=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: ઑગસ્ટ 2012

સોમ સંગ્રહ-૫૯


એક ખંડહર કે હૃદય સી ,એક જંગલી ફૂલ સી,
આદમી કી પીર ગુંગી હી સહી, ગાતીતો હૈ.

ઇસ નદી કી ધાર મેં ઠંડી હવા આતી તો હૈ.
નાવ જર્જર હી સહી,લહરો સે ટકરાતી તો હૈ.

એક ચિનગારી કહી સે ,ખોજ લાવો દોસ્તો,
ઇસ દિયે મેં તેલસી ભીગી હુઈ બાતીતો હૈ
.
દુઃખ નહિ કોઈ કી અબ ઉપલબ્ધિઓ કે નામ પર,
ઓર કુછ હો યા ન હો,આકાશ સી છાતી તો હૈ.

યા મુજ કો ખુદ્પે બહુત યેતબારહૈ લેકિન,
યે બર્ફ આંચ કે આગે પીગલ ન જાયે કહી. 

સોમ સંગ્રહ -૫૮


લે આ મારી જાત ઓઢાડું તને;
સાહેબા, શી રીતે સંતાડું તને.

કાંઈ પણ બોલ્યા વગર જોયા કરું,
મૌનની મસ્તીથી રંજાડું તને.

હૂબહૂ તારી જ લખવી છે ગઝલ,
તક મળે તો સામે બેસાડું તને.

કોક દિએકાંતમાં ખપ લાગશે,
લાવ મારી યાદ વળગાડું તને.

ઘર સુધી આવવાની જિદ્દ ન કર,
ઘર નથી, નહિતર ના પાડું તને?

તું ખલીલ, આકાશને તાક્યા ન કર,
ચાલ છત પર ચંદ્ર દેખાડું તને.

- ખલીલ ધનતેજવી