ગાય ,કુતરા ,બિલાડા ના અવાજ એક થયા છે
માનવી માંથી ભાવ મટી ગયો છે .
જગત ઉપર ધર્મ વધી ગયો છે
માનવી માંથી ભાવ મટી ગયો છે
સુરજ નો તાપ વધી ગયો છે
નદીઓ ના વહેણ લુપ્ત થયા છે
.
.
ટોળે ટોળાં ભેગા મળી કરે વાતો ધર્મ ની
પણ છતાં અધર્મ વધી ગયો છે -------- માનવી માંથી ભાવ
સગાઓ સ્નેહીઓ ભેગા થઇ કરે વાતો પ્રેમ ની ,
પણ અંતર માંથી સ્નેહ ખોવાઈ ગયો છે
કુદરત ની પ્રક્રિયા નો ક્ર્મ તૂટી ગયો છે
જાણે પ્રલય નું ટાણું આવી ગયું છે .----------માનવી માંથી ભાવ