=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: સોમ
લેબલ સોમ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ સોમ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

હિમાલય ની ગોદ માં.


હિમાલય ની ગોદ માં, અઢાર ના સંગ માં.
રાધેશ્યામ ની ટુર માં, ડીલક્ષ્ પેકેજ માં.

કોઠારી મેનેજર નું નેજું,ભોજન છના મહારાજ નું.
અઢાર ના જુદા ટેસ્ટ,શાંતિલાલ ની ચા બેસ્ટ.

યમુના રાણી આડંબર વાળી,ભારેરૂઆબ ને રોફ વાળી.
ભાગીરથી ખળ ખળ વહે, સૌ ના મન ને શાંત કરે.

અંતર માં ઉતરે બધા, શ્રી હરી નું સ્મરણ કરે.
મંદાકિની નીલા વર્ણ વાળી, કેદારનાથ થી નીકળે.

અલખનંદા અલગારી , બદ્રીનાથ થી આવે.
સરસ્વતી ને માનસરોવરના, જળ સાથે લાવે.

બધી મળે ભેગી દેવ પ્રયાગે, ગંગા ત્યાંથી કહેવાયે.
અઢાર માં ના માત્ર રવિ  ગાંધી, ગંગા માં ડૂબકીઓ મારે.

બાકી ના બધા જળ લઇ, શિર પર ચડાવે.
છેવટે તો હરી જાણે, પુણ્ય કોણ કમાશે.

અઢાર જુદા,ગામ જુદા, દૂધમાં સાકર જેમ ભળ્યા.
અરવિંદ અને અરુણા જોશી,પાઉન્ડવાળા,લંડન વાળા.

નરેન્દ્ર ને માલતી નડિયાદ વાળા,આમ તો એમેઝોન વાળા.
પ્રવીણ ઠાકોર ને રંજન ઠાકોર,બંને બાપુ ન્યુ જર્સી વાળા.

રવિ ને માલીની ગાંધી ,પરદેશી દરિયા દિલ વાળા.
રોહિત પંડ્યા લહેકા વાળા,છેવટે તો મુંબઈ વાળા.

જયંત પંડ્યા સુરત વાળા,યોગેશ ને મીનાક્ષી જોશી.
અવિનાશ ને સરલા વ્યાસ,ચારે ન્યુ જર્સી વાળા.

એક માત્ર સોમ સવિતા,પુરા ગુજરાતી ભારત વાળા.
જય શ્રી કૃષ્ણ કનૈયા વાળા,ભોલેબાબા શિવ વાળા.

“સોમ”  તા.૮-૧૦-૧૨   

આવજે હરિ મારા અવાજે,




આંખો ચાતક બની શોધે હવે તને
ક્યાં છુપાયો છે રામ મારો
ધોળા આવ્યા  ને મરવાનો વારો
પણ ઓલો શ્યામ ના આવ્યો મારો.

મરતાં ને જીવતાં રાખી સગપણ સાચવવું
આ સગપણ ની સગાઇ હરિ તારી,
આવો શ્યામ તમે સગપણ સાચવવા ,
અરજી સ્વીકારીને મારી,

જર્જરિત કાયા કામ નથી આપતી
શ્રધા ખૂટી હવે મારી.
તું આવજે હરિ મારા અવાજે,
આંખો તરસે હવે હરિ મારી

સ્વપ્ના ની દુનિયા માં આવવાનો
હોય તો પોઢીયે.આખો અવતાર,
નાનો શો કનછો લઇ દરિયો ઉલેચવો ને
શોધવા મોતી ની ધીરજ મારી.

રુદિયા માં રાખો સદા સોમ ને
ને સાચવો હરિ લાજ મારી.

સોમ
૧૭,મેં,૨૦૧૨

ઢળી પડ્યો તારા સંગ માં



હું તો ઢળી પડ્યો તારા સંગ માં.
હું તો વહી ગયો સ્પર્શ સુગંધ માં.
રૂપ રંગ વિનાની સુગંધી, 
મન ને આપે શાંતિ.
તું તો છવાઈ ગયો નસે નસ માં...હું તો ....

