હવે કયાં સુધી ગતિ,પૂર્ણતા પામ્યા પછી.
પ્રવાસ હવે શાનો? મંઝીલ મળ્યા પછી.
સર્જ્યો છે કેમ વંટોળ,શાંત થયા પછી?
પ્રયાસ શાનો હવે,સર્વ પામી ગયા પછી?
પહોંચી ગયા જો ધ્યેયને,તો મંઝીલ શાની?
મળી સ્થિરતા,તો રહે અસ્થિરતા શાની?
જગત ભલે માને જન્મ મરણ કે મોક્ષની ગતિ,
અનંતના પંથીને,જગત સાથે મિત્રતા શાની ?
સોમ
તા.૨૦/૩/૧૭.