=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: ડિસેમ્બર 2013

Gujarati Bhajan-Narsinh Mehata-ગુજરાતી ભજનો-નરસિંહ મહેતા-૧૧


બાપજી પાપ મેં કવણ કીધાં હશે,
નામ લેતાં તારું નિંદ્રા આવે;
ઉંઘ આળસ આહાર મેં આદર્યાં,
લાભ વિના લવ કરવી ભાવે ………. બાપજી


દિન પૂઠે દિન તો વહી જાય છે,
દુર્મતિનાં મેં ભર્યાં રે ડાળાં;
ભક્તિ ભૂતળ વિશે નવ કરી તાહરી,
ખાંડ્યાં સંસારનાં થોથાં ઠાલાં ……….. બાપજી


દેહ છે જૂઠડી, કરમ છે જૂઠડાં,
ભીડ-ભંજન તારું નામ સાચું;
ફરી ફરી વર્ણવું, શ્રી હરિ તુજને
પતિત-પાવન તારું નામ સાચું ……….. બાપજી


તારી કરુણા વિના કૃષ્ણ કોડામણા
કળ અને અકળનું બળ ન ફાવે;
નરસૈંયા રંકને ઝંખના તાહરી,
હેડ બેડી ભાગ્યો શરણ આવે ……….. બાપજીGujarati Bhajan-Narsinh Mehata-ગુજરાતી ભજનો-નરસિંહ મહેતા-૧૦

ભૂતળ ભક્તિ પદારથ મોટુ, બ્રહ્મ લોકમાં નાહીં રે,
પુણ્ય કરી અમરાપુરી પામ્યા, અંતે ચોરાશી માંહી રે.


હરિના જન તો મુક્તિ ન માગે, જનમો જનમ અવતાર રે,
નિત સેવા નિત કિર્તન ઓચ્છવ, નિરખવા નંદકુમાર રે.


ભરત ખંડ ભુતલમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા રે,
ધન ધન રે એના માત પિતાને, સફળ કરી જેણે કાયા રે.

ધન વૃંદાવન ધન એ લીલા, ધન એ વ્રજના વાસી રે,
અષ્ટ મહાસિદ્ધિ આંગણીયે ઉભી, મુક્તિ છે એમની દાસી રે.


એ રસનો સ્વાદ શંકર જાણે, કે જાણે શુક જોગી રે,
કંઈ એક જાણે પેલી વ્રજની ગોપી, ભણે નરસૈંયો જોગી રે.

Gujarati Bhajan-Narsinh Mehata-ગુજરાતી ભજનો-નરસિંહ મહેતા-૯
ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી રે,
ગિરિવરધારીને ઊપાડી, મટુકીમાં ઘાલી રે,................ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી.


શેરીએ શેરીએ સાદ પાડે, કોઈને લેવા મુરારિ રે,
નાથ-અનાથનાને વેચે, ચૌટા વચ્ચે આહિર નારી રે…...ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી.


વ્રજનારી પૂછે શું છે માંહી, મધુરી મોરલી વાગી રે,
મટુકી ઉતારીને જોતાં, મૂર્છા સૌને લાગી રે…………...ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી.


બ્રહ્માદિક ઇન્દ્રાદિક સરખા, કૌતુક ઊભા પેખે રે
ચૌદ લોકમાં ન માય તે, મટુકીમાં બેઠેલ દેખે રે……..  .ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી.


ભક્તજનોના ભાગ્યે વ્રજમાં, પ્રગટ્યા અંતરજામી રે
દાસલડાને લાડ લડાવે, નરસૈંયાનો સ્વામી રે……….   ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી

Gujarati Bhajan-Narsinh Mehata-ગુજરાતી ભજનો-નરસિંહ મહેતા-૮


મારી હૂંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી
મારી હૂંડી શામળીયાને હાથ રે, શામળા ગિરધારી


સ્થંભ થકી પ્રભુ પ્રગટીયા,
વળી ધરીયું નરસિંહ રૂપ,
પ્રહલાદને ઉગારીયો રે
હે વા’લે માર્યો હરણાકંસ ભૂપ રે, શામળા ગિરધારી


ગજને વા’લે ઉગારીયો,
વળી સુદામાની ભાંગી ભુખ,
સાચી વેળાના મારા વાલમા રે
તમે ભક્તો ને આપ્યા ઘણા સુખ રે, શામળા ગિરધારી


પાંડવની પ્રતિજ્ઞા પાળી,
વળી દ્રૌપદીના પૂર્યા ચીર,
નરસિંહ મેહતાની હૂંડી સ્વીકારજો રે
તમે સુભદ્રા બાઇના વિર રે, શામળા ગિરધારી


રેહવાને નથી ઝુંપડી,
વળી ખાવા નથી જુવાર,
બેટો-બેટી વળાવીયા રે
મેં તો વળાવી ઘર કેરી નાર રે, શામળા ગિરધારી


ગરથ મારું ગોપીચંદન,
વળી તુલસી હેમ નો હાર,
સાચું નાણું મારે શામળો રે
મારે મૂડીમાં ઝાંઝ-પખાજ રે, શામળા ગિરધારી