મન ના મેલા માનવ મેળા  માં,
શું કામ મહાલવા મોકલ્યો.
કામણગારા ઓ અલબેલા,
શ્યામ સુંદર પ્યારા.
મને રાખો તમારા ચરણ માં....હું તો .....

મ્યાન માંથી કાઢી ચમકતી,
વીજળી વેગે ચાલી.
હવે નહિ આવું આ જીવતરમાં.
હું તો વહી ગયો નસ નસ માં.
હું તો છવાઈ ગયો અનંત માં.
"સોમ" સમાઈ ગયો તારા અંગ માં....હું તો......

"સોમ"તા.૦૪-૦૪-૧૨.

પ્રભુ ની દયા.



પ્રભુની દયા કેવી અપરંપાર છે.
વિના પીધે અહી નશો ચઢી જાય છે.

ભક્તિરસ ના અમલ માં,
આયખું વહેતું જાય છે.

ગમ વગર આ જિંદગી લિજ્જત આપી જાય છે.
પ્રસાદ માત્ર નહિ,બત્રીસ ભોજન થાળ મળી જાય છે.

હવે તો અમલ ઝાઝો થાય,અને ઢળી પડાય,
તેની રાહ જોવાય છે.

સોમ.તા.૨-૪-૧૧.સવારે ૬-૩૦ કલાકે.
જય  શ્રી કૃષ્ણ .

.

આનંદ




આનંદ પ્રસાદી પરમાનંદ ની,
કદી લઇ જાય પાસ આભાસ ની.

પરમાનંદ પ્રસાદી,પ્રભુ છે  આપની, 
ભાસ કરાવી દે કદી તે  આભાસ ની,

છોડું નહિ મંઝીલ હવે ,બની ગઈ તે 'ખાસ' ની,
મજા લુટી,લુટી આનંદ,હવે 'આશ' પરમાનંદની........
સોમ.....૨૨ ફેબ્રુઆરી,૨૦૧૨ ....

શૂરા ચાલે


 



કઠીન   માર્ગ પર શૂરા ચાલે .
મજા લુંટે,લુંટાવે,આનંદ માણે .

ન સમજાતું ,સમજાઇ જાય જયારે.
આનંદ થઇ જાય પરમાનંદ ત્યારે.                                                 

પવન ગમે છે,પવન નો સાથ ગમેછે.
આનંદ,આનંદ,થઇ જાય છે ત્યારે.

                     સોમ તા.૨૨-૦૩-૧૨. 


જે હતું ધાર્યું.


 

જે હતું ધાર્યું કદી તે, કામ કંઈ આવ્યું નહિ.
તું હતો સામે છતાં, મારા થી બોલાયું નહિ.

પ્રભુ તું લાચાર થઇ, નિરાશ થઇ પાછો ગયો.
દર્દ તારા દિલ તણું , મારા થી પરખાયું નહિ.

કોણ જાણે એ હતી, કેવી વિરહ ની રાત કે,
આંખ માં આંસુ હતાં, પણ મારા થી રોવાયું નહિ.

                            “ સોમ”
                        તા.૧૩-૦૩-૨૦૧૨ સવારે.

હોળી રંગોળી.


 

હોળી ના રંગ માં રંગાઈ ગયો રે,
શ્યામ તારા સંગ માં સમાઈ ગયો રે.

પવન તારા સ્પર્શ માં વહી ગયો રે,
પવન  તારા વિના હું તો ઝુરી મર્યો રે.

રંગો ના આ તહેવારે હું,
વિના પિચકારી એ, પલળી ગયો રે,
શ્યામ તારા સંગ માં સમાઈ ગયો રે.

પ્રભુ પ્યારા તમે અમારા ,
તમ સંગ હોળી ના ખેલી શક્યો રે,

શ્યામ તારા સંગ માં સમાઈ ગયો રે.
હોળી ના રંગ માં રંગાઈ ગયો રે.

