ કહ્યું: ) હે તાત ! મારા પ્રણામ જણાવજો અને આમ કહેજો કે હે પ્રભો ! આપ સર્વ પ્રકારે પૂર્ણકામ છો.
(આપને કોઈ કામના નથી ) તો પણ દિન-દુઃખીઓ પર દયા  કરવી, (એ) આપનું બિરુદ છે,( અને હું દીન છું )
તેથી એ બિરુદ નું સ્મરણ કરી, હે નાથ ! મારું ભારે સંકટ હરો.   


તાત સક્રસુત કથા સુનાએહુ, બાન પ્રતાપ પ્રભુહિ સમુઝાએહુ.
માસ દિવસ મહુનાથુ ન આવા, તૌ પુનિ મોહિ જિઅત નહિં પાવા.
હે તાત ! ઈન્દ્રપુત્ર જયંત ની કથા (ઘટના ) સંભળાવવી અને પ્રભુને ( તે ઈન્દ્રપુત્ર પ્રત્યે ના તેમના ) બાણ નો પ્રતાપ   
સમજાવવો (યાદ કરાવવો);જો એક મહિના દિવસ માં નાથ ન આવ્યા, તો પછી મને જીવતી નહિ પામે. 


કહુ કપિ કેહિ બિધિ રાખૌં પ્રાના, તુમ્હહૂ તાત કહત અબ જાના.
તોહિ દેખિ સીતલિ ભઇ છાતી, પુનિ મો કહુસોઇ દિનુ સો રાતી.
હે હનુમાન ! કહો, હું કયા પ્રકારે પ્રાણ રાખું? હે તાત, તમે પણ હવે જવાનું કહો છો.
તમને જોઈ ને છાતી શીતળ થતી  હતી. પાછા મારે તે જ દિવસ અને તે જ રાત (રહ્યા )! 


(દોહા)
જનકસુતહિ સમુઝાઇ કરિ બહુ બિધિ ધીરજુ દીન્હ.
ચરન કમલ સિરુ નાઇ કપિ ગવનુ રામ પહિં કીન્હ(૨૭)
હનુમાનજીએ સીતાજીને સમજાવી ઘણા પ્રકારે ધીરજ દીધી અને તેમના ચરણ કમળોમાં મસ્તક નમાવી   
શ્રીરામ પાસે ગમન કર્યું.(૨૭)
ચોપાઈ
ચલત મહાધુનિ ગર્જેસિ ભારી, ગર્ભ સ્ત્રવહિં સુનિ નિસિચર નારી.
નાઘિ સિંધુ એહિ પારહિ આવા, સબદ કિલકિલા કપિન્હ સુનાવા.
ચાલતી વેળા તેમણે મોટા અવાજથી  ભારે ગર્જના કરી,જે સાંભળી રાક્ષસોની સ્ત્રીઓના ગર્ભ સ્ત્રવી ગયા.
સમુદ્ર ઓળંગી તે આ પાર આવ્યા અને તેમણે વાનરોને કિલકિલાટ શબ્દ ( હર્ષનાદ ) સંભળાવ્યો.
          INDEX PAGE
       NEXT PAGE

Gujarati Sundar Kaand-ગુજરાતી સુંદરકાંડ-૧૮


રહા ન નગર બસન ઘૃત તેલા, બાઢ઼ી પૂ કીન્હ કપિ ખેલા.
કૌતુક કહઆએ પુરબાસી, મારહિં ચરન કરહિં બહુ હાી.
( પુંછડું લપેટવામાં એટલું કપડું અને ઘી -તેલ ગયાં કે ) નગરમાં કપડાં  કે ઘી -તેલ રહ્યાં નહિ.
હનુમાનજીએ એવો ખેલ કર્યો કે પુંછડું લાંબુ થઇ ગયું.નગરવાસી લોકો કૌતુંક જોવા આવ્યા.
તેઓ હનુમાનજીને  પગથી લાતો મારતા હતા અને તેમની ઘણી હાંસી કરતા હતા.  


બાજહિં ઢોલ દેહિં સબ તારી, નગર ફેરિ પુનિ પૂ પ્રજારી.
પાવક જરત દેખિ હનુમંતા, ભયઉ પરમ લઘુ રુપ તુરંતા.
નિબુકિ ચઢ઼ેઉ કપિ કનક અટારીં, ભઈ સભીત નિસાચર નારીં.
ઢોલ વાગવા લાગ્યા.સર્વ  લોક તાળીઓ પાડવા લાગ્યા.હનુમાનજીને નગરમાં ફેરવ્યા પછી 
પુંછડા માં આગ લગાડી.અગ્નિને બળતો જોઈ હનુમાનજી અત્યંત નાના રૂપ વાળા બન્યા 
અને (નાગપાશ ) બંધન માંથી નીકળી    
સોનાની અટારીઓ પર જઈ ચડ્યા.તેમને જોઈ રાક્ષસોની સ્ત્રીઓ ભયભીત થઇ.