તિરથવાસી સૌ ચાલીયા
વળી આવ્યા નગરની બહાર,
વેશ લીધો વણીકનો રે
મારું શામળશા શેઠ એવું નામ રે, શામળા ગિરધારી


હૂંડી લાવો હાથમાં
વળી આપું પૂરા દામ,
રૂપીયા આપું રોકડા રે
મારું શામળશા શેઠ એવું નામ રે, શામળા ગીરધારી

હૂંડી સ્વીકારી વા’લે શામળે
વળી અરજે કિધાં કામ,
મેહતાજી ફરી લખજો રે
મુજ વાણોત્તર સરખાં કામ રે, શામળા ગિરધારી


મારી હૂંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી
મારી હૂંડી શામળીયાને હાથ રે, શામળા ગિરધારી

Gujarati Bhajan-Narsinh Mehata-ગુજરાતી ભજનો-નરસિંહ મહેતા-૭મેહુલો ગાજે ને માધવ નાચે,
રૂમઝૂમ વાગે પાયે ઘૂઘરડી રે,


તાલ પખાજ વગાડે રે ગોપી,
વહાલો વગાડે વેણુ વાંસલડી રે……... મેહુલો ગાજે ને


પહેરણ ચીર, ચરણા ને ચોળી,
ઓઢણ આછી લોબરડી રે;


દાદુર, મોર, બપૈયા બોલે,
મધુરી શી બોલે કોયલડી રે………….. મેહુલો ગાજે ને


ધન્ય બંસીવટ, ધન જમુનાતટ,
ધન્ય વૃંદાવનમાં અવતાર રે;


ધન્ય નરસૈયાની જીભલડીને,
જેણે ગાયો રાગ મલ્હાર રે……………..મેહુલો ગાજે નેGujarati Bhajan-Narsinh Mehata-ગુજરાતી ભજનો-નરસિંહ મહેતા-૬


રાત રહે જાહરે પાછલી ખટ ઘડી
સાધુ પુરુષને સૂઇ ન રહેવું;
નિદ્રાને પરહરી, સમરવા શ્રી હરિ,
‘એક તું’ ‘એક તું’ એમ કહેવું ………………. રાત


જોગિયા હોય તેણે જોગ સંભાળવા,
ભોગિયા હોય તેણે ભોગ તજવા;
વેદિયા હોય તેણે વેદ વિચારવા,
વૈષ્ણવ હોય તેણે કૃષ્ણ ભજવા ……………... રાત


સુકવિ હોય તેણે સદગ્રંથ બાંધવા,
દાતાર હોય તેણે દાન કરવું;
પતિવ્રતા નારીએ કંથને પૂછવું,
કંથ કહે તે તો ચિત્ત ધરવું …………………... રાત


આપણે આપણા ધર્મ સંભાળવા,
કર્મનો મર્મ લેવો વિચારી;
નરસૈંયા ના સ્વામીને સ્નેહથી સમરતાં
ફરી નવ અવતરે નર ને નારી ………………. રાતGujarati Bhajan-Narsinh Mehata-ગુજરાતી ભજનો-નરસિંહ મહેતા-૫રામ સભામાં અમે રમવાને ગ્યાં’તાં
પસલી ભરીને રસ પીધો, હરિનો રસ પુરણ પાયો.


પહેલો પિયાલો મારા સદગુરૂએ પાયો, બીજે પિયાલે રંગની રેલી
ત્રીજો પિયાલો મારાં રોમે રામે વ્યોપ્યો, ચોથે પિયાલે પ્રભુજી જેવી………... રામ સભામાં


રસ બસ એકરૂપ થઇ રસિયા સાથે, વાત ન સુઝે બીજી વાટે
મોટા જોગેશ્વર જેને સ્વપ્ને ન આવે, તે મારા મંદિરીયામાં મ્હાલે રે………….. રામ સભામાં


અખંડ હેવાતણ મારા સદગુરૂએ દીધાં, અખંડ સૌભાગી અમને કીધાં રે
ભલે મળ્યા મહેતા નરસૈંઇના સ્વામી, દાસી પરમ સુખ પામી રે……………... રામ સભામા


Gujarati Bhajan-Narsinh Mehata-ગુજરાતી ભજનો-નરસિંહ મહેતા-૪


લટકે ગોકુળ ગૌ ચારિ, ને લટકે વાયો વંશ રે,
લટકે જઇ દાવાનળ પિધોં,લટકે માર્યો કંસ રે……………...  વારિ જાઉં સુંદર શ્યામ…


લટકે રઘુપતિ રુપ ધરિને તાત ની આજ્ઞા પાળી રે,
લટકે રાવણ રણ માર્યો, લટકે ને લટકે સીતા વાળી રે……….. વારિ જાઉં સુંદર શ્યામ…


એવા એવા લટકા છે ઘનેરા,લટકા લાખ કરોડ રે,
લટકે મળે નરસિંહ નો સ્વામિ, હિંડે મોઢા મોઢ રે………………. વારિ જાઉં સુંદર શ્યામ…