                      સોમ
                  તા.૧૩-૦૩-૨૦૧૨.

નિજધામ.






 જોઈ લીધો અહી સર્વે નો સરખો છે અંત.
 બતાવી દો કાના હવે રસ્તો મને અનંત

 કાના કામણગારા લાલા,આવું હવે નહિ ચાલે.
એકવાર આંગળી પકડી,પછી છોડે તે કેમ ચાલે? 

 મોર પીંછ માથે,,મુખ પર વેણુ,ખંજન પડ્યા છે ગાલે,
 વારી ગયા,આવો હવે તમે કરતાં રુમઝુમ ચાલે,

  રાહ જોઇને વર્ષો વીત્યા,દિવસો હવે ના વીતે,
  "અક્કડ"નથી રહી, હવે રહો સંગે કોઈ પણ રીતે

  રહેવું સદા નિજધામ,હવે  બતાવો રસ્તો મને અનંત,
  રાખજો  સદા "સોમ" ને સાથે ,જયારે આવે દેહનો અંત.  

સોમ 
૧૪ ડીસેમ્બર ૨૦૧૧ 

ઓ મારા અલબેલા લાલા




           ઓ મારા અલબેલા લાલા,મોટા મુરલી વાળા રે.

                             અમને અટુલા મેલી,મથુરા  કેમ સિધાવ્યા રે.     ---ઓ મારા

     તમે મને છોડી દઈ ને,ત્યાં શું કરો મુરારી રે.
                                 આવો તમને હૈયે બેસાડું, હામ ભરી ને દિલ માં રે---ઓ મારા

               સોના હિંડોળે બેઠા ત્યાં તમે,તેથી ત્યાં મન મોહ્યા રે.
                               આવો મારી ઝાકલ ઝુમ્પડીયે,ઝૂલે તમને બેસાડું રે--ઓ મારા

              સોના થાળ નથી મારી પાસે,પતરાળી એ જમાડું રે.
                                      ભાવતાં ભોજન નથી મારી પાસે,ખીર તમને ખવડાવું રે--ઓ મારા

                     ટોપી પહેરાવું શાલ ઓઢાડું,મોરપીંછ પાઘ પહેરાવું રે.
                           આવો મારા ઓગણીયે તમે,મન ભરી રમાડું રે.--ઓ મારા

         જનમ જનમ નો હું ભિખારી,છેડો હું નહિ છોડું રે.
                        ‘સોમ ‘ ના પ્રભુ મોહન મોટા,હું છું તમારો દાસ રે--ઓ મારા

                    “સોમ તા.૧૫-૧૨-૧૧.રાત્રે ૮-૩૦ કલાકે.

  1.                                                  

લાલજી ની મોરલી નો સુર

Image result for picture of balkrishna




મોરલી ના સુર માં સમાણો
રાગ—પાંદડું લીલું ને રંગ રાતો..........


મોરલી ના સુર માં સમાણો, લાલાનો રંગ મને લાગ્યો.
લાગ્યો છે મને લાલજીનો લટકો, વાંસળી નો સુર મને વાગ્યો.,
મોરલીના સુર માં છવાણો,
પથ્થર ની જિંદગી જીવતો તો હું તો,
પૈસા ની પાછળ પડેલો હતો. હૃદય નો નાજુક કળી જેવો,
મોરલીના સુર માં છવાણો,
મોરપીંછ તારું લાગે મને પ્યારું, દિલને ડોલાવે પીતાંબર તારું.
કેડે કંદોરો તારે, બાજુબંધ ન્યારો. વેણું ના નાદ માં નંદવાણો.
મોરલીના સુર માં છવાણો,
વાંસળી નો સુર મને વાગ્યો, તું લાગે મને પ્યારો પ્યારો.
રંગ તારો મને લાગ્યો , મીઠો મીઠો વેણું નાદ વાગ્યો.
મોરલીના સુર માં છવાણો,
સોમ “
તા.૨૦-૧૦-૧૧

શાની કરે ફરિયાદ?