(દોહા) 
હરિ પ્રેરિત તેહિ અવસર ચલે મરુત ઉનચાસ.
અટ્ટહાસ કરિ ગર્જ઼ા કપિ બઢ઼િ લાગ અકાસ(૨૫)
એ સમયે ભગવાને પ્રેરેલા ઓગણપચાસ મરુતો (વાયુ) વાવા લાગ્યા.
હનુમાનજી અટ્ટહાસ્ય કર ગરજ્યા.અને વધીને આકાશ સુધી પહાંચ્યા.(૨૫)  


ચોપાઈ  
દેહ બિસાલ પરમ હરુઆઈ, મંદિર તેં મંદિર ચઢ઼ ધાઈ.
જરઇ નગર ભા લોગ બિહાલા, ઝપટ લપટ બહુ કોટિ કરાલા.
તાત માતુ હા સુનિઅ પુકારા, એહિ અવસર કો હમહિ ઉબારા.
હમ જો કહા યહ કપિ નહિં હોઈ, બાનર રૂપ ધરેં સુર કોઈ.
(હનુમાનજી નો )દેહ વિશાળ હોવા છતાં ઘણો જ હલકો હતો. તે દોડીને એક મહેલથી બીજા મહેલ પર  ચડી 
જતા હતા. નગર સળગી રહ્યું, લોકો બેહાલ થયા,આગની કરોડો ભયંકર લપટ-ઝપટો લાગી રહી,
ચારે તરફ  પોકાર સંભળાઈ રહ્યાકે,હા તાત ! હા માત ! આ અવસરે અમને કોણ બચાવશે?
અમે તો પ્રથમ જ કહ્યું હતું કે, આ વાનર નથી (પણ) વાનર રૂપ ધરનાર કોઈ દેવ છે.      


સાધુ અવગ્યા કર ફલુ ઐસા, જરઇ નગર અનાથ કર જૈસા.
જારા નગરુ નિમિષ એક માહીં, એક બિભીષન કર ગૃહ નાહીં.
આ નગર અનાથ ની પેઠે બળી રહ્યું છે,એ સત્પુરુષો ના અપમાનનું જ ફળ છે.
હનુમાનજીએ એક ક્ષણ માં આખું    નગર સળગાવી દીધું; એક વિભીષણ નું ઘર બાળ્યું નહિ.


તા કર દૂત અનલ જેહિં સિરિજા, જરા ન સો તેહિ કારન ગિરિજા.
ઉલટિ પલટિ લંકા સબ જારી, કૂદિ પરા પુનિ સિંધુ મઝારી.
( શંકર પાર્વતીને કહે છે: ) હે પાર્વતી ! જેમણે અગ્નિને બનાવ્યો છે,તેમના જ દૂત હનુમાનજી છે,એ કારણથી તે    
અગ્નિથી બળ્યા નહિ.હનુમાનજીએ ઉલટ પલટ કરી આખી લંકા સળગાવી અને પછી તે સમુદ્રમાં કુદી પડ્યા.           INDEX PAGE
       NEXT PAGE

Gujarati Sundar Kaand-ગુજરાતી સુંદરકાંડ-૧૭


ચોપાઈ 
જદપિ કહિ કપિ અતિ હિત બાની, ભગતિ બિબેક બિરતિ નય સાની.
બોલા બિહસિ મહા અભિમાની, મિલા હમહિ કપિ ગુર બડ઼ ગ્યાની.
જોકે હનુમાનજીએ ભક્તિ,વૈરાગ્ય,તથા નીતિ થી ભરેલી ઘણી જ હિતકારક વાણી કહી, તો પણ 
મહાઅભિમાની રાવણ ખુબ હસીને (વ્યંગ ) બોલ્યો  કે, આપણ ને આ વાનર ઘણો જ જ્ઞાની ગુરુ મળ્યો.  


