=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: સોમ સંગ્રહ-1

સોમ સંગ્રહ-1


 "શું કુબેરો ? શું સિકદર ? ગર્વ સૌના તુટશે ,
   હો ગમે તેવો ખજાનો -બે  જ  દિન માં ખૂટશે .
   કાળની  કરડી નજરથી કોઈ બચવાનું નથી ;
   આજ તો ફૂટી છે પ્યાલી ,કાલ કુંજો ફૂટશે !" 

   ગુજરાત સમાચાર  શતદલ તા .૧૦ -૮ -૧૧ 
                   અનાવૃત  જય વસાવડા .
                       


 ભારતી રાણે ની એક  ગજલ 

      આંખ ના ને આભ ના  બન્ને  અલગ વરસાદ છે
     કોણ ક્યારે કેટલું વરસ્યું એ હવે ક્યાંયાદ છે ?
      શોધવા નીકળો તમે ટહુકો ને ડૂસકું જડે
      શક્યતા ના દેશ માં પણ કેટલા અપવાદ છે .
      સ્વપ્ન  મારી પાસ આવીને સતત કહેતું રહ્યું ,
      ચંદ્ર રાત્રી એ કરેલો સૂર્ય નો અનુવાદ છે .
    
       શબ્દ ની પેલે પાર કોલાહલો  કોલાહલો
       મૌન ની  કઈ આ તરફ કેવો અનાહત નાદ છે ?
   
       પર્ણ થી મોતી ખર્યાની વાયકા ફેલાઇતી
       વૃક્ષ ને થતી હજી પવન સામે ફરિયાદ છે .
     
                                "   સોમ સંગ્રહ "