=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: સોમ સંગ્રહ-૧૮

સોમ સંગ્રહ-૧૮


                 ડર

ડર મને મારો જ થોડો હોય છે ,
કાચ માં ચહેરા ને જોવો હોય છે.


કોઈ કાયમ કેમ જોતો હોય છે,
આપણા ક્ષણ ક્ષણ ના દોષ હોય છે.


શ્વાસ ની હલચલ તે” હો હો” હોય છે,
સૂનકારે કોણ કોનો હોય છે .


પી જાઉં પયગમ્બરો ના પાપ ને,
શબ્દ ના તો લાખ રોગ હોય છે.


હું ફરી ક્યાંથી હવે માણસ બનું?
ડોકમાં ઇચ્છા નો દોરો હોય છે .


ઊંઘ આવે કે તરત મીંચો નયન ,
રાત નો ક્યારે ભરોસો હોય છે?


સ્વર્ગ ની લાલચ ન આપો શેખજી ,
મોત નો પણ એક મોભો હોય છે.

                     “ચીનુ મોદી “