AUG 12, 2011
સોમ સંગ્રહ -૨
તા .૨૨-૫-૧૧ ના રોજ સવારે સ્વર ગુંજન માં ગઝલ આવેલી
તે મોકલું છું . તને ગમશે .
" હું નથી પૂછતો સમય કે હજી ,
તું ગુજારીશ દિલ પર સિતમ કેટલા ?
દર્દ ને લાગણી ના ઘણા રૂપ છે ,
માત્ર આંસુ જ હોવા જરૂરી નથી ,
સ્મિત થઇ ને ફરકતા રહો હોઠ પર ,
વ્યકત થઇ ના શકે તેવા ગમ કેટલા ?
હોઠ સીવીને ચુપચાપ જોયા કરું,
, વેઠવા પડશે હજુ જખમ કેટલા ?
સ્વાર્થ ની છે ભક્તિ લીલા બધી ,
આતમ પૂજ્યા વિના શૂન્ય આરો નથી
એક ઈશ્વર ને માટે મમત કેટલો ?
એક શ્રદ્ધા ને માટે ધરમ કેટલા .
હું નથી પૂછતો સમય કે હજુ ,
ઝીલવા પડશે જખમ કેટલા ?
" સોમ સંગ્રહ "
૨૨ -૫-૧૧
"ફરતો લીલો સુકો માણસ.
સ્વપન નો લઇ ભૂકો માણસ .
ભવ્ય ઇમારતો નો જાણે આ
જુનો - પાનો હુક્કો માણસ
નવરા બેઠેલા ઈશ્વર નો
એક રૂપાળો ત્તુક્કો માણસ
મત્ત ગડાકું જેવાંસ્મરણો
પીધા કરતો હુક્કો માણસ
રોજ અરીસા સામે ઉભો
રોજ ઉગામે મુક્કો માણસ "
એક બારીના સળીયા આરપાર બે માણસ નજર કરે છે એક ને કાદવ દેખાય ,
બીજાને તારા ? તમે અન્ય ને કઈનજરે જુવોછો તેના પર તમારા સુખ દુખ નો
આધાર છે .
" સોમ સંગ્રહ "
૩૧-૧૨-૨૦૦૧