=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: જાન્યુઆરી 2012

સોમસંગ્રહ -૪૯



પટારા પર થી.

તુટ્યો તો ક્યારનો ય હતો રાફડો પટારા પરથી,
નજર કરો,તળિયું દેખાય છે,ના જાઓ તમે થાકી.

વરસો ના વરસ લાગી ગયા હતા જેમાં
ક્ષણો માં ખુલી ગયા,કશું રહ્યું નથી બાકી.

છૂપો ક્યાં 'સંગ્રહ' હવે?જાહેર થઇ ગયો  હવે  જગમાં,
નથી કશું એ છુપાવ્યું કે નથી કશું રહ્યું હવે બાકી.

ખાલી થયો છે જામ અને નશો ય છે અમલ માં,
ખમૈયા કરો  તો સારું ,વધુ ભરો નહિ તમે સાકી.

અનિલ 
જાન્યુઆરી ૨૫,૨૦૧૨ 

સોમસંગ્રહ

કવિતા.---
કિરીટ બારોટની લખેલી છે.


 સોંપી દીધાંપાનાં બધા,ખેલવા એને પછી,    
એ ફિકર કરશે હવે,એ જીતશે કે હારશે.


એક છે ઉપાય કે બહુ ખેચવું નહીં,    
બહાનું મમતનું આમ પણ ડુબાડનારુ હોય


મને ચાહો તો રણ વચે ય વાવી દો , 
અને ચાહો તો હીમશૃંગે  લગાવી દો 


જીવન છું ખુદ અને હર ક્ષણ જીવું છું હું, 
મળ્યા પછી,ભૂલી શકો તો ભલે ભુલાવી દો


જો મને હો ચાહવો,જેવો છું તેવો ચાહ તું   
પથ્થર છતાં છું કીમતી,એ ભરોસો રાખ તું.


વાળ ધોળા થઇ ગયાં તો શું થયું,ચિંતા નહીં,   
ચમકતા શ્વેત હીરાનું,મૂલ્ય સાચું આંક તું.

સોમસંગ્રહ - ૪૮


પ્રશ્નાર્થ છે મિત્રો

શું ચીજ છે આ પ્યાર એ પ્રશ્નાર્થ છે મિત્રો,
શુંનો શુંછે સાર એ પ્રશ્નાર્થ છે મિત્રો.

આ પાંખ છે કે ભાર એ પ્રશ્નાર્થ છે મિત્રો,
આ મુક્તિ છે કે માર એ પ્રશ્નાર્થ છે મિત્રો.

આ આપણે બેઠા છીએ છાયા તળે જેની,
છે ઢાલ કે તરવાર એ પ્રશ્નાર્થ છે મિત્રો.

ગરમીમાં છે ઠંડી અને ઠંડીમાં છે ગરમી,
આ હુંફ છે કે ઠાર એ પ્રશ્નાર્થ છે મિત્રો.

સુખ જેવું કશું છે તો પછી ક્યાં છે કશું એ,
આ પાર કે તે પાર એ પ્રશ્નાર્થ છે મિત્રો.

આ પંખીની બોલીય છે ક્યાં મુક્ત દ્વિધાથી ?
છે ટહુકો કે ચિત્કાર એ પ્રશ્નાર્થ છે મિત્રો.

છે આમ તો ગુજરાતનો જણ કિન્તુ એ ઘાયલ
છે ક્યાંનો ગઝલકાર એ પ્રશ્નાર્થ છે મિત્રો.

અમૃત ઘાયલ

ખુબસુરત ગઝલ






યે દૌલત ભી લે લો યે શૌહરત ભી લેલો
ભલે છીન લો મુઝસે મેરી જવાની
મગર મુઝકો લૌટા દો બચપનકા સાવન
વો કાગઝકી કશ્તી વો બારીશકા પાની [2]

મુહલ્લેકી સબસે નિશાની પુરાની
વો બુઢિયા જ સે બચ્ચે કહતે થે નાની
વો નાનીકી બાતોંમેં પરીઓં કા ડેરા
વો ચહેરે કી જુરિયોંમેં સદીયો કા પહેરા
ભૂલાયેં નહીં ભૂલ સકતા હૈ કોઈ
વો છોટીસી રાતેં વો લમ્બી કહાની
વો કાગઝકી કશ્તી વો બારીશકા પાની [2]

