ઉડનારા ઓ માટે આસમાન થઇ જવું છે.
શોભાવવા બીજાઓને,માન થઇ જવું છે.
અજવાળવું છે જગતને અમારા પ્રેમ પ્રકાશ થી.
નાચવા પ્રભુ ના તાલે,તાન થઇ જવું છે.
ગીત ગુન્જવવું છે,સદાચાર નું આ જગત પર.
હર ગાતા જીવન માટે,ગાન થઇ જવું છે.
નિષ્કપટતા અને નિખાલસતા ના મંદિર થવું છે.
આવનારા બધા દુખો માટે આસાન થઇ જવું છે.
તા.૭-૯-૨૦૦૩.જીવન નો યાદગાર દિવસ ૫૦ વર્ષ પૂરાં કરી ૫૧ માં પ્રવેશ થયો
ભૂલી જવાયેલા જન્મ દિવસ ને ઘર ના સભ્યો એ ધામ ધૂમ થી ઉજવ્યો .
પ્રભુ દિન આવા આપજે ,
આનંદ અને કિલ્લોલ માં વર્ષો વિતાવજે .
આવા પ્રેમ સભર કિલ્લોલ સાથે તારા માં સમાવજે.
"સોમ"
તા.૭-૯-૨૦૦૩.