ફૂલો માં સુગંધ કોણ મહેકાવી રહુયુ છે ?
સાગર નાં મોજાં ને કોણ ઉછાળી રહ્યું છે ?
નદી નાં વહેણ કોણ વહેવડાવી રહ્યું છે ?
પર્વતોની હારમાળા કોણ દીપાવી રહ્યું છે ?
ચારે દિશા માં "અનીલ " કોણ ફેલાવી રહ્યું છે ?
સૂર્ય ચંદ્ર ને તેજ કોણ આપી રહ્યું છે ?
જીંદગી ને કોણ ટકાવી રહ્યું છે ?
"સોમ "તું નથી જાણતો તારા માં કોણ પ્રકાશી રહ્યું છે ?
" એક ઈશ્વર "
જુવો જરા તમારા માં કોણ બિરાજે છે ?
ઊંઘ માં પણ અંદર થી હુંકાર કોણ કરે છે ?
સ્વપ્ન માં દ્રષ્ટા થઈ કોણ જુવે છે ?
જો ઓળખો એને તો ભવ સાગર તરી જવાય છે .
"આત્મા "
આત્મા સો પરમાત્મા
સોમ
તા.૧૧-૮-૨૦૧૧ બપોરે ૩-૩૦ કલાકે