બસ એની એજ મસ્તી છે.
બસ એની એજ રંગત છે.
ગયો છું સાવ હારી પણ,
હૃદય ની એજ હાલત છે.”
“દુખી કેવા છીએ એ વાત જગજાહેર છે સાકી,
છતાં કહેવું પડે છે કે પ્રભુની મહેર છે સાકી .
જગત ની ખાનગી વાતો થી કંટાળી ગયો છું હું.
મને તું ત્યાં લઇ જા જ્યાં બધું જાહેર છે સાકી.”
“ઉપેક્ષા અમે એની નથી ક્યારે કીધી,
અમે સૌ અવસ્થા ની ઇજ્જત કરી છે.
શરાબી ની યૌવન માં સોબત કરી છે,
ફકીરો ની ઘડપણ માં ખિદમત કરી છે.”
“શબ્દો ની આરપાર જીવ્યો છું,
હું બહુ ધારદાર જીવ્યો છું.
સામે પૂરે ધરાર જીવ્યો છું,
વિષ મહી નિર્વિકાર જીવ્યો છું.”
“ઘાયલ”
સોમ સંગ્રહ