=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: સોમ સંગ્રહ -૧૬(મોટાભાઈ)

સોમ સંગ્રહ -૧૬(મોટાભાઈ)


મોટાભાઈ ને મેં એક વાર લખ્યું .

“સદા જીતુ છું એવું નથી , હારું પણ છું .
પણ હાર ને પલટાવા દેતો નથી નિરાશા માં .”

મોટાભાઈ નો જવાબ
“જીતે છે જગ માં થવા મુક્કદર ,
કહેતો ફરે જગ કહે સીક્કંદર .
હાર એનીય છે હરપળ ,
બીક છે જગ ની કહેશે છછુંદર .”

સોમે લખ્યું
“હતી ત્યારે હતી ભરતી ,
અત્યારે તો ઓટ છે.
સમંદર છું છતાં ,
નદી ની મારે ખોટ છે.”




 મોટાભાઈ નો જવાબ
“મીઠી નદીઓ ઘણીયે સમંદર ને મળે છે.
આપી મીઠાશ પોતાની ખારી એ બને છે.
શું મિલન માં એ આંસુ કે વિરહ ની પળોએ ,
બનાવ્યું છે જીવન ખારું ત્યાં મળી ને .
નદીઓ આવે કે જાય તેને શું ખોટ છે?
સત્કારવા કે ધુતકારવા શું ભરતી ને ઓટ છે.
શેષશાયી દંપતી ને શું હિંચકા ની ખોટ છે?
કે તેને રીઝવવા જ આ ભરતી ને ઓટ છે.”
“સમંદર ભલે માને એ કલંદર છે.
પણ અગત્સ્ય નું તો એ કમંડળ છે.
પી ગયા હતા ઘૂંટડે તે યાદ છે.
એથી જ લક્ષ્મી ને બ્રાહ્મણો ની સુગ છે.”
                     તા.૨૮-૧૧-૯૭.