મૃત્યુ નિકટ આઈ ખલ તોહી, લાગેસિ અધમ સિખાવન મોહી.
ઉલટા હોઇહિ કહ હનુમાના, મતિભ્રમ તોર પ્રગટ મૈં જાના.
રે દુષ્ટ ! તારું મૃત્યુ પાસે આવ્યું છે. હે અધમ ! (તું) મને શિખામણ આપવા લાગ્યો છે ! ત્યારે હનુમાનજીએ કહ્યું:   
એથી ઉલટું જ થશે.(અર્થાત મુર્ત્યું તો તારી જ પાસે આવ્યું છે ,મારું નહિ.)
આ તારી બુદ્ધિ નો ભ્રમ  છે, એ મેં પ્રત્યક્ષ      જાણ્યું છે. 
                                      
સુનિ કપિ બચન બહુત ખિસિઆના, બેગિ ન હરહુમૂઢ઼ કર પ્રાના.
સુનત નિસાચર મારન ધાએ, સચિવન્હ સહિત બિભીષનુ આએ.
હનુમાનજીનાં વચન સાંભળી તે ઘણી જ ખિજાયો,(અને બોલ્યો:)અરે આ મુર્ખ ના પ્રાણ જલદી કેમહરી લેતા નથી?
   એ સાંભળતા જ રાક્ષસો તેને મારવા દોડ્યા.એ સાથે મંત્રીઓની સાથે વિભીષણ ત્યાં આવ્યા.  નાઇ સીસ કરિ બિનય બહૂતા, નીતિ બિરોધ ન મારિઅ દૂતા.
આન દંડ કછુ કરિઅ ગોસા, સબહીં કહા મંત્ર ભલ ભાઈ.
સુનત બિહસિ બોલા દસકંધર, અંગ ભંગ કરિ પઠઇઅ બંદર.
તેમણે મસ્તક નમાવી ઘણો જ વિનય કરી રાવણ ને કહ્યું કે,દુતને મારવો જોઈએ નહિ;
કારણ કે એ નીતિ ની વિરુદ્ધ છે.હે સ્વામી ! કોઈ બીજો દંડ કરો. બધા એ કહ્યું:ભાઈ  આ સલાહ ઉત્તમ છે.તે સાંભળી 
રાવણ હસીને બોલ્યો : (બહુ સારું,ત્યારે આ ) વાનર ને અંગ ભંગ કરી (પાછો) મોકલી દેવો.
(દોહા) 
કપિ કેં મમતા પૂછ  પર, સબહિ કહઉસમુઝાઇ.
તેલ બોરિ પટ બાધિ પુનિ, પાવક દેહુ લગાઇ(૨૪)
હું સર્વને સમજાવી કહું છું કે, વાનરની મમતા પુંછડા પર હોય છે,
માટે તેલમાં કપડું બોળી તે આને પૂંછડે બાંધી અગ્નિ લગાડી દો. (૨૪)


ચોપાઈ 
પૂહીન બાનર તહજાઇહિ, તબ સઠ નિજ નાથહિ લઇ આઇહિ.
જિન્હ કૈ કીન્હસિ બહુત બડ઼ાઈ, દેખેઉૈં તિન્હ કૈ પ્રભુતાઈ.
પુંછડા વગરનો આ વાનર ત્યાં (પોતાના  સ્વામી પાસે ) જશે,ત્યારે એ મુર્ખ પોતાના સ્વામીને લઇ આવશે;
જેની આણે ઘણી જ બડાઈ કરી છે.તેની પ્રભુતા હું જોઉં તો ખરો!


બચન સુનત કપિ મન મુસુકાના, ભઇ સહાય સારદ મૈં જાના.
જાતુધાન સુનિ રાવન બચના, લાગે રચૈં મૂઢ઼ સોઇ રચના.
એ વચન સાંભળતા જ હનુમાનજી મન માં મલકાયા !(અને મનમાં જ બોલ્યા કે ),મેં જાણ્યું !
સરસ્વતી (એની બુદ્ધિ ફેરવવા ) સહાયક થયા છે. રાવણ નાં વચન સાંભળી મુર્ખ રાક્ષસો 
તે જ (પુંછડા માં આગ લગાડવાની) તૈયારી કરવા લાગ્યા.
          INDEX PAGE
       NEXT PAGE

Gujarati Sundar Kaand-ગુજરાતી સુંદરકાંડ-૧૬


બિનતી કરઉજોરિ કર રાવન, સુનહુ માન તજિ મોર સિખાવન।.
દેખહુ તુમ્હ નિજ કુલહિ બિચારી, ભ્રમ તજિ ભજહુ ભગત ભય હારી.
હે રાવણ ! હું હાથ જોડી તને વિનંતી કરું છું,તું અભિમાન છોડી મારી શિખામણ સાંભળ.
તું તારું પવિત્ર કુળ વિચારી   જો  અને ભ્રમ છોડી ભક્તભયહારી  ભગવાન ને ભજ.


