વિકસતા વહાલ જેવું, વિશ્વ માં વહાણું નથી જોયું.
શરમ ની લાલી જેવું, રંગ નું લહાણું નથી જોયું.
પ્રિયાના નેણ જેવું કોઈ નું ઠકરાણું નથી જોયું.
ઉભરતા આત્મ જેવું ઉચ્ચ નજરાણું નથી જોયું.
નથી સૌદર્ય દેખાતું તો એ છે દોષ બુદ્ધિ નો.
તમે શું? સ્નેહથી સૌદર્ય સરજાણું નથી જોયુ?
નથી જોયું જીવનમાં જોવાજેવું, તો એમ માની લે,
યદી જીવ દેવા જોગ ઠેકાણું નથી જોયું.
રહે અદ્રશ્ય પણ તેની હવાયે પ્રાણ પૂરે છે.
વધારે આથી મીઠું કોઈ ઉપરાણું નથી જોયું.
“સોમ સંગ્રહ”