શાની કરે ફરિયાદ ,જસોદાને ,તું, શાની કરે ફરિયાદ?
દયા ખાઈને તો તને આપ્યો હતો.કાનુડાને એક રાત........ 

નટખટ કનૈયો એ છટકી ગયો ,એમાં  જસોદાનો શું વાંક?
આંગળી બીજાની એ ભળાવી ગયો જ્યાં ભૂલ્યા તમે શાન ભાન ......

આંગળી થી ભલે છટક્યો , દિલ માંથી છટકીશ કેમ ?
હૃદય માં રાખ્યો છે,વહે નસ નસ માં લોહી ની જેમ.

ઓ કાના કામણગારા ,જીદ કરે છે શીદ.
એક રાત રાખવો નથી,રાખવોછે અહર્નિશ.

મારી હાક સાંભળી કાના,ચાલ્યો આવજે એમ.
જેમ દ્રૌપદી નાં ચીર પૂર્યા,પ્રહલાદ ને બચાવ્યો જેમ.

બધું અર્પણ કરી દીધું હવે કશુંય બાકી નથી લાલજી 
સર્વસ્વ તમારું,કૃપા કરો.,બીજું કૈં ના માગું,લાલજી .


સોમ.

ડીસેમ્બર ૨૦૧૧

                                          






વિરલા જ મળે.



દીવાનગી ની દશા નો ડર શાનો?
ભલે કહ્યાકરે દુનિયા દીવાના.

ખબર જો હોય દીવાનગી માં ,
આનંદ અનરાધાર પડવાની.

તો બધા બને દીવાના આ,
આનંદ માં ભીંજાઈ જવા.

જીરવવા ની આદત પડે કોઈ વીરલાને,
ભાગી શું કામ જાય દરિયાથી મરજીવા ?

દુઃખ ને વહેચવા કોઈ જ દીવાના જડે,
સુખ ને વહેંચવા પણ કોઈ વિરલા જ મળે.



                  "    સોમ."


             નવેમ્બર -૨૦૧૧ 

કોરા કાગળ જેવા



વરસતા વરસાદ માં તમે કોરા છો.

પડેછે ધોધમાર ફોરાં તોયે કોરા છો.

તમે છો કોરા કાગળ જેવા હદય ના.

ક્યાંક તો ભીંજવતા હશો કોઈ થી.

કોરા ન રહી શકો અમ વરસાદ થી.

                         સોમ.
                નવેમ્બર-૨૦૧૧ 

મંઝીલ થી ઉંધા.




સૌને ખબર છે કે ક્યાં જવુંછે.
છતાં દોડે છે બધા મંઝીલ થી ઉંધા.

ચાલવા માટે ચાલેછે બધા.
ક્યાં થી પહુશે મંઝીલે બધા.

કોઈ નો મળે સાથ ને પકડી લે વાટ,
વાટ તો અવળી છે ક્યાં થી મળે મુકામ.

ભલે હોય માર્ગ જુદા,ને ધામ જુદા.
અંતે તો છે  રસ્તો નિજધામ નો.

આગળ રહેવાની હોડ વાળા,
ડૂબી ગયા સદા.

કોઈ વિરલા વગર હોડે ,
પહુંચી ગયા નિજધામ માં.

                 સોમ 
        ૧૬,નવેમ્બર,૨૦૧૧   

જીદ છોડી દઉં કેમ



મીરાં થવાની જીદ છોડી દઉં કેમ હું?

મનના ઓરતા મારા પુરા થયા છે.


લોકો માં રહું છું,ને માધવ ને મળું છું.

મોરપીંછ ને મોરલી હરદમ જોઉં છું.

આવું તો રોજ રોજ થાય...........


લોકો ને માયાની વચ્ચે રહીને હું
,
ગોવિંદ ને રોજ રોજ જોઉં.