જાકેં ડર અતિ કાલ ડેરાઈ, જો સુર અસુર ચરાચર ખાઈ.
તાસોં બયરુ કબહુનહિં કીજૈ, મોરે કહેં જાનકી દીજૈ.
જે દેવો, રાક્ષસો અને (સમસ્ત) ચરાચરને ખાઈ જાય છે, તે કાળ પણ જેમના ભયથી અત્યંત ડરે છે,
તેમની  સાથે  કદી  વેર ન કર અને મારા કહેવાથી જાનકીજીને આપી દે.  (દોહા) 
પ્રનતપાલ રઘુનાયક કરુના સિંધુ ખરારિ.
ગએસરન પ્રભુ રાખિહૈં તવ અપરાધ બિસારિ.(૨૨)
ખર ના શત્રુ શ્રી રઘુનાથજી શરણાગતોના રક્ષક અને દયાના સમુદ્ર છે.
શરણે જવાથી પ્રભુ તારા અપરાધ ભૂલી    જઈ તને શરણ માં રાખશે.(૨૨)


ચોપાઈ 
રામ ચરન પંકજ ઉર ધરહૂ, લંકા અચલ રાજ તુમ્હ કરહૂ.
રિષિ પુલિસ્ત જસુ બિમલ મંયકા, તેહિ સસિ મહુજનિ હોહુ કલંકા.
શ્રી રામના ચરણ કમળો ને હદયમાં ધર અને લંકાનું અચળ રાજ્ય કર.
ઋષિ પુલ્સ્ત્યનો યશ નિર્મળ ચંદ્રમા સમાન છે, તે ચંદ્રમા માં તું કલંક રૂપ ન થા.


રામ નામ બિનુ ગિરા ન સોહા, દેખુ બિચારિ ત્યાગિ મદ મોહા.
બસન હીન નહિં સોહ સુરારી, સબ ભૂષણ ભૂષિત બર નારી.
શ્રી રામનામ વગર વાણી શોભતી નથી; તેમ મદ-મોહ છોડી વિચારીજો.
હે દેવોના શત્રુ ! સર્વ આભુષણો થી  શણગારેલી સુંદર સ્ત્રી પણ વસ્ત્ર વિના (નગ્ન) શોભતી નથી.


રામ બિમુખ સંપતિ પ્રભુતાઈ, જાઇ રહી પાઈ બિનુ પાઈ.
સજલ મૂલ જિન્હ સરિતન્હ નાહીં, બરષિ ગએ પુનિ તબહિં સુખાહીં.
શ્રી રામવિમુખ (પુરુષ )ની સંપતિ અને પ્રભુતા રહેલી હોય તો પણ જતી રહે છે
અને તે પામ્યા છતાં ન પામ્યા જેવી છે.
જે નદીઓના મૂળમાં પાણીની સેર ન હોય (અર્થાત જેઓને કેવળ વરસાદનો જ આશ્રય હોય )
તે વર્ષા ઋતુ વીતી કે તરત સુકાઈ જાય છે.


સુનુ દસકંઠ કહઉપન રોપી, બિમુખ રામ ત્રાતા નહિં કોપી.
સંકર સહસ બિષ્નુ અજ તોહી, સકહિં ન રાખિ રામ કર દ્રોહી.
હે રાવણ ! સાંભળ, હું તને પ્રતિજ્ઞા કરી કહું છું કે, શ્રીરામ વિમુખની રક્ષા કરનાર કોઈ નથી.
હજારો શંકર, વિષ્ણુ તથા બ્રહ્મા પણ શ્રી રામની સાથે દ્રોહ કરનારા તને નહિ બચાવી શકે. 
(દોહા)
મોહમૂલ બહુ સૂલ પ્રદ, ત્યાગહુ તમ અભિમાન.
ભજહુ રામ રઘુનાયક ,કૃપા સિંધુ ભગવાન.(૨૩)
મોહ જ જેનું મૂળ છે એવા,ઘણી પીડા આપનારા,અજ્ઞાન રૂપ અભિમાનને છોડી દે અને 
રઘુકુળ ના સ્વામી, કૃપાના   સમુદ્ર ભગવાન રામચંદ્રજીને ભજ. (૨૩)
          INDEX PAGE
       NEXT PAGE