=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: ડિસેમ્બર 2011

સોમસંગ્રહ -૪૪

ગોખ થી હેઠા ઊતરો પ્યારા,ત્યાં તો પથ્થર લાગો છો.
માનવ રૂપ ધરો છો ત્યારે સાચા ઈશ્વર લાગોછો.

                                  શૂન્ય પાલનપુરી.

કંટક પંથે સ્મિત વેરી ને મ્હોરશું ફૂલ ની ક્યારી.
એક બીજા ને જીતશું, રે ભાઈ જાત ને જાશું હારી. 

                                    નિરંજન ભગત.
ભાગ્ય માટે કોઈ ના રાખો સિતારા પર મદાર

ખુદ ન જ ઊગરે,ક્યાંથી એ બીજાને ઉગારે

એ બિચારા ધરતી ને કઈ રીતે અજવાળવા ના

જે હરી શકતા નથી આકાશ નો યે અંધકાર!

                                                  જીત પર હસતો રહ્યો ને હાર  પર હસતો રહ્યો

                                                  ફૂલ ની શય્યા ગણી અંગાર પર હસતો રહ્યો

                                                  ઓ મુશીબત ! એટલી ઝીન્દાદીલી ને દાદ દે,

                                                  તેં ધરી તલવાર તો હું ધાર પર હસતો રહ્યો.


"અમને નાખો જિંદગી ની આગ માં

આગ ને ફેરવી નાખીશું બાગ માં

આપણે સર કરીશું સૌ મોરચા

કે મોત ને પણ આવવા દો લાગ માં"

                                                                                  સોમસંગ્રહ
 


નિજધામ.






 જોઈ લીધો અહી સર્વે નો સરખો છે અંત.
 બતાવી દો કાના હવે રસ્તો મને અનંત

 કાના કામણગારા લાલા,આવું હવે નહિ ચાલે.
એકવાર આંગળી પકડી,પછી છોડે તે કેમ ચાલે? 

 મોર પીંછ માથે,,મુખ પર વેણુ,ખંજન પડ્યા છે ગાલે,
 વારી ગયા,આવો હવે તમે કરતાં રુમઝુમ ચાલે,

  રાહ જોઇને વર્ષો વીત્યા,દિવસો હવે ના વીતે,
  "અક્કડ"નથી રહી, હવે રહો સંગે કોઈ પણ રીતે

  રહેવું સદા નિજધામ,હવે  બતાવો રસ્તો મને અનંત,
  રાખજો  સદા "સોમ" ને સાથે ,જયારે આવે દેહનો અંત.  

સોમ 
૧૪ ડીસેમ્બર ૨૦૧૧ 

ઓ મારા અલબેલા લાલા




           ઓ મારા અલબેલા લાલા,મોટા મુરલી વાળા રે.

                             અમને અટુલા મેલી,મથુરા  કેમ સિધાવ્યા રે.     ---ઓ મારા

     તમે મને છોડી દઈ ને,ત્યાં શું કરો મુરારી રે.
                                 આવો તમને હૈયે બેસાડું, હામ ભરી ને દિલ માં રે---ઓ મારા

               સોના હિંડોળે બેઠા ત્યાં તમે,તેથી ત્યાં મન મોહ્યા રે.
                               આવો મારી ઝાકલ ઝુમ્પડીયે,ઝૂલે તમને બેસાડું રે--ઓ મારા

              સોના થાળ નથી મારી પાસે,પતરાળી એ જમાડું રે.
                                      ભાવતાં ભોજન નથી મારી પાસે,ખીર તમને ખવડાવું રે--ઓ મારા

                     ટોપી પહેરાવું શાલ ઓઢાડું,મોરપીંછ પાઘ પહેરાવું રે.
                           આવો મારા ઓગણીયે તમે,મન ભરી રમાડું રે.--ઓ મારા

         જનમ જનમ નો હું ભિખારી,છેડો હું નહિ છોડું રે.
                        ‘સોમ ‘ ના પ્રભુ મોહન મોટા,હું છું તમારો દાસ રે--ઓ મારા

                    “સોમ તા.૧૫-૧૨-૧૧.રાત્રે ૮-૩૦ કલાકે.

