=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: સોમ સંગ્રહ -૫

સોમ સંગ્રહ -૫



આ શ્વાસ ખાતર પણ હવા પમ્પાળવી  નથી ,
ભાગોળ થી પછી નદી ને વાળવી  નથી .
વગડાનું ઓર ઘોર તો શેઢે થી સાદ દે ,
પીંછુ મળે તો દ્રારિકા  સંભાળવી નથી .
એમજ ભલેતરતી અને એ થઇ જતી ખડક ,
એણે  ધરેલી ક્ષણ હવે ઓગાળવી  નથી .
કાદવ હતો ભીતર મહી જાહેર એ કરી ,
હે કમળ ,તેં  જળ ની અદબ જાળવી નથી .
આવો ખુશીથી આંસુઓ  આ છે તમારું ઘર ,
આંખો ની આ ભૂમિ જરીએ ઢાળવી નથી..
                             "   ધૂની માંડલિયા " 
                                   ૩૦-૧૧-૯૭..