જન્મે છે તો બધા પણ જીવતા નથી તેના ઉપર પ્રથમ લખાઈ ગયું .
જીવો તો રંગ ના ઓવારે કે અનંત ના આરે ,
ઉડો તો વાયરા ના વહાણે કે આશા ના સુકાને .
થોભો તો ડુંગરાની ધારે કે પંખી ના ઉતારે .
પહોંચો તો આભલા ને આરે કે પૃથ્વી ની પાળે .
નહાવ તો રંગના ઓવારે કે તેજના ફુવારે.
પોઢો તો દરિયા ને હિંડોળે કે ગગનને ગોળે.
જાગો તો ગુલાલ ભરી ગાલે કે ચંદન ધરી ભાલે.
નાચો તો તારાના તરંગે કે આનંદના અભંગે
આવોતો રંગ રંગ અંગે ,અનંત રૂપ રંગે .(લાલ રંગ )
" સોમ"
તા.૨૬-૧૧-૯૭.