  1.                                                  

લાલજી ની ચોટી જાણે મોરપીંછ






                                                         

લાલજી ની મોરલી નો સુર

Image result for picture of balkrishna




મોરલી ના સુર માં સમાણો
રાગ—પાંદડું લીલું ને રંગ રાતો..........


મોરલી ના સુર માં સમાણો, લાલાનો રંગ મને લાગ્યો.
લાગ્યો છે મને લાલજીનો લટકો, વાંસળી નો સુર મને વાગ્યો.,
મોરલીના સુર માં છવાણો,
પથ્થર ની જિંદગી જીવતો તો હું તો,
પૈસા ની પાછળ પડેલો હતો. હૃદય નો નાજુક કળી જેવો,
મોરલીના સુર માં છવાણો,
મોરપીંછ તારું લાગે મને પ્યારું, દિલને ડોલાવે પીતાંબર તારું.
કેડે કંદોરો તારે, બાજુબંધ ન્યારો. વેણું ના નાદ માં નંદવાણો.
મોરલીના સુર માં છવાણો,
વાંસળી નો સુર મને વાગ્યો, તું લાગે મને પ્યારો પ્યારો.
રંગ તારો મને લાગ્યો , મીઠો મીઠો વેણું નાદ વાગ્યો.
મોરલીના સુર માં છવાણો,
સોમ “
તા.૨૦-૧૦-૧૧

સોમસંગ્રહ - ૪૩

જા આજથી તને સવાલો નહી કરું
ઉકળી ઊઠે તું એવા વિધાનો નહીં કરું;
જા આજથી તને સવાલો નહી કરું.

મારી બધી મહાનતા ભૂલી જઈશ હું,
તકતીઓ ગોઠવીને તમાશો નહીં કરું.

એમાં વણાઈ ગ્યુંછે વણનારનું હુનર પણ,
હું એમાં મારી રીતે સુધારો નહીં કરું.

તું સાચવ્યાંના સઘળાં નિશાનોય સાચવીશ,
એથી જ તારે ત્યાં હું વિસામો નહીં કરું.

નારાજગી જ મારો સાચો સ્વભાવ છે,
એથી વધું હું કોઈ ખુલાસો નહીં કરું.

ચંદ્રેશ મકવાણા

શાની કરે ફરિયાદ?





શાની કરે ફરિયાદ ,જસોદાને ,તું, શાની કરે ફરિયાદ?
દયા ખાઈને તો તને આપ્યો હતો.કાનુડાને એક રાત........ 

નટખટ કનૈયો એ છટકી ગયો ,એમાં  જસોદાનો શું વાંક?
આંગળી બીજાની એ ભળાવી ગયો જ્યાં ભૂલ્યા તમે શાન ભાન ......

આંગળી થી ભલે છટક્યો , દિલ માંથી છટકીશ કેમ ?
હૃદય માં રાખ્યો છે,વહે નસ નસ માં લોહી ની જેમ.

ઓ કાના કામણગારા ,જીદ કરે છે શીદ.
એક રાત રાખવો નથી,રાખવોછે અહર્નિશ.

મારી હાક સાંભળી કાના,ચાલ્યો આવજે એમ.
જેમ દ્રૌપદી નાં ચીર પૂર્યા,પ્રહલાદ ને બચાવ્યો જેમ.

બધું અર્પણ કરી દીધું હવે કશુંય બાકી નથી લાલજી 
સર્વસ્વ તમારું,કૃપા કરો.,બીજું કૈં ના માગું,લાલજી .


સોમ.