કડી ધૂપમેં અપને ઘરસે નીકલના
વો ચિડિયા વો બુલબુલ વો તિતલી પકડના
વો ગુડિયાકી શાદીપે લડના ઝગડના
વો ઝૂલોંસે ગીરના વો ગિરકે સંભલના
વો પીપલ કે છયોંકે પ્યારેસે તોહફે
વો તુટી હુઈ ચુડિયોંકી નિશાની
વો કાગઝકી કશ્તી વો બારીશ કા પાની -[2]

કભી રેતકી ઊંચી ટીલો પે જાના
ઘરોંદે બનાના બનાકે મિટના
વો માસૂમ ચાહતકી તસવીર અપની
વો ખ્વાબોં ખિલોનોકી જાગીર અપની
ન દુનિયા કા ગમ થા ન રીશ્તોં કે બંધન
બડી ખૂબસૂરત થી વો જિંદગાની

યે દૌલત ભી લે લો યે શૌહરત ભી લેલો
ભલે છીન લો મુઝસે મેરી જવાની
મગર મુઝકો લૌટા દો બચપનકા સાવન
વો કાગઝકી કશ્તી વો બારીશકા પાની [2

સોમ સંગ્રહ -૪૮


છોડ દીવાને પહેલાં તું મને પ્રગટાવને

છોડ દીવાને પહેલાં તું મને પ્રગટાવને,
આવવા તૈયાર છું, રસ્તો જરા બદલાવને.
પ્રેમની વ્યાખ્યા કરે છે એક માણસ ક્યારનો,
તું જરા એને ખૂણામાં લઈ જઈ સમજાવને.
ભાઈ ખાલીપા ! હજીયે કોઈ પણ આવ્યું નહીં,
તું જ ઘરની બ્હાર જઈને બારણું ખખડાવને.
આંસુ આંખોનાં પ્રવાહી થઈ ગયેલા શબ્દ છે,
ચાલ નવરો હોય તો થોડીક લિપિ ઉકલાવને.
ક્યાં સુધી હું આભ સામે જોઈને બેસી રહું?
તું હવે વરસાવતો જો હોય તો વરસાવને.

-અનિલ ચાવડા

સોમ સંગ્રહ -૪૭


એક મોજું એ રીતે અથડાય છે


એક મોજું એ રીતે અથડાય છે,
સ્વપ્નમાં સૌ વ્હાણ ડૂબી જાય છે.
આ દિવસ ક્યારેય પણ ઊગતો નથી,
રાતનો ખાલી કલર બદલાય છે.
આમ કરતાં આમ કર્યું હોત તો ?
એ બધું વીત્યા પછી સમજાય છે.
તોડવું કઈ રીતથી પેન્સિલ પણું ?
શ્વાસ જન્મે ને તરત બટકાય છે.
માત્ર હું દીવાસળી બોલું અને-
ચોતરફથી આગ લાગી જાય છે.
-અનિલ ચાવડા

સોમસંગ્રહ-46


હાથમાં કારોબાર રાખ્યો તેં,
ને મને બારોબાર રાખ્યો તેં,
એક ડગ છૂટથી ભરી ન શકું,
ખીણની ધારો ધાર રાખ્યો તેં,
કોણ છું કોઈ દી’ કળી ન શકું,
ભેદ પણ ભારોભાર રાખ્યો તેં,
આંખમાં દઈ નિરાંતનું સપનું,
દોડતો મારોમાર રાખ્યો તેં,
શ્વાસની સાથે જ ઉચ્છવાસ દીધા,
મોતની હારોહાર રાખ્યો તેં
મનોજ ખંડેરિયા

સોમસંગ્રહ-45


કોરું હૈયું કૈં જ ભીંજાયું નહીં ?
કેમ તેં વરસાદમાં ગાયું નહીં ?
માટીમાંથી મ્હેક ઊઠે છે ભીની,
સાવ જે છલકાય તે, પાયું નહીં ?
વાયુ ને વરસાદ પાગલ થઈ ગયા,
ભીની મોસમમાં કોઈ ડા’યું નહીં ?
ગાંડી વર્ષાની ઝડી, પાગલ પવન,
તારા હૈયે કૈંજ ભટકાયું નહીં ?
ફૂલ શું, આ લીલું લીલું ઘાસ પણ,
કોણ છે એવું, જે હરખાયું નહીં ?
ભીની મોસમને ભરી લે પ્રાણમાં,
બીજ કરશે શોક : ‘ફણગાયું નહીં !’
રંજ એવો દિલને દેવો ના ઘટે;
પર્વ, લીલું પર્વ ઉજવાયું નહીં.
કાળજે ઘુમરાય છે ભીનો અનિલ,
એટલે શબ્દોથી રહેવાયું નહીં !
- રતિલાલ ‘અનિલ’