ગભરુ આંખો માં કાજળ થઇ લહેરાઈ જવામાં.
વેચાઈ જવા કરતાં વધુ વહેચાઈ જવામાં ,
હર ફૂલ મહી ખુશ્બુ પેઠે ખોવાઈ જવામાં.
શમા ની ચોખટ ઉપર ઓલવાઈ જવામાં,
વસમી ઠોકર ને પણ ખાઈ જવામાં.
એક સાવ અજાણી આંખ થી અથડાઈ જવામાં,
પારેવાં ની જેમ ગૂંથાઈ વિખરાઈ જવામાં,
જે આવે ગળામાં એ ઉલટ થી ગાઈ જવામાં.
લિજ્જત છે ,લિજ્જત છે
“અમે તો જીવતા જીવે મજા માણી છે જન્નતની,
ખુદા ને પણ ગમે એવી હૃદય માં હુર રાખી છે.
વિચારું છું કે મહોબત તજી દઉં કિન્તુ ,
ફરી ફરી અહી માનવ જનમ નથી મળતાં.”
“જીવન સ્વપ્ન છે એજ જુનાં પરંતુ,
નવેસર થી એવી મરામત કરી છે.
શીકલ બદલી ગઈ છે એ ખંડેર કેરી.
તમે પણ કહેશો કરામત કરી છે.
મુબારક તમોને,ગુલો ની જવાની .
અમોને ના તોલો તણખલા ની તોલે ,
અમે એજ બુલબુલ છીએ જેમણે આ,
ચમન ની હમેશાં હિફાજત કરી છે.”
“ઘાયલ”
સોમ સંગ્રહ