ડીસેમ્બર ૨૦૧૧

                                          






સોમ સંગ્રહ -42

નંદબાવા ને માતા યશોદાજી સાંભરે
મમતા મોટી મારી રહી ગઈ ગોકુળમાં

સોના રૂપાના અહીં વાસણ મઝાના
કાંસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં

છપ્પન ભોગ અહીં સ્વાદના ભરેલા
માખણની લોટી મારી રહી ગઈ ગોકુળમાં

હીરા મોતીનાં હાર મઝાના
ગુંજાની માળ મારી રહીગઈ ગોકુળમાં

હીરા માણેકનાં મુગુટ મઝાના
મોરર્પીંછ પાઘ મારી રહી ગોકુળમાં

હાથી ને ઘોડા અહીં ઝૂલે અંબાડીએ
ગોરી ગોરી ગાવડી મારી રહી ગઈ ગોકુળમાં

સારંગીના સૂર કેવા મઝાના
વ્હાલી મારી વાંસળી રહી ગઈ ગોકુળમાં

રાધાજીને એટલું કહી દેજો ઓધવજી
અમી ભરી આંખડી રહી ગઈ ગોકુળમાં




સોમ સંગ્રહ 

સોમસંગ્રહ -૪૧

સૂની પડેલી સાંજને



સૂની પડેલી સાંજને આવી સજાવ તું
ખાલી પડેલી વાવમાં પાણી નખાવ તું


જો શક્ય હો તો આંખની સામે જ આવ તું
શાને કરે છે આંખમાંથી આવજાવ તું


હું પણ હજુયે યાદ છું એ વાત કર કબૂલ
નહિતર આ મારી વાતને ખોટી પડાવ તું


આ એ જ સપનું જે મને રાતે જગાડતું
કંઇ પણ કરીને આજ તો પાછું વળાવ તું


પ્રત્યેક પળને સાચવી હંકારવા છતાં
હોડી અમારી જ્યાં ડૂબેલી એ તળાવ તું

અંકિત ત્રિવેદી 

સોમ સંગ્રહ -૪૦



આગવું અસ્તિત્વ મારું તમને હું અર્પણ કરું,
હોય જે વ્યક્તિત્વ મારું તમને હું અર્પણ કરું.

-બેફામ

દીપ જેવાં આ નયન ની રોશની મારી નથી,
ચાંદ જેવાં આ વદનની ચાંદની મારી નથી.
-બેફામ

તમે એકાંત સમજી પાસે આવીને ઊભા છો  પણ
આરીસા માં જો મારો ચહેરો દેખાશે તો શું કરશો?
-સૈફ પાલનપુરી

હાથ શું આવી તારી ગલી,
જિંદગીનો પંથ ટૂંકો થઇ ગયો.
-આદિલ મન્સૂરી

અગર ખંજર જિગર માં છો તમે આ ભોંકનારા,
દુઆ માંગી રહ્યો છું હું સદા હકમાં તમારા.
-પતીલ

સોમસંગ્રહ -૩૯

હું કશુંક પી ગયો છું….

ન તો કંપ છે ધરાનો, ન તો હું ડગી ગયો છું,કોઈ મારો હાથ ઝાલો, હું કશુંક પી ગયો છું.
જો કહું વિનમ્ર ભાવે તો સૂરજ સુધી ગયો છું,કે નજરનો તાપ જોવા હું નયન લગી ગયો છું.
હતો હું ય સૂર્ય કિન્તુ ન હતી તમારી છાયા,ઘણીવાર ભરબપોરે અહીં આથમી ગયો છું.
આ હૃદય સમો તિખારો છે દઈ રહ્યો ઈશારો,કોઈ કાળે સૂર્યમાંથી હું જુદો પડી ગયો છું.
નથી કાંઈ પ્રયાણ સરખું અને પથ કપાઈ ચાલ્યો,નથી કાફલાની હસ્તી અને હું ભળી ગયો છું.
બહુ રાહતે લીધા છે મેં પસંદગીના શ્વાસો,ન જિવાયું દર્દરૂપે તો સ્વયં મટી ગયો છું.

ગનીપર્વતોની આગળ આ રહ્યું છે શીશ અણનમ,કોઈ પાંપણો ઢળી ત્યાં હું ઝૂકી ઝૂકી ગયો છું.

