"ઝુકેલી ડાળ નેજોઈ ,ઝૂકવા નું મન થાય છે .ઝુકે છે તે જીતે છે જગ માં ,આનંદ માં નહાય છે.
અક્કડ રહીને તૂટી જતા માનવો એ કદાચ
નથી જોઈ મજા જીવવા ની - ઝૂકીને ,
તૂટી કયો છે ?જુઓ આ ડાળીયો ને
નથી તૂટી એ સદા રહે છે -ઝૂકીને ,
.
અને ઝુકી ને
પોતાની તરફ પોતાના માં છેક અંદર જુવે
તે વ્યાપક નેપામે છે.
ઝૂકેલા ઝાડ ઉપર થી માપક માં થી ઓગળી જઈ વ્યાપક માં ભળી જવાનું શીખો .
ઝૂકો ને અંદર જુવો ,પરમાનંદ ને પામશો
"સોમ"તા.૧૪-૯-૧૧