સાથે મળી દુખોની ઉજાણી કરીએ છીએ .
ચમકતા રણ ની રેતીને પાણી કરીએ છીએ.
અમારા મનમાંય પ્રગટી જાય છે ક્રોધ કોઈ વાર.
નથી વર્તાવા દેતા મુખ પર વાણી કરીએ છીએ.
સમંદર જેવા બની સમાવીએ છીએ બધા દુખને.
વહેંચવા બેસી સુખોની લહાણી કરીએ છીએ.
“ઈશ” વસે છે અમારા ઓળઘોળ આ અંતર માં.
દુશ્મનો સાથે અંતરની વાતો કરીએ છીએ.
અમારી ઢબે જીવવા દેજો જગતના લોક અમને.
મગ્ન રહી પ્રભુ નામ માં કમાણી કરીએ છીએ.
તા.૧૮-૬-૨૦૦૩.