તાપ થકી ધરણી ધખધખતી, સૂરજ બળતો ભડકે .
પશુ પંખી નાં હૈયોં જાણે જળ ટીપાં ને ઝંખે.
ઉનો વાયરો દેહ દઝાડે,વૃક્ષો ભીતર સળગે.
તરસ્યાં મૃગો ઝાંઝવા દેખી જંગલ જંગલ ભટકે.
કાળ ઝાળ વરસતી અગ્નિ ઘડીક જરા નવ જંપે.
સાપણ થઇ ગોઝારી ગરમી જગ આખા ને ડંખે.
હૈયા દાઝ્યો માનવ મનમાં દુઃખથી માથું પટકે.
આજનો સૂરજ જગના શીરે તલવાર બનીને લટકે.
“સોમ”જો શીતળતા વરસે તોજ બધું આ અટકે.
તા.૨૦-૬-૨૦૦૩.