=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: સોમ સંગ્રહ-30

સોમ સંગ્રહ-30

વિનય ખાતર બોલવું કે કંઈક કરવું, ખરેખર વિનય ઉપર ખાતર પાથરવા જેવું છે.
જેમણે ક્યારેય દુઃખ જોયું હશે, વેદના અનુભવી હશે, કટુતા ના અનુભવ કર્યા હશે.
કડવા ઝેર ના ઘૂંટ પીધા હશે, તેઓજ સામા ના દિલની પરિસ્થિતિ સમજી શકે છે.
કોઈ નું દિલ ન દુભાય એવું વર્તન કરવું, એ વિનય.
વિનય ખાતર નથી માંગતો, અંતરની લાગણી નું અશ્રુ સિંચન માંગે છે.
પ્રેમ માં સ્વર્ગીય આનંદ છે, તો મૃત્યુ ની પીડા પણ.
પરંતુ પ્રેમ કરી જાણવા નું સુખ તો અવર્ણનીય છે.
પ્રેમ ખરીદી શકાતો નથી એતો જાતેજ અર્પણ થઇ જાયછે.
સહાનુભૂતિ નો અર્થ એવો નથી કે ડૂબતી વ્યક્તિ સાથે,
તમે ડૂબી જાઓ પરંતુ તરતાં શીખો અને તેને બચાવવા નો
પ્રયત્ન કરો.
હાસ્ય અને રુદન જીવન નાં બે આભુષણ છે.
જિંદગી માં તમે જે ઈચ્છશો તે મળી જશે, શરત એટલી કે એ માટે લગન રાખી,
ધીરજ થી મથ્યા રહેવાનું.
સ્વામી વિવેકાનંદ.