ગીતો ના સૂર હું મોરલી થી સાંભળું,

હું હવે શા માટે રોઉં.....................


ઓરતા મારા પુરા થયા. 


સોમ
નવેમ્બર,૨૦૧૧ 

મસ્તી સે જિંદગી




જિંદગી યુ હી નહિ ગુજર જાયેગી .

જિંદગી જી રહે હૈ જી ભર કે હમ.


યાદો કો મન મૈ ભર કે પ્રભુજી કી.

દિન રાત ગુજાર રહે હૈ હમ .


હર દિન નયા હર રાત નયી 

સિર્ફ આપ કી યાદ પુરાની 


પુરાની યાદો કો મન મૈ ભર કે.

મસ્તી સે જિંદગી ગુજાર રહે હૈ હમ.


સોમ
૧૫,નવેમ્બર,૨૦૧૧ 

પ્રકાશી ગયા.


સ્વયં પ્રકાશે પ્રકાશી ગયા.
તમે જીવન એવું જીવતા રહ્યા,
 તમે તરણું લઇ ને તરતા રહ્યા
.તમે વગર પાંખે ઉડતા રહ્યા,
 તમે ઉડીને ખુબ ઉંચે ચડ્યા.
સંસાર રૂપી આ દરિયાને,
તમે વિના તરંગે તરી ગયા.
 
પરદેશ રહી,પરદેશી બની,
 ગીતા સાર માં ગૂઢ બન્યા.
તમે અનંત માં ઉંચે ચઢી,
વીજળી ના ચમકારા કરતા રહ્યા.
આ ચમકારે થી જ્યોત જલી
તમે જ્યોત થી પ્રકાશમય બન્યા.
 તમે સુગંધ બની સંસાર માં, 
કાયમ  ફોરતા  રહ્યા.
ઓ અવિનાશી અખંડ ઉપાસી,
તમે ઓહમ સોહમ બની ગયા.
તમે સંસાર સાગર તારી ગયા,
 તમે “સોમ” ને તારી ગયા.  

તમે સ્વયં પ્રકાશે પ્રકાશી ગયા.

સોમ
નવેમ્બર,૧૧,૨૦૧૧ 

શૂન્ય માં સર્જન



ખબર છે તને લખાવેછે કોણ,છતાં પૂછવાનું?
જેણે વિચાર પણ આપ્યો,ને આવડત પણ આપી.
તને આપ્યું કોમ્પુટર મગજ કેરું જેણે.
પછી ક્યાં જરૂર છે પેન કે કાગળ ની?
જેણે આપ્યું તેજ મારે છે ધક્કા,છતાં પૂછવાનું?
ખોળી લીધું છે “કોણ” નું ઠેકાણું.
હવે ક્યાં પૂછવાનું છે તારે ઠેકાણું?
મળી ગુયુ  ઠેકાણું,પલીતા ની ક્યાં જરૂરછે?
મૌન માં મજા છે,બોલવાની ક્યાં જરૂરછે.
ન બોલાવશો હવે પલીતા ચાંપી.
આગ ભભૂકી ઉઠશે અંતર ની.
વિચારોની માળાને શૂન્ય માં રહેવાદો.
શૂન્ય માં સર્જન હવે થશે “સોમ” નું.
                    સોમ
            ૧૫-૧૧-૧૧.સવારે



શબ્દ છોડી ગયા




આપ મેળે આવીને મળી ગયાછે.
વિચાર એના હવે છોડી દીધા છે.
સુખ ની ચાવી નથી શોધવાની બાકી.
છેડ છાડ કરતો નથી, તાર છોડતો નથી.
પ્રગટી ગયા છે પ્રાણ હવે મૌન માં.
સુર છેડવા ની જરૂર ક્યાં છે?
શબ્દ છોડી ગયા છે હવે “સોમ”ને.
                 સોમ
             ૧૫-૧૧-૧૧.સવારે.