મેં લોયાં છે પાલવ માં ધરતી નાં આંસુ ,
કરુણા નાં તોરણ સજાવી રહ્યો છું .
ઉડી ગઈ છે નીંદર ગગન સર્જકો ની ,
મને જ્યારથી તારલા ઓળખે છે .
અમે તો સમંદર ઉલેચ્યો છે પ્યારા .
નથી માત્ર છબ છબીઓ કીધાં કિનારે .
મળીછે અમોને જગા મોતીઓ માં ,
તમોને ફક્ત બદબુદા ઓળખે છે.
"સોમ સંગ્રહ "
ગઝલ -૨
પરિચય છે મંદિર માં દેવો ને મારો ,
અને મસ્જીદો માં ખુદા ઓળખેછે .
નથી મારું વ્યક્તિત્વ છાનું કોઈ થી ,
તમારા પ્રતાપે બધા ઓળખે છે .
સુરા ને ખબર છે પિછાણે છે પ્યાલી ,
અરે ખુદ અતિથી ધરા ઓળખે છે .
ના કર સાકી ડોળ અજાણ્યા થવાનો ,
મને તારું સૌ મયકદા ઓળખે છે .
"શૂન્ય પાલનપુરી"
"સોમ સંગ્રહ "