સોમસંગ્રહ -૩૮


કેમ ભૂલી ગયા? દટાયો છું,આ ઈમારતનો હુંય પાયો છું.
હું હજી પૂર્ણ ક્યાં કળાયો છું,અડધોપડધો જ ઓળખાયો છું.
વિસ્તર્યા વિણ બધેય છાયો છું!
હું અજબ રીતથી ઘવાયો છું!
આમ તો એક બિન્દુ છું કિન્તુ,સપ્તસિન્ધુથી સંકળાયો છું!
સૂર્યની જેમ સળગ્યો છું વર્ષો,ચન્દ્રની જેમ ચોડવાયો છું.
વઢ નથી વિપ્ર, આ જનોઈનો,આમ હું આડેધડ કપાયો છું.
રામ જાણે શું કામ હું જ મને,સર્પની જેમ વીંટળાયો છું.
એ જ છે પ્રશ્ન: કોણ કોનું છે?હું ય મારો નથી, પરાયો છું!
સાચું પૂછો તો સત્યના પંથે,ખોટી વાતોથી દોરવાયો છું!
ઊંચકે કોણ આ પંથ ભૂલ્યાને?આપ મેળે જ ઊંચકાયો છું.
મીંડું સરવાળે છું છતાં ઘાયલ’,શૂન્ય કરતાં તો હું સવાયો છું.
અમૃત ઘાયલ

સોમસંગ્રહ -૩૭


તું કહે છે કે હવે હું જાઉં છું,હું કહું છું, દોસ્ત! હું ભૂંસાઉં છું.
તું ખરેખર ખૂબ અઘરો દાખલો,જેટલી વેળા ગણું, ગુંચાઉં છું.
સ્વચ્છ ચોખ્ખી ભીંત કાળી થાય છે,એક પડછાયો બની ફેલાઉં છું.
વૃક્ષને વળગી પડેલું પર્ણ છું,ભોંય પર પટકાઉં ને ઢસડાઉં છું.
કોઈ છે 'ઇર્શાદ' કે જેને લીધે,છૂટવા ઇચ્છું અને બંધાઉં છું.
ચીનુ મોદી

સોમ સંગ્રહ -૩૬


જે હતું બસ એ જ છે,કેવળ નજર બદલાય છે
કઈ જ બદલાતું નથી કેવળ સમાજ બદલાય છે.

જિંદગી ને મોતનો આ સિલસલો ચાલ્યા કરે
આ જન્મ બીજો જન્મ, કેવળ બદન બદલાય છે.

વાર હો તલવારનો કે શબ્દનો એ માર હો
ઘા પડે છે બેઉમાં કેવળ અસર બદલાય છે.
એ જ રસ્તા એ જ કેડી જ્યાં હતા એ ત્યાં જ છે
કાફલા ચાલ્યા કરે બસ ત્યાં કદમ બદલાય છે.

શું નવાબી ઠાઠ થી રહેતો હતો 'અક્ષર'
હવે,ખૂબ અગવડ છે છતાં પણ ક્યાં કબર બદલાય છે?

સુભાષ પંચોલી.

સોમ સંગ્રહ-૩૫

અહાલેક

દિલમાં અનુભવના ખજાનાને સજાવી રાખો!
પાનખર આવ્યા કરે,બાગ બચાવી રાખો!

--આપણે હોળી-દિવાળી બધું જ સરખું છે,
કોઈ પણ રીતે બસ ઉત્સાહ ટકાવી રાખો!

--જો જો, ક્યારેક તો મળશે જ તેઓ સામેથી,
માત્ર શ્રદ્ધાની અહાલેક જગાવી રાખો!

--આવવું જ પડશે કદી એ જ સ્વરૂપે એને,
એક નિશ્ચિત જો મૂરત મનમાં બનાવી રાખો!

--દર્દને એક તપસ્યા જ માની લો 'રાહી'!
કો'ક્ દી ફળશે ,ફક્ત ધૂણી ધખાવી રાખો!

રાહી ઓધારિયા