લેવા ગયોતો પ્રેમ ,
વ્યવહાર પણ ગયો
દર્શન ની ઝંખના હતી ,
અણસાર પણ ગયો.
કેવી મજા ની પ્રેમ ની દીવાનગી હશે .
કે જ્યાં મરીજ જેવો દરદી જીવતો થયો
જે હતું ધાર્યું કદી તે કામ કંઈ આવ્યું નહિ ,
તે હતાં સામે છતાં મારાથી બોલાયું નહિ .
કોઈ લાચાર થઇ ,નિરાશ થઇ પાછા ગયાં.
દરદ મારા દિલ તણું તેઓ થી પરખાયું નહિ ,
કોણ જાણે એ હતી કેવી વિરહ ની રાત કે ,
આંખ માં આંસુ હતાં ,પણ સહેજ રોવાયું નહિ .
કોણ વ્યથા સાંભરે,ને કોણ આપે દાદ ,
જેને બધાં સુણતાં હતાં ,તેમણે ગાયું નહિ.
"સોમ સંગ્રહ "
તા.૧૧-૯-૧૧.