દીવો પ્રગટી ગયો દિલમાં.
અજવાળું થયું અનંત માં.
જ્યોત થી જ્યોત મળી .
પ્રકાશ પ્રગટ્યો જગ માં.
જંગ જીતી જવાયો જગ નો,
અનંત ના રંગે જ્યોત ના સંગે .
"સોમ"
On Tue, Oct 4, 2011
પ્રવાસ ની દિશા ને વેગ આપવા ,
સંન્મુખ થયાં છે માઈ.
અંધારી રાતે પૂનમ ની ચાંદની આપી.
સંગ કાયમ નો કરાવ્યો માએ .
દશેરા એ દિશા દીધી ,
વંદન તમોને કરું માઈ.
"સોમ"
On Thu, Oct 6, 2011
દિલ થી કર્યો છે દીવો
.
.
હદય થી સ્વીકારી શરણાગતિ .
નારાયણી શક્તિ બની આવી છે.
દિલ માં કરાવવા દીવો "સોમ"ને.
દશે દ્વાર ખોલી દીધાં મા એ .
સ્વરૂપે જોયાં અરૂપ ને,
આ સ્વરૂપ ને પામી અરૂપ બન્યો .
જય મા શક્તિ .
"સોમ"
On Wed, Oct 5, 2011