પૂછ એને કે જે શતાયુ છે.
કેટલું ક્યાં અને ક્યારે જીવાયું છે.
તારા માટે આ ગઝલ મનોરંજન ,
મારે માટે તો પ્રાણવાયુ છે.
ટાઢ છે શોધી રહ્યો છું તાપણું.
કોઈ ના હો આટલા માં આપણું.
હુંફ ની બોટલ ખરીદી આ પડી,
ના ખુલ્યું દોઢું ચઢેલું ઢોકનું.
ના કર મને તું યાદ હું વીત્યો પ્રસંગ છું.
વિધવા ની છાતી માં દબાયેલો ઉમંગ છું.
ઓળખ સમજ,પકડ, પકડી શકે તો લે.
પકડ મને પળ માં બદલાતા આપણા,
ચહેરા નો રંગ છું.
થયા તેના થવા માં ઘણી વાર લાગી.
ગયા ત્યાં જવા માં ઘણી વાર લાગી.
સતત એકધારી નજર આ પણ ,
નયન ખોલવા માં ઘણી વાર લાગી.
જે સૌથી વધારે ગમેછે મને તે,
તને આપવા માં ઘણી વાર લાગી.
ભર્યું જે ભીતર માં તે નખ શીખ સાચું,
કશું બોલવા માં ઘણી વાર લાગી.
ફરીથી વિખેરી રહ્યો છું મને હું,
ભરમ તોડવા માં ઘણી વાર લાગી.
હવે આઠમો રંગ નજર આવવા નો,
ગગન આંબવા માં ઘણી વાર લાગી.
“સોમસંગ્રહ”
તા.૪-૧-૨૦૦૪.