મૃત્યુ ની ઠેસ
સાવ અમારી જાત અલગ છે,
કરવી છે તે વાત અલગ છે.
સુતેલા ના સ્વપ્ન  અલગ છે.
જાગે તેની વાત અલગ છે.


“ઠાઠ ભપકા એજ છે “અનીલ “ના,
ઘર બળે તો તાપી જોવું જોઈએ.

મૃત્યુ ની ઠેસ વાગશે તો શું થશે “સોમ”
જીવનની ઠેસ ની તો હજુ કળ વળી નથી.

અહી સીધું સરળ જીવવા ની એકરીત છે”સોમ”,
હઠીલા પૂર્વગ્રહ કાયમ સરળ ભાષા માં કહી દઈએ.

                              “સોમ"
                               તા.૧૭-૧-૨